તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Shauravi Malik Along With Meghna Narayan Started Making Food Products From Cereals For Children, This Idea Came In View Of The Needs Of Their Children

બે મમ્મીની સક્સેસ સ્ટોરી:શૌરવી મલિક અને મેઘના નારાયણે સાથે મળીને બાળકો માટે અલગ-અલગ અનાજમાંથી ફૂડ પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું, ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટથી ગ્રાહકોના દિલ જીત્યા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને મિત્રોના ઘરે બાળકોના જન્મ પછી તેમને હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ બનાવવાનો આઈડિયા આવ્યો
  • તેમની પ્રોડક્ટ્સમાં આર્ટિફિશિયલ કલર કે પછી ટ્રાન્સ ફેટ્સ ઉમેરેલું હોતું નથી

શૌરવી મલિકે તેની ફ્રેન્ડ મેઘના નારાયણ સાથે મળીને ઓક્ટોબર 2016માં બ્રાન્ડ સ્લર્પ ફાર્મની શરૂઆત કરી. સુપર માર્કેટમાં બાળકો માટે મળતા મોટાભાગના પ્રોડક્ટ્સ ચોખા કે પછી ઘઉંમાંથી બનાવેલા હોય છે. તેમાં ટ્રાન્સ ફેટ્સ અને સાકર હોય છે જે હેલ્ધી ઓપશન નથી. આ વાત જાણ્યા પછી તેમને સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો. મેઘનાએ કહ્યું, આપણા દેશનું ફૂડ કલ્ચર ઘણું રિચ છે. અહીં અલગ-અલગ વેરાયટીના અનાજ મળે છે, પરંતુ રેડી ટુ ઈટ માર્કેટમાં આ અનાજો દેખાતા નથી.

શરૂઆતમાં સ્ટાર્ટઅપ માટે હિંમત ના આવતા નોકરી ચાલુ રાખી
મેઘના શૌરવીને પ્રથમવાર લંડનમાં એક દિવાળી પાર્ટી દરમિયાન મળી હતી. અહીં બંનેએ એકબીજા સાથે બિઝનેસ આઈડિયા ડિસ્ક્સ કર્યો હતો, પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરવું બંનેને મુશ્કેલ લાગ્યું અને પોતપોતાની જોબમાં વ્યસ્ત થઇ ગઈ.

બંને બહેનપણીઓ અલગ-અલગ જગ્યાએ ભણી
મેઘનાએ બેંગલુરુમાં અભ્યાસ કર્યો છે. તે નેશનલ લેવલની સ્વિમર છે. ઓક્સફોર્ડમાં અભ્યાસ માટે સ્કોલરશિપ મળ્યા પછી તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં MBA કર્યું. શૌરવીએ દિલ્હીમાં અભ્યાસ કર્યો. તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈકોનોમિકસનો અભ્યાસ કર્યો. આ બંનેએ ઉમંગ ભટ્ટાચાર્યનું સ્લર્પ ફાર્મ જોઈન કર્યું. અહીં કામ કરતી વખતે જ બંને મિત્રોએ તેમના બાળકને જન્મ આપ્યો અને ઘણી બધી વસ્તુઓ અને વિચાર બદલાયા.

પ્રિઝર્વેટિવ ફ્રી પ્રોડક્ટ્સ બનાવી
એક મા તરીકે માર્કેટમાં તેમને ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સના ઓપ્શન ઓછા લાગ્યા. તેમણે બાળકો માટે ઘરે વેજીટેબલ પ્યોરી બનાવવાનું શરૂ કર્યું. એ પછી સ્લર્પ ફાર્મ બ્રાન્ડ હેઠળ હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટના ઘણા ઓપ્શન રેડી કર્યા. તેઓ આ પ્રોડક્ટ્સમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી. તેમાં આર્ટિફિશિયલ કલર કે પછી ટ્રાન્સ ફેટ્સ પણ એડ હોતું નથી. તેમની પ્રોડક્ટ્સમાં ખિચડી મિક્સ, ઓટ્સ, બાજરાની પેનકેક, વેફલ મિક્સ, બનાના એન્ડ ચોકલેટ ચિપ પેનકેક અને બીટરુટ ઓટ્સ ઢોસા સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...