તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Shweta Verma And Her Husband's Venture 'Ginnys Planet', Seeing The Plight Of Their Crippled Child, Started This Work To Change People's Minds.

આંત્રપ્રિન્યોર કપલની સક્સેસ સ્ટોરી:શ્વેતા વર્મા અને તેના પતિનું વેન્ચર ‘ગિન્નીઝ પ્લેનેટ’, પોતાના દિવ્યાંગ બાળકની મુશ્કેલી જોઇને આ કામ શરુ કર્યું જેથી લોકોનાં વિચાર બદલાય

2 મહિનો પહેલા
અત્યાર સુધી 150 વર્કશોપનું આયોજન કરી ચૂક્યા છે
  • આ કપલ છેલ્લાં 2 વર્ષથી સોશિયલ વર્ક કરી રહ્યું છે
  • શ્વેતા પાસે PhD ડિગ્રી છે

શ્વેતા વર્મા અને જમાલ સિદ્દીકી દિવ્યાંગ બાળકોને મહેસૂસ કરાવવા નથી ઇચ્છતા કે તેઓ અન્ય કરતાં અલગ છે. આવા લોકો માટે તેમણે પોતાનું વેન્ચર ગિન્નીઝ પ્લેનેટની શરુઆત કરી. આ કપલ છેલ્લાં 2 વર્ષથી સોશિયલ વર્ક કરી રહ્યું છે. શ્વેતા પાસે PhD ડિગ્રી છે. અભ્યાસ પછી તેણે ડિસેબિલિટી રાઈટ્સ અને મેન્ટલ હેલ્થ પર ફોકસ કર્યું. વર્ષ 2016માં તેના દીકરાની મલ્ટિપલ કંડીશનની ખબર પડતા કામમાં બ્રેક આવી ગઈ. તેમના દીકરાની અનેક સર્જરી થઈ.

વર્ષ 2019માં ‘ગિન્નીઝ પ્લેનેટ’ની શરુઆત કરી
શ્વેતાએ કહ્યું, એક નવી માતા હોવાને નાતે દિવ્યાંગ દીકરાને સંભાળવામાં મને ઘણી તકલીફ થઈ. મેં આ માટે ટ્રેનિંગ લીધી હતી, પરંતુ આજે મેં ખુશી છે કે, મારો દીકરો સ્કૂલમાં નોર્મલ બાળકો સાથે ભળી જાય છે. કપલે વર્ષ 2019માં ‘ગિન્નીઝ પ્લેનેટ’ની શરુઆત કરી. જેથી તેઓ યુવાનો સાથે આ પ્લેટફોર્મના માધ્યમથી દિલ ખોલીને વાત કરી શકે. તેઓ ઢીંગલીના માધ્યમથી પોતાની વાતો અનેક લોકો સુધી પહોંચાડે છે. આ ડોલની 9 આંગળીઓ છે, તેને વરસાદ ગમે છે અને ફૂટબોલ રમવું ગમે છે.

જ્યારે બાળકો આ ઢીંગલીને પકડે છે ત્યારે તેઓ સમજી જાય છે કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં નાનો છે અને તેમાં માત્ર 4 આંગળીઓ જ છે. તે આ હાથથી જ વાત કરે છે. કપલનો મુખ્ય ઉદ્દેશ સ્ટોરીબુક્સ અને વર્કશોપના માધ્યમથી દિવ્યાંગો પ્રત્યે લોકોના વિચાર બદલવાનો છે. આ સ્ટાર્ટઅપ અત્યાર સુધી 150 વર્કશોપનું આયોજન કરી ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...