• Gujarati News
  • Lifestyle
  • Shilajit Eliminates The Problem Of Women's Periods, Ayurveda Is Mentioning Its Many Other Benefits.

આયુર્વેદિક ઉપાય:શિલાજીત મહિલાઓની પિરિઅડ્સની સમસ્યાને દૂર કરે છે, આયુર્વેદચાર્ય તેના અન્ય ઘણા ફાયદા જણાવી રહ્યા છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિલાજીતનું નામ આવતા જ તેને પુરુષોની સેક્સુઅલ લાઈફ સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ આ આયુર્વેદિક ઔષધિ જેટલી પુરુષો માટે ઉપયોગી છે એટલી જ મહિલાઓ માટે પણ. જો કે, તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ. તે ઉપરાંત તેને લેતા પહેલા જરૂરી બાબતો જાણી લેવી, તેથી તેના ઉપયોગથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન પડે. આ વિશે ભાસ્કર વુમને વાત કરી ડાયટ હર્બ્સ ઈન્ડિયાની આયુર્વેદિક ફિઝિશિયન ડૉ. શ્રીલાલિથા અવિનાશ સાથે.

શું છે શિલાજીત?
શિલાજીત એક પ્રકારનું ખનિજ છે જે પાઉડર, કેપ્સ્યુલ અને ટેબલેટના ફોર્મમાં સરળતાથી મળી જાય છે. તેની સુગંધ લોકોને નથી ગમતી પરંતુ તેના ફાયદા તેને લોકપ્રિય અને ખાસ બનાવે છે. તેના પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર તેને બનાવવામાં ઘણા વર્ષો લાગી જાય છે અને તે ઘણા છોડને મિક્સ કરીને તૈયાર થાય છે. તે ઘણી શારીરિક સમસ્યાઓમાં ઉપયોગી છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ ઘણી દવાઓ બનાવવામાં કરવામાં આવે છે.

મહિલાઓ માટે કેમ વરદાન છે શિલાજીત?
તેના ફાયદા વિશે ડૉ.શ્રીલલિથા જણાવે છે કે જે મહિલાઓને અનિયમિત પિરિઅડ્સની ફરિયાદ હોય છે, તેમના માટે શિલાજીત અસરકારક છે. તેના સેવનથી હોર્મોનલ બેલેન્સ જળવાય રહે છે, જેનાથી મેન્સટ્રુઅલ સાઈકિલમાં અનિયમિતતાની સમસ્યા દૂર થાય છે.

જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં તકલીફ હોય તેમના માટે પણ આયુર્વેદના હિસાબથી શિલાજીત ફાયદાકારક સાબિત થાય છે. તે વંધ્યત્વની સમસ્યા દૂર કરે છે.

વધતી ઉંમરને રોકવા માટે મહિલાઓ મોંઘી ટ્રીટમેન્ટ અને કલાકો પાર્લરમાં સમય પસાર કરે છે. જો તેઓ એક્સપર્ટની સલાહથી નક્કી માત્રામાં શિલાજીત નિયમિત રીતે લેશે તો વૃદ્ધાવસ્થાના લક્ષણો અને કરચલીઓ દૂર થશે.

30 વર્ષની ઉંમર પછી જો મહિલાઓ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપે તો તેમના હાડકા કમજોર થવા લાગે છે. આવી સ્થિતિમાં શિલાજીતનું સેવન હાડકાને મજબૂત કરવામાં મદદગાર હોય છે.

વાળને સ્વસ્થ અને ગ્રોથ જાળવી રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાયચ છે. શિલાજીતમાં હાજર મેગ્નેશિયમ ડેન્ડ્રફને પણ કંટ્રોલ કરે છે.

આ સમસ્યાઓમાં શિલાજીતનું સેવન ન કરવું

તેના સેવનથી બ્લડ પ્રેશર ઘટી જાય છે. જો તમારું બ્લડ પ્રેશર પહેલાથી જ ઓછું રહે છે તો તેનું સેવન કરવાથી બચવું.

તેના વધારે ઉપયોગથી નશો થઈ શકે છે, તેથી સેવન પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

જો તમે કોઈ પ્રકારની શારીરિક અથવા માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું સેવન એક્સપર્ટની સલાહ વગર ન કરો.