• Gujarati News
  • Lifestyle
  • Sister Finds Unique Way To Overcome Late Father's Shortage In A Tamil Nadu Wedding, Lost Bride's Smile By Gifting Her Idol

પૈસા કરતાં ખુશી મૂલ્યવાન:તમિલનાડુમાં લગ્નમાં સ્વર્ગીય પિતાની ગેરહાજરી દૂર કરવા બહેને અનોખી રીત શોધી, ભેટ તરીકે પિતાની પ્રતિમા આપી દુલ્હનના ચહેરા પર સ્મિત રેલાવ્યું

10 મહિનો પહેલા

પરિવારમાં કોઈના નિધન પછી તેમની હાજરીનો સંતોષ મેળવવા માટે કર્ણાટકમાં તેની એકદમ જીવંત લાગે તેવી લાઇફસાઇઝ પ્રતિમા બનાવવાનો રિવાજ ધીમે ધીમે વધી રહ્યો છે. તાજેતરમાં જ તમિલનાડુની લક્ષ્મીપ્રભાનાં લગ્નમાં તેના પિતાની પ્રતિમા મુકાયાની વાત ચર્ચામાં છે. લક્ષ્મી પ્રભાના પિતા આ દુનિયામાં નથી રહ્યા. લક્ષ્મીના લગન ટાણે પિતાની પિતાની ગેરહાજરીમાં ખૂબ દુખી રહેતી હતી. લગ્નની તૈયારીઓ જોઈને તે વધારે ભાવુક થઈ રહી હતી.

લક્ષ્મીને ઈમોશનલ જોઈ પરિવારના સભ્યોને ખબર પડી કે લક્ષ્મીને પિતાની ગેરહાજરીથી દુ:ખ થઈ રહ્યું છે. લક્ષ્મીની બહેન ભુવનેશ્વરીએ તેને ખુશ જોવા માટે એક અનોખી રીત શોધી. તેણે પિતાની પ્રતિમા બનાવી લક્ષ્મી પ્રભાને ભેટ આપી.

ભુવનેશ્વરીએ આ જીવંત લાગે તેવી પ્રતિમા બનાવવા માટે 6 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. તેને તૈયાર કરવામાં પણ ઘણો સમય લાગ્યો છે. ભુવનેશ્વરીએ કહ્યું કે મૂર્તિની કિંમત વધારે છે, પરંતુ હું મારી બહેનના ચહેરા પર સ્મિત જોવા માગું છું. તેની ખુશી સામે આ કિંમત કંઈ જ નથી. લગ્નના દિવસે પિતાની હાજરીનો અહેસાસ મેળવીને લક્ષ્મીપ્રભાની ખુશી અપાર હતી. તેણે પોતાના પતિ સાથે પિતાના આશીર્વાદ પણ લીધા. બહેનની ખુશી માટેનો ભુવનેશ્વરીનો પ્રયાસ સફળ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...