• Gujarati News
  • Lifestyle
  • Should Sex Toys Be Used? When Should I Take Emergency Contraceptive Pills After Unsafe Sex?

સેક્સ સિરિયસલી:શું સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરવો જોઈએ? અસુરક્ષિત સેક્સ પછી ઈમર્જન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ ક્યારે લેવી જોઈએ?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેક્સમાં એક્સપરિમેન્ટ કરતા રહેવાથી પતિ-પત્નીના રિલેશનમાં રોમાન્સ રહે છે, પરંતુ અનનેચરલ એક્સપરિમેન્ટ કરવાથી એકબીજાથી દૂર જવાનો વારો આવી શકે છે. આ પતિ-પત્ની બંને પર નિર્ભર રાખે છે કે તેઓ પોતાની સેક્સ લાઈફ કેટલી હેલ્ધી અને હેપ્પી બનાવવા ઈચ્છે છે. સેક્સ લાઈફ સાથે જોડાયેલા જે પ્રશ્નો તમે કોઈને પૂછી શકતા નથી તેનો જવાબ આપી રહ્યા છે સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે...

પ્રશ્ન: હું સેક્સ ટોય્ઝ વિશે જાણું છું, શું તેનો ઉપયોગ કરવો જોઈએ?
સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે ભારતમાં સેક્સ ટોય્ઝ વેચવા, ખરીદવા કે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ છે. જે લોકો સેક્સ ટોય્ઝ ખરીદે છે તેઓ ગ્રે માર્કેટમાંથી ખરીદે છે. જો કોઈ વિદેશથી ઓર્ડર આપ્યો હોય તો તે તેના ફંક્શન પર આધાર રાખે છે કે તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. ઘણા લોકોને સેક્સ ટોય્ઝના ઉપયોગ વિશે ખબર હોતી નથી અને અજાણ્યામાં જ તેઓ પોતાને નુકસાન પહોંચાડે છે. કોઈ ખરાબ ક્વોલિટીનું સેક્સ ટોય વાપરવાથી ઇન્ફેક્શન થઈ જાય છે. સેક્સ ટોય્ઝની ક્વોલિટી પર આધાર રાખે છે કે ઉપયોગ કરવો કે નહીં!!

પ્રશ્ન: મેં સાંભળ્યું છે કે, ઈમર્જન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ સવારે લેવાથી તેની અસર વધારે થાય છે, શું આ સાચું છે?
આ સત્ય નથી. તેનું નામ ઈમર્જન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ એટલા માટે છે કારણકે તેનો જલ્દી ઉપયોગ કરવામાં આવે. અસુરક્ષિત સેક્સ દરમિયાન મહિલા ગર્ભધારણ ના કરી લે તે માટે આ ગોળી લેવામાં આવે છે. મહિલા આ પિલ્સ જેટલી જલ્દી પીવાનું ચાલુ કરશે તેટલી તેની અસર વધારે થશે. આથી આનો ઉપયોગ જલ્દી કરવો જોઈએ. જો તમે બિનસલામત સેક્સ કર્યું છે અને તમારી પાસે પિલ્સ અવેલેબલ ના હોય તો ખરીદવા અને લેવામાં 12 કલાકથી વધારે સમય ના કરવો જોઈએ. હોર્મોનલ પિલ્સ લેવાથી ઘણીવાર એસિડિટી વધી જાય છે આથી તેનો ઉપયોગ ખાલી પેટે જ કરવો જોઈએ. ઈમર્જન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લેતા પહેલાં કંઈક ખાઈ લેવું જોઈએ. જો તમે ગર્ભનિરોધક દવાનો ઉપયોગ કરો છો તો રોજ એક લેવી અને આ પિલ્સ ભૂખ્યા પેટે ના લેવી જોઈએ.

ડૉ. રાજન ભોસલે, MD
પ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ
સેક્સ સિરિયસલી માટે તમે તમારા સવાલ આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો: db.women@dbcorp.in મેલ કરતાં સમયે ઈમેલના સબ્જેક્ટમાં સેક્સ સિરિયસલી અચૂક લખો.