અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક અલગ પ્રકારની માછલી મળી આવી છે. આ માછલીને માણસો જેવા દાંત છે. તેના મોઢામાં ઘણા ભાગોમાં માત્ર દાંત જ દાંત છે. માછલીનું વજન 4 કિલો છે. સામાન્ય ભાષામાં તેને શીપ્સહેડ ફિશ કહેવાય છે. આ પ્રકારની માછલી મોટાભાગે એટલાન્ટિક મહાસાગરમાં મળે છે.
દાંત શિકાર કરવામાં હેલ્પ કરે છે
મેરીલેન્ડમાં ડીપાર્ટમેન્ટ ઓફ નેચરલ રિસોર્સે જણાવ્યું કે, શીપ્સહેડ ફિશ દાંતના મામલે બધા કરતાં અલગ છે. તેના મોઢામાં 3 ફૂટ લાંબા દાંત હોય શકે છે અને આ બધા લાઈનમાં હોય છે. આ દાંત શિકાર કરવામાં મદદ કરે છે.
ક્રીપી લુકિંગ ફિશ પણ કહેવાય છે
માછલીની ગ્રે બોડી પર ડાર્ક સ્ટ્રિપ દેખાય છે. આથી તેને કંવિક્ટ ફિશ પણ કહેવાય છે. ન્યૂ યોર્કમાં તેણે ક્રીપી લુકિંગ ફિશથી ઓળખવામાં આવે છે. શીપ્સહેડ ફિશને સાઉથ મિલ્સમાં રહેતા નાથન માર્ટિને પકડી છે. માર્ટિને કહ્યું, માછલી પકડવામાં જે મહેનત થાય છે તેમાં ઘણી મજા આવે છે. આ એક મોટી માછલી હતી.
જ્યાં સુધી તેને હેરાન નહીં કરો ત્યાં સુધી કોઈ જોખમ નથી
કેલિફોર્નિયા એકેડમી ઓફ સાયન્સ કલેક્શનના મેનેજર ડેવિડ કેટેનિયાએ કહ્યું, જ્યાં સુધી આ માછલીને માણસો હેરાન ના કરે ત્યાં સુધી કોઈ જોખમ નથી. આની પહેલાં વર્ષ 2018માં પણ આવી જ એક માછલી સાઉથ કેરોલિનામાં પણ મળી હતી.
દાંતવાળી માછલીને શીપ્સહેડ નામ ક્યાંથી અને જેવી રીતે મળ્યું તે વિશે કોઈ જાણકારી નથી. દાંત હોવાને લીધે તેનું નામ આવું પડ્યું હોય તેવું બની શકે છે.
પોસ્ટ પર ફની કમેન્ટનો ઢગલો થયો
આ માછલીના ફોટો ફેસબુક પેજ જેનેટ્સ પિયરે 3 ઓગસ્ટના રોજ પોસ્ટ કર્યા હતા. 1500થી પણ વધારે લાઈક મળી અને 1300થી વધારે વખત પોસ્ટ શેર કરવામાં આવી. આ ફોટો જોઇને એક યુઝરે કમેન્ટ કરી કે, આ માછલીના દાંત તો મારા કરતાં પણ સારા છે. અન્ય યુઝરે લખ્યું, માછલી આ બત્રીસી ક્યાંથી લાવી?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.