અજાણ્યો ગનશોટ:‘બિલાડીના નખોરિયા’ સમજીને રાજસ્થાનની વ્યક્તિએ દુખાવો ઇગ્નોર કર્યો, એક્સ-રેમાં પાંસળીમાં બુલેટ ફંસાયેલી દેખાઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોક્સમાંથી એક બુલેટ ગાયબ થતા નેમી ચંદને શંકા ગઈ
  • ડૉક્ટરે તાબડતોબ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવ્યો

રાજસ્થાનમાં એક વ્યક્તિને થોડા દિવસથી છાતીમાં દુખાવો થતો હતો. આ વ્યક્તિએ બિલાડીના નખોરિયાનો દુખાવો સમજીને અવગણના કરી. દુખાવો તીવ્ર થતા એક્સ-રેમાં ખબર પડી કે તેની પાંસળીમાં ગનની બુલેટ ફંસાયેલી છે. ડૉક્ટરે સમયસર સર્જરી કરીને 35 વર્ષીય નેમી ચંદનો જીવ બચાવ્યો.

રાતે સૂતી વખતે પાંસળીમાં થોડો દુખાવો થયો
નેમી ચંદને પોતાને પણ ખબર નહોતી કે તેઓ ગન શોટ્સનો શિકાર થયા છે. આ ઘટના 16 સપ્ટેમ્બરની છે. રાતે સૂતી વખતે નેમી ચંદને પાંસળીમાં થોડો દુખાવો થયો, પણ તેમણે બિલાડીના નખોરિયાં હશે તેમ સમજીને ઇગ્નોર કર્યું.

બોક્સમાંથી બુલેટ ગાયબ હતી
સાત કલાક સુધી નેમી ચંદ પોતાના દુખાવા વિશે ભૂલી ગયા પણ જ્યારે તેમના રૂમ પાર્ટનરે બોક્સમાં બુલેટ ના જોઈ ત્યારે શંકા ગઈ. નેમી ચંદને સમજાઈ ગયું કે આ દુખાવો બિલાડીને લીધે નહીં પણ બુલેટને લીધે થતો હતો.

બોડી પર બુલેટ વાગી હોવાના કોઈ નિશાન નહોતા
17 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં એક્સ-રે કરતા નેમી ચંદની પાંસળીમાં બુલેટ હોવાની વાત ફાઇનલ થઈ ગઈ. ડૉક્ટરે સર્જરી કરીને બુલેટ કાઢી. શરીરની અંદર બુલેટ હોવા છતાં ક્યાંય લોહી વહેતું હોય કે પછી ઘાનાં નિશાનો નહોતા.રાનીવાડા પોલીસ સ્ટેશને નેમી ચંદની હત્યાના પ્રયાસ પર કેસ નોંધીને ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે. નેમી ચંદને આ બુલેટથી કોઈ નુકસાન નથી થયું. થોડા દિવસમાં તેમને રિકવરી આવી જશે.

આવી ઘટના કોઈ પ્રથમવાર નથી થઈ, આની પહેલાં અમેરિકામાં એક વ્યક્તિ નિતંબમાં તીવ્ર બીમારી સાથે સવારે ઉઠ્યો. હોસ્પિટલમાં જતા ખબર પડી કે કોઈકે તેની પર ફાયરિંગ કર્યું હતું અને તેના નિતંબમાં બુલેટ ફસાયેલી હતી.