તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sisters Learn More From Sibling Relationships Than From Parents, In Learning New Things From Brothers And Maintaining Relationships.

ભાઈ-બહેનના સંબંધોનું વિજ્ઞાન:ભાઈઓ પાસેથી નવી વસ્તુઓ શીખવામાં અને સંબંધ જાળવવામાં બહેનો આગળ, માતા-પિતા કરતાં પણ સિબલિંગ રિલેશનશિપથી તેઓ ઘણું શીખે છે

2 મહિનો પહેલા
  • અમેરિકાના સંશોધકોના જણાવ્યા અનુસાર, ભાઈ-બહેન એક-બીજાની સંગતથી જીવનના ઉતાર-ચઢાવ શીખે છે અને સમાજમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ વધે છે
  • તુર્કીમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બહેનો તેમના ભાઈઓની વધુ સંભાળ રાખે છે અને તેમની પાસેથી વધુ શીખે છે

ભાઈ-બહેનના સંબંધ પાછળ કોઈ વિજ્ઞાન છે? જવાબ છે હા. ઘરમાં બંનેની હાજરી, તેમની નાની નાની વાતો પર ઝઘડા, જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે હંમેશાં એક બીજાની મદદ કરવી, આવી ઘણી વાતો છે જેના લીધે તેમનામાં ઘણા પ્રકારની સમજણ આવે છે, જે એકલા રહેતા હોય છે તે બાળકોનો સરળતાથી વિકાસ નથી થતો. ભાઈ-બહેન પર દુનિયાની અમુક યુનિવર્સિટીએમાં કરવામાં આવેલા રિસર્ચ સાબિત કરે છે કે, તેમનો સંબંધ એકબીજાને ઘણું શીખવે છે અને બંને પરિવાર માટે જરૂરી છે. આજે રક્ષાબંધન છે, આ પ્રસંગે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો ભાઈ-બહેનના સંબંધ જીવનમાં એક બીજાને શું શીખવે છે, અને માતા પિતાને કેટલી મદદ મળે છે-

પહેલો પાઠઃ નાની સમસ્યાનો હલ કેવી રીતે કરવો, તે શીખવા મળે છે
અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક ફેનબર્ગના જણાવ્યા પ્રમાણે, સિબલિંગ રિલેશનશિપ એક ભાઈ-બહેનને એટલું શીખવે છે, જેટલું તેઓ માતા-પિતા પાસેથી પણ નથી શીખી શકતા. તેઓ એકબીજાની સંગતમાં જીવનના ઉતાર-ચઢાવનો સામનો કેવી રીતે કરવો તે શીખે છે અને પોતાને આગળ વધવા માટે કેવી રીતે તૈયાર કરવા, તેની સમજણ પણ આ સંબંધથી આવે છે કેમ કે સૌથી લાંબા સમય સુધી તેઓ એક-બીજાની સાથે રહે છે.

બીજો પાઠઃ ભાઈની સરખામણીએ બહેન સૌથી વધારે ગંભીરતાથી સંબંધ નિભાવે છે
ભાઈ-બહેન એક બીજાની એકલતા કેવી રીતે દૂર કરી શકે છે તેના માટે તુર્કીમાં એક રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બહેનો તેમના ભાઈઓની વધુ સંભાળ રાખે છે. તે આ સંબંધને વધુ ગંભીરતાથી નિભાવે છે. તેમજ ભાઈ પોતાની બહેન પર ઘણી વખત ગુસ્સો કરે છે અથવા નારાજ થઈ જાય છે, જ્યારે આવું બહેન તરફથી ઓછું થાય છે. જ્યારે કઈ નવી વસ્તુ શીખવાની વાત આવે છે, ત્યારે બહેનો તેમના ભાઈઓ પાસેથી ઘણું શીખે છે, જ્યારે ભાઈઓ બહેનની પાસેથી ઓછું શીખે છે તે રિસર્ચ દરમિયાન જાણવા જોવા મળ્યું.

ત્રીજો પાઠ: ભાઈ-બહેન એક બીજાને સમાજમાં એક સ્થાન બનાવતા શીખવે છે
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર અને સાયકોલોજીસ્ટ લોહી ક્રેમરના જણાવ્યા પ્રમાણે, ભાઈ-બહેનના સંબંધોથી વધતી સમજણને સિબલિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ સિબલિંગ ઈફેક્ટ બંને પર ઘણા પ્રકારની અસર કરે છે. જેમ કે, તેઓ એકબીજાની મગજની ક્ષમતામાં વધારો કરે છે. તેઓ સમાજમાં પોતાનું સ્થાન બનાવવા માટે એકબીજાને શીખવે છે. માતા-પિતા તેમની પાસેથી એવી ઈચ્છા રાખે છે કે ઘરમાં સિબલિંગ વધારે હોય ત્યારે તેઓ એકબીજાને સમજે.

ચોથો પાઠઃ ડિપ્રેશન, શરમ અને ગભરાટ જેવી પ્રકૃતિ તેમનામાં વિકસિત નથી થતી
અમેરિકાની પાર્ક યુનિવર્સિટીએ ભાઈ-બહેનના સંબંધને સમજવા માટે સિબલિંગ પ્રોગ્રામ શરૂ કર્યો અને પેન્સિલવેનિયા રાજ્યની 12 સ્કૂલોને સામેલ કરી. આ પ્રોગ્રામનું લક્ષ્યાંક હતુ કે ભાઈ-બહેનની જોડી મળીને કેવી રીતે નિર્ણય લે છે અને કેવી રીતે જવાબદારી નિભાવે છે. રિસર્ચમાં સામે આવ્યું કે, નાની ઉંમરેથી એકબીજાની સાથે રહેવામાં સમજ ઝડપથી વિકસે છે. ડિપ્રેશન, શરમ અને ગભરાટ જેવી પ્રકૃતિ તેમનામાં વિકસિત નથી થતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો