• Home
  • Lifestyle
  • Siyaram launches 'anti coronavirus fabric' giving elegant look, prevents virus infection

સુરક્ષિત એન્ડ સ્ટાઈલિશ / સિયારામે એલિગન્ટ લુક આપતું ‘એન્ટિ કોરોનાવાઈરસ ફેબ્રિક’ લોન્ચ કર્યું, વાઈરસના સંક્રમણથી બચી શકાશે

X

  • આ ફેબ્રિકને ઓસ્ટ્રેલિયાની હેલ્થગાર્ડ લેબ, મુંબઈની BTS લેબ અને WHO અપ્રુવ્ડ અમદાવાદની લેબથી ગ્રીન સિગ્નલ મળ્યું
  • 30 વખત ધોયા બાદ પણ તે પોતાનો ગુણ સાચવી રાખે છે
  • કપડાંની કોઈ આડઅસર નથી અને તેનાથી પર્યાવરણને પણ કોઈ નુક્સાન થતું નથી
  • કંપનીનો દાવો છે કે આ ફેબ્રિક કોરોનાવાઈરસ સામે 99.94% ઈફેક્ટિવ છે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 06:06 PM IST

કોરોનાવાઈરસથી બચવા માટે જાતભાતના સ્ટાઈલિશ માસ્ક માર્કેટમાં ઉપલબ્ધ છે પરંતુ જો એન્ટિ કોરોનાવાઈરસ ફેબ્રિક જ માર્કેટમાં આવી જાય તો! ફેબ્રિક મેકર સિયારામે સ્ટાઈલિશ અને સુરક્ષિત ‘એન્ટિ કોરોનાવાઈરસ ફેબ્રિક’ લોન્ચ કર્યું છે. તે વિવિધ કલર્સ, ડિઝાઈન અને ટેક્સચરમાં ઉપલબ્ધ છે. આ ફેબ્રિકને ઓસ્ટ્રેલિયાની હેલ્થગાર્ડ લેબ, મુંબઈની BTS લેબ અને WHO અપ્રુવ્ડ અમદાવાદની લેબથી ગ્રીન સિગ્નલ મળ્યું છે.

ક્મ્ફર્ટ સાથે સુરક્ષા પણ
આ ફેબ્રિકને ઓસ્ટ્રેલિયાની 30 વર્ષ જૂની હેલ્થ કેર કંપની હેલ્થગાર્ડ લેબ સાથે મળીને બનાવવામાં આવ્યું છે. તેને નેચરલ અને બાયોડિગ્રેડેબલ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટ ફેબ્રિક વ્યક્તિને કમ્ફર્ટ સાથે કોરોનાવાઈરસ સામે સુરક્ષા પણ આપે છે.

30 વખત ધોયા બાદ પણ તે પોતાનો ગુણ સાચવી રાખે છે
આ ફેબ્રિકની કોઈ આડઅસર નથી અને તેનાથી પર્યાવરણને પણ કોઈ નુક્સાન થતું નથી. 30 વખત ધોયા બાદ પણ તે પોતાનો ગુણ સાચવી રાખે છે. તે નોન લિચિંગ પ્રોપર્ટી ધરાવે છે, જે કપડાંમાં રહેલાં એન્ટિ કોરોના કમ્પોઝિશનના કોઈ પણ પદાર્થને પાણીમાં ભળતા રોકે છે. કંપનીનો દાવો છે કે આ ફેબ્રિક કોરોનાવાઈરસ સામે 99.94% ઈફેક્ટિવ છે.

શરીર 90% કપડાંથી ઢંકાયેલું હોવાથી તે સુરક્ષા આપે તે જરૂરી
સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડના CMD રમેશ પોદારના જણાવ્યા અનુસાર, આપણું શરીર 90% કપડાંથી ઢંકાયેલું હોય છે. સૌથી વધારે વાઈરસ કપડાં પર જ ચોંટે છે અને તેનાથી સંક્રમણનું જોખમ રહે છે. સંક્રમણથી બચવા માટે સતત સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે છે અને માસ્ક પહેરવામાં આવે છે. તેવામાં એન્ટિ કોરોનાવાઈરસ ફેબ્રિકનો પ્રયાસ પણ સફળ બની શકે છે. આ પ્રકારનું કપડું આપણી જરૂરત બની છે. તેથી જ માર્કેટમાં અનેક એન્ટિ કોરોના પ્રોડક્ટ લોન્ચ થાય છે.

વાઈરોસિક્યોર ફેબ્રિક રેન્જ લોન્ચ
ભારતની પ્રમુખ ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર RSWM લિમિટેડે પણ એન્ટિવાઈરલ ફેબ્રિક રેન્જ ‘વાઈરોસિક્યોર’ લોન્ચ કરી છે. આ કપડાંથી કોરોનાવાઈરસ સામે 30 મિનિટ સુધી રક્ષણ મેળવી શકાય છે. તેમાં કોરોનાવાઈરસના સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક એન્ટિવાઈરલ ગુણ રહેલા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી