પાપ માણસનું, ભોગવે માછલીઓ:40% શાર્ક અને સ્ટિંગ રે માછલીઓ લુપ્ત થવાને આરે, કારણ-ક્લાઈમેટ ચેન્જ અને બેફામ શિકાર, 8 વર્ષમાં જોખમ ડબલ થયું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્લાઈમેટ ચેન્જની અસર જાણવા માટે માછલીઓ પર 8 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું
  • પ્રદૂષણથી શાર્ક અને રે જેવી માછલીઓ પર સ્ટ્રેસ વધે છે

દુનિયામાં અવેલેબલ 40% શાર્ક અને માછલીઓ લુપ્ત થવાને આરે છે. તેનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. તેને લીધે જરૂર કરતાં વધારે માછલીઓ જીવ ગુમાવી રહી છે. માછલીઓ પર 8 વર્ષ સુધી થયેલા રિસર્ચમાં ખબર પડી કે, વર્ષ 2014માં તેમનું લુપ્ત થવાનું જોખમ 24% હતું, હવે તે વધીને ડબલ થઇ ગયું છે.

સંશોધકે કહ્યું કે, માછલીઓ માટે ક્લાઈમેટ ચેન્જ જોખમ બની ગયું છે. તેમના રહેવાની જગ્યા અને સમુદ્રના તાપમાનમાં પણ વધારો થયો છે. આવો દાવો આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના રિસર્ચ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2014માં 1041માંથી 181 માછલીઓના લુપ્ત થવાનું જોખમ હતું તે વધીને 391 થઇ ગયું છે. તેમની ઘટતી સંખ્યાનું એક કારણ પ્રદૂષણ પણ છે. પ્રદૂષણથી શાર્ક અને રે જેવી માછલીઓ પર સ્ટ્રેસ વધે છે. તે 6.9% સુધી આવી માછલીઓ પર ખરાબ અસર પાડે છે.

અહીં માછલીઓ માટે વધારે જોખમ છે
સંશોધકે કહ્યું, ક્લાઈમેટ ચેન્જનું તાપમાન વધવાથી માછલીઓની અમુક પ્રજાતિઓ પર લુપ્ત થવાનું જોખમ વધારે છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ-મધ્ય ભારતના સમુદ્ર અને ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં. આ વિસ્તારમાં દુનિયાભરની ત્રણ ચતુર્થાંશ પ્રજાતિઓ રહે છે. આ બધા પર જોખમ મંડરાઈ રહ્યું છે.

85 વર્ષોથી માછલીઓની 3 પ્રજાતિઓ દેખાઈ નથી
છેલ્લા 85 વર્ષોથી માછલીઓની ત્રણ એવી પ્રજાતિઓ પણ છે જે હાલ ક્યાંય દેખાતી નથી. તેમાં લૉસ્ટ શાર્ક, જાવા સ્ટિંગારી અને રેડ સી ટોરપીડો સામેલ છે. વર્ષ 1868થી જાવા સ્ટિંગારી, 1898થી રેડ સી ટોરપીડો અને 1934થી લૉસ્ટ શાર્ક દેખાઈ નથી.

સંશોધક નિકોલસ ડુલ્વીએ કહ્યું કે, આ માછલીઓ પછી હવે પછીનું જોખમ ઉભયજીવી પ્રાણીઓ પર છે. જે રીતે માછલીઓ પર જોખમ વધી રહ્યું છે તેની અસર આખી દુનિયામાં ઘણા દેશોના સમુદ્ર પર પડશે. સમુદ્રની સમગ્ર ઇકોસિસ્ટમ પર અસર થશે.

માછલીઓના બચ્ચાં સમય પહેલાં જન્મી રહ્યા છે
ક્લાઈમેટ ચેન્જ અને માછલીઓ પર ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ વધુ એક રિસર્ચ કર્યું છે. નેચર સાયન્ટિફિક રિપોર્ટ જર્નલમાં છપાયેલા રિસર્ચ પ્રમાણે, જેમ-જેમ સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે તેમ તેની અસર અહીં રહેતા સમુદ્રજીવ પર પડી રહી છે. આ ચેન્જને લીધે શાર્ક માછલીઓના બચ્ચાનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થઇ રહ્યો છે. તેમનામાં પોષણની કમી પણ હોય છે. તેને પરિણામે તેમનું જીવિત રહેવું વધારે મુશ્કેલ થઇ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જની અસર તેમના આકાર પર પણ પડી રહી છે. તેમનું કદ ઘટી રહ્યું છે.