આપણે સૌ જાણીએ છીએ કે, આખા શરીરમાં ચહેરો જ આખા શરીરનું અગત્યનું અંગ છે. ચહેરાથી લોકો તમારા તરફ આકર્ષિત થાય છે. ચહેરાની સુંદરતાને ઉપર ઘણાં ગીત પણ બન્યાં છે. પરંતુ આ વચ્ચે સુંદર ચહેરા ઉપર છિદ્રની સમસ્યા થાય છે તો ચહેરાની સુંદરતા પર દાગ લાગી જાય છે. આ સાથે જ ચહેરા પર ફોલ્લી અને ખીલ જેવી અનેક સમસ્યા થાય છે. હાલ ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ હોય છિદ્રોની સમસ્યા વધુ થાય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લાં છિદ્રોની સમસ્યામાં વધારો થાય છે. સામાન્ય રીતે તો ખુલ્લાં છિદ્રો ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પરંતુ જો આ છિદ્રો મોટાં થઇ જાય છે તો ત્વચા ખરાબ થઇ જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે છિદ્રોને બંધ કરી દેવામાં આવે.
આખરે ઉનાળામાં જ ખુલ્લાં છિદ્રોની સમસ્યામાં કેમ વધારો થાય છે?
દિલ્લીના બાપુ નેચર ક્યોર હોસ્પિટલ એન્ડ યોગાશ્રમમાં આયુર્વેદાચાર્ય અને એચઓડી ડો. રશ્મિ ચતુર્વેદીનું કહેવું છે કે, ત્વચા ભેજયુક્ત રહેવા માટે પરસેવો બહાર કાઢે છે. જેનાથી ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન જળવાઈ રહે છે. ધોમધખતો તડકો હોવાને કારણે ત્વચા તૈલી થઇ જાય છે જેને લઈને ચહેરા પર છિદ્રોની સમસ્યા જોવા મળે છે. જેના કારણે ઉનાળાની ઋતુમાં ખુલ્લાં છિદ્રોની સમસ્યામાં વધારો થાય છે.
ખુલ્લા છિદ્રોને આ ઘરગથ્થુ ઉપાયથી કરી શકો છો દૂર
તડકામાં બિલકુલ ના જાઓ
ડૉ. રશ્મિનું કહેવું છે કે, જો તમે ઓફિસ અથવા તો કોઈ કામથી બહાર જાવ છો તો ખાસ ધ્યાન રાખો કે સીધા તડકાના સંપર્કમાં ના રહો. તો આ સાથે જ ધ્યાન રાખો કે, જરૂરી કામ ના હોય તો સાંજના સમયે જ બહાર નીકળો. જો બહુ જરૂરી કામ હોય તો સાથે દુપટ્ટો, ચશ્માં, હાથનાં મોજાં, છત્રી જરૂર રાખો. જો તમારે આ ઉપાય પણ ના કરવો હોય તો સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળો.
દહીં અને ચણાનો લોટ કરશે ત્વચાને ચમકદાર
ઓફિસથી કે બહારથી ઘરે આવ્યા બાદ સીધા સૂઈ જવાને બદલે ચહેરાને ચોખ્ખા અને નોર્મલ પાણીથી સારી રીતે ધુઓ. ચહેરો સારી રીતે સાફ કર્યા બાદ ચણાનો લોટ અને દહીંને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી ખુલ્લાં છિદ્રોની સમસ્યા દૂર થશે અને ચહેરો ચમકશે.
ચહેરા પર બરફ લગાવો
તમે જ્યારે પણ ચહેરા પર બરફ લગાડો છો ત્યારે બરફના ટુકડાને કોટનનાં કપડાં પર જ રાખો.
કાકડી અને લીંબુ પણ છે ફાયદાકારક
ખુલ્લા છિદ્રોની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ અને કાકડી સૌથી બેસ્ટ ઉપાય છે. આ માટે તમારે સૌ પહેલાં કાકડીનો રસ કાઢીને તેમાં 10 ટીપાં લીંબુનાં મિક્સ કરો. હવે આ મિશ્રણને ફ્રીજરમાં રાખી દો. આ આઈસ ક્યુબ્સને કોટનના કપડામાં રાખીને ચહેરા પર લગાડો. આ ઉપચાર કરવાથી ખુલ્લાં છિદ્રોની સમસ્યા દૂર થાય છે આ સાથે જ ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા પણ દૂર થાય છે.
આ સ્પ્રેથી પણ ત્વચા થશે ચમકદાર
આપણે કપડાં અને શરીરને સુગંધિત રાખવા માટે સ્પ્રે અને પરફ્યુમનો ઉપયોગ કરતા હોઇએ છીએ, પરંતુ ચહેરા પર આપણે આ સ્પ્રે લગાવી શકતા નથી. પરંતુ જે લોકો પાસે સમય નથી હોતો તે લોકો સ્પ્રે બોટલમાં કાકડી અને લીંબુનો રસ મિક્સ કરીને ફ્રિજમાં રાખી શકે છે. જરૂરતના સમયે તમે આ સ્પ્રે બોટલથી ચહેરા પર સ્પ્રે કરી શકો છો. તમને જણાવી દઈએ કે, આ કાકડી અને લીંબુનું મિશ્રણ સ્પ્રે બોટલમાં ત્રણેક દિવસ સુધી જ સારું રહે છે આ બાદ તમારે બીજું મિશ્રણ તૈયાર કરવું પડે છે. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી ત્વચા ચમકતી થશે અને તડકાને કારણે ચહેરા પરની કાળાશ પણ દૂર થશે.
ત્વચાને ક્લિન્ઝિંગ માટે લગાવો સ્ક્રબ
ચહેરા પર ક્લિન્ઝિંગ માટે અઠવાડિયામાં બે વાર ઓટ્સ અને દહીંનું સ્ક્રબ લગાવો. આ માટે ઓટ્સ અને દહીંનું મિશ્રણ કરીને સ્ક્રબ બનાવી શકો છો અથવા તો ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ સ્ક્રબ બનાવી શકો છો. આ સ્ક્રબથી ખુલ્લાં છિદ્રોની સમસ્યા દૂર થશે
ત્વચા માટે મુલતાની, માટી, ગુલાબ જળ અને મુલેઠી પાવડર પણ છે કારગર ઉપાય
ખુલ્લાં છિદ્રોની સમસ્યા દૂર કરવા માટે મુલેઠી પાવડર, મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને તેનો પેક બનાવી શકો છો. આ પેકને અઠવાડિયામાં ત્રણ વાર લગાવો. પેક સુકાઈ જાય પછી મોઢાને પાણીથી ધોઈ લો.
ટમેટાં અને મધનો કરો ઉપાય
ટમેટાનો એક નાનો ટુકડો લઈને તેના પર મધ લગાડીને ચહેરા પર લગાવો. આ બાદ પાંચ મિનિટ પછી ચોખ્ખા પાણીથી મોઢાને ધોઈ લો. મધ દાગ-ધબ્બા દૂર કરીને ત્વચાને રિપેર કરે છે. આ સાથે જ ખુલ્લાં છિદ્રોની સમસ્યા પણ દૂર કરે છે.
કેળાની છાલ
કેળા ખાધા બાદ તેની છાલને ફેંકવાને બદલે તેને ચહેરા પર લગાવો. આ બાદ નોર્મલ પાણીથી ચહેરાને ધોઈ લો.
એલોવેરા પણ છે ફાયદાકારક
આજકાલ બધા જ ઘરમાં એલોવેરા (કુંવારપાઠું) જોવા મળે છે. એલોવેરા ખુલ્લાં છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે. આ માટે તમે એલોવેરાના ટુકડાને લઈને તેના જેલને મોઢા પર લગાવો. જો ઘરે એલોવેરાનો છોડ ન હોય તો બહારથી પણ એલોવેરા જેલ લઈને લગાવી શકો છો.
લાઈફસ્ટાઈલમાં કરો બદલાવ
‘અયૂથવેદા’ના સ્થાપક અને નિર્દેશક ડૉ. સંચિત શર્માએ જણાવ્યું હતું કે, તમારી ત્વચા માટે હેલ્થી લાઇફસ્ટાઇલ અને આયુર્વેદિક દિનચર્યા અપનાવો. તેનાથી ઉનાળામાં પણ તમારી ત્વચા ચમકતી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.