• Gujarati News
  • Lifestyle
  • Sharing A Netflix Password Can Lead To Jail Time, Not Getting Married, Not Getting A Hotel Room

જો તોડ્યાં નિયમ તો ભોગવવી પડશે સજા:નેટફ્લિક્સનો પાસવર્ડ શેર કર્યો તો થઈ શકે છે જેલ, પરણિત નથી તો નહિ મળે હોટેલમાં રુમ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક દેશનાં પોતાનાં નીતિ-નિયમો હોય છે પણ કોઈ-કોઈ જગ્યાએ નિયમો એટલાં વિચિત્ર હોય છે કે, તમે પણ વિચારમાં પડી જાવ છો કે, આવું પણ કંઈ હોતું હશે. આવાં વિચિત્ર નિયમો જો અજાણતાં પણ તૂટી જાય તો તમારે તેની ખૂબ જ ભારે સજા ભોગવવી પડે છે. કોઈ જગ્યાએ પતંગ ચગાવવા માટે દંડ ભરવો પડે છે તો ક્યાંક હાઈ હીલ્સ પહેરવાં પર પ્રતિબંધ. દરેક વાતને લઈને અજીબોગરીબ નિયમો બનાવવામાં આવ્યા છે. આજે દુનિયાનાં અમુક વિચિત્ર નિયમો વિશે જાણીએ.

પત્નીનો જન્મદિવસ ભૂલી જવા પર જેલ થઈ
સિંગાપુરમાં પત્નીના જન્મદિવસને ભૂલવો એ કાયદેસરનો ગુનો ગણવામાં આવે છે. અહીં જો કોઈ પતિ પોતાનો જન્મદિવસ ભૂલી જાય તો તેની પત્ની પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરી શકે છે. પોલીસવાળાં આવીને પતિની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દે છે. આ ગુનો કરવા બદલ તેમને જેલ અને દંડ બંને થઈ શકે છે.

હાઈ હીલ્સ પહેરવા પર પ્રતિબંધ
કેલિફોર્નિયાના કારમેલનો પણ એક અનોખો કાયદો છે. અહીં મહિલાઓને હાઈ હીલવાળા શૂઝ પહેરવાની છૂટ નથી. અહીં જતાં પહેલાં એકવાર જરુર ચેક કરી લેવું કે તમે ભૂલથી ક્યાંક હાઈ હિલ્સ તો નથી પહેર્યા ને? વર્ષ 2009માં અહીં એક નિયમ બનાવવામાં આવ્યો હતો, જે મુજબ એક્રોપોલિસમાં હાઇ હીલ્સ પહેરવા પર પ્રતિબંધ છે.

હંમેશાં હસતાં રહેવું જરૂરી છે
ઈટલીમાં મિલાન નામની એક જગ્યા છે, જ્યાં લોકોને હંમેશા હસતાં રહેવું પડે છે. જો કોઈ એવું ન કરે તો તેમને દંડ કરવામાં આવે છે.

લગ્ન વગર રૂમ મળતાં નથી
કૈરોલિનામાં લગ્ન વગર કપલ હોટલમાં રૂમ નથી લઈ શકતું. જો તેઓ દાવો કરે છે કે, બંને પરિણીત છે તો તેણે તેને કાયદાકીય રીતે સાબિત કરવું પડશે નહીં તો તમને ક્યાંય રૂમ નહીં મળે. જો તમે વિવાહિત દંપતી નથી તો તમને અહીં રૂમ મળવામાં પરેશાની થઈ શકે છે.

ભાલૂ બનેલ ટી-શર્ટ પર પ્રતિબંધ
પોલેન્ડમાં ‘પૂહ’ નામનાં કાર્ટુનની ટી-શર્ટ પહેરવાં પર પ્રતિબંધ છે, તેની પાછળનું કારણ એ છે કે ભાલૂ પેન્ટ પહેરતું નથી. આ કારણે પોલેન્ડે રમતનાં મેદાનો અને શાળાઓની આસપાસ ‘વિની ધ પૂહ’ ટી-શર્ટ પહેરવાં પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જાપાનમાં મેદસ્વીપણાં પર પ્રતિબંધ
જાપાનમાં જાડાં હોવું એ ગુનો છે. જાપાનના લોકો ખૂબ જ સંતુલિત ખોરાક ખાય છે. અહીં 40થી 75 વર્ષની ઉંમરના લોકો પર નજર રાખવામાં આવે છે, સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તેમની કમરનું કદ વધે નહીં અને તેઓ હંમેશા ફિટ રહે.

નકલ કરવાં પર સજા મળી શકે છે.
ફ્લોરિડાંનાં મિયામી શહેરમાં પ્રાણીઓની નકલ કરવા પર સજા મળી શકે છે. અહીં પ્રાણીઓની નકલ કરવી ગુનો માનવામાં આવે છે.

બુદ્ધ સાથેની સેલ્ફી પર પ્રતિબંધ
શ્રીલંકામાં બુદ્ધ સાથે સેલ્ફી લેવાની મનાઈ છે. જોકે બુદ્ધનું ટેટૂ બનાવવું ગેરકાનૂની નથી.

શર્ટલેસ થવા પર દંડ ભરવો પડશે
બાર્સિલોનામાં જો કોઈ શર્ટલેસ થાય તો તેને ગુનો માનવામાં આવે છે. જો કોઈ આમ કરતાં નજરે પડે તો તેમણે 23 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

વોટર પિસ્તોલ પર પ્રતિબંધ
કંબોડિયામાં નવા વર્ષના દિવસે કોઈપણ વોટર પિસ્તોલનો ઉપયોગ કરી શકશે નહીં. વાસ્તવમાં કંબોડિયામાં ન્યૂ યર સેલિબ્રેશનનો એટલો ક્રેઝ છે કે અહીં મોટી ઉજવણી પહેલાં વોટર પિસ્તોલનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.

પતંગ ઉડાવવું ગેરકાયદેસર
ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયામાં પતંગ ઉડાવવી ગેરકાનૂની માનવામાં આવે છે. તમે અહીંના જાહેર સ્થળો પર પતંગ ઉડાવી શકતાં નથી.

નશામાં ધૂત થઈને ઘોડાં પર સવારી કરવી ગુનો
સ્કોટલેન્ડમાં નશામાં ધૂત થઈને પર ઘોડાં સવારી કરવી ગેરકાયદેસર માનવામાં આવે છે. આ કાયદા હેઠળ જ જ્યારે તમે નશામાં હોવ ત્યારે તમે લોડેડ ગન પણ સાથે રાખી શકતાં નથી.

કબૂતરોને દાણાં ખવડાવવાની સજા
કબૂતરોને દાણાં ખવડાવવાનો રિવાજ લગભગ તમને દરેક જગ્યાએ જોવા મળશે, પરંતુ જો સિંગાપોરમાં કોઈ આવું કરતાં પકડાય તો લગભગ 33 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

કચરો ફેંકવા બદલ દંડ
સિંગાપોરમાં ગમે ત્યાં કચરો ફેંકવા અને ગમે ત્યાં થૂંકવા પર લગભગ તમારે 65,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

ટ્રાફિકના નિયમો તોડવા બદલ લાખો રુપિયાનો દંડ
ભારતમાં ટ્રાફિક સિગ્નલો તોડવાં એ સામાન્ય બાબત છે, પરંતુ સિંગાપોરમાં આવું કરવા પર તમારે અંદાજે 1 લાખ 29 હજારનો દંડ ભરવો પડી શકે.

તમારા પોતાનાં જ દેશમાં પ્રવાસ કરવા માટે મંજૂરી લેવી પડે
ઉત્તર કોરિયામાં લોકોએ પોતાનાં જ દેશમાં પ્રવાસ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે.

જો નેટફ્લિક્સનો પાસવર્ડ શેર કર્યો છે તો તેને જેલ થઈ શકે છે
અમેરિકાના ટેનેસીમાં નેટફ્લિક્સના પાસવર્ડ શેર કરવાની કાયદાકીય રીતે મનાઈ છે, માત્ર નેટફ્લિક્સ જ નહીં, પરંતુ સબસ્ક્રિપ્શન મોડલ પર કામ કરતી કોઈપણ પ્રકારની એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટનો પાસવર્ડ શેર કરવા પર પ્રતિબંધ છે.