ડરામણો વીડિયો:શાંતિથી બેસેલાં કૂતરાંએ અચાનક કર્યો હુમલો, અણીદાર દાંતથી વીંધી નાખ્યો માણસનો હાથ

5 મહિનો પહેલા

કૂતરાં એમ તો ખૂબ જ સુંદર અને સીધા હોય છે, જ્યારે તેમને પંપાળવામાં આવે છે, ત્યારે તેઓ પૂંછડી હલાવીને તમારી નજીક આવી જાય છે, પરંતુ જ્યારે તેઓ મૂડમાં ન હોય અથવા તો તે કોઈ વસ્તુથી ચિડાઈ ગયેલા હોય કે પછી કોઈ અજાણી વ્યક્તિ તેમની પાસે આવે છે તો તે અન્ય પ્રાણીઓની જેમ કરડવામાં વાર નથી લગાડતો. આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આ વાતનો પુરાવો છે. આ વીડિયોમાં એક કૂતરાંનું રૌદ્ર સ્વરુપ તમને જોવા મળશે.

આ ડરામણાં વીડિયોવાળી પોસ્ટ્સ ટ્વિટર એકાઉન્ટ પર સંપૂર્ણ કટ શોટ દ્વારા મૂકવામાં આવી છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો (Husky dog attack man’s hand) પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક કૂતરો માણસ પર હુમલો કરે છે. આ વીડિયો જોઈને એકદમ ચોંકાવનારો છે, કે શાંતિથી બેઠેલો કૂતરો અચાનક કેવી રીતે રૌદ્ર સ્વરુપ લઈ શકે છે? આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે જો પ્રાણી ચૂપચાપ બેઠું હોય તો તેને ચીડવવું ન જોઈએ કારણ કે શક્ય છે કે ત્યારે તે હુમલો કરે. આવું જ કંઇક આ વીડિયોમાં બન્યું છે.

કૂતરાંએ હુમલો કર્યો
આ વીડિયોમાં એક હસ્કી બ્રીડનો કૂતરો બેઠો હોય છે અને કોઈપણ હલચલ કર્યા વગર એક જ દિશામાં જોતો જોવા મળે છે. અચાનક એક વ્યક્તિ તેની તરફ હાથ લંબાવે છે અને થોડી જ સેકન્ડમાં કૂતરો તેના હાથ પર ખરાબ રીતે હુમલો કરે છે. તે પોતાનું મોં ખોલી અણીદાર દાંતો વડે તેના હાથ પર બચકું ભરી લીધું. આ વીડિયો માત્ર 4 સેકન્ડનો જ છે, તેથી તે વ્યક્તિ સાથે શું થયું તે જાણી શકાયું નથી, પરંતુ તેણે જે રીતે વ્યક્તિ પર હુમલો કર્યો તે જોઈને લાગે છે કે તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હશે.

આ વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે હજારો લોકોએ લાઈક અને રિટ્વીટ કર્યું છે. આ સાથે જ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. ઘણાં લોકોએ કહ્યું કે, આ વીડિયો જોઈને તેઓ ડરી ગયા. જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે, ‘હસ્કી ડોગ્સ આવા ભયાનક હોય છે.’ એક વ્યક્તિએ કહ્યું કે, ‘આ વીડિયો એટલો ખતરનાક છે કે તે તે વ્યક્તિની કરડવાની પીડા અનુભવી રહ્યો છે.’ એક માણસે આશ્ચર્ય સાથે પૂછ્યું કે, ‘આખરે એ માણસને કૂતરાં તરફ હાથ લંબાવવાની શું જરૂર હતી!’