મૂછ અને દાઢીવાળી મહિલા... આ કમેન્ટ સાંભળીને કોઈપણ મહિલાને વિચિત્ર લાગવું સ્વાભાવિક છે, પરંતુ કેરળ અને યુકેમાં એવી અમુક મહિલાઓ છે કે જેમને આવી કમેન્ટ જરાપણ વિચિત્ર લાગતી નથી, કારણ કે તેમાં તેમને ન તો કોઈ શરમ આવે છે કે, ન તો લોકો શું કહેશે તેનો ફરક પડે છે. તો જાણી લો કેરળ અને યુકેની આ બે મહિલાઓ વિશે કે જેમણે પોતાનાં ચહેરાં પરનાં વાળને પોતાનાં જીવનનો હિસ્સો બનાવી લીધો અને વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી.
શાઇઝાને તેની મૂછ પસંદ છે
કેરળનો કન્નુર જિલ્લો શાઈઝા (35 વર્ષ)ની છે. તેની વાંકડિયા વાળવાળી આ મૂછો જોઈને કોઈ તેની મજાક ઉડાવશે તો અમુક લોકોને થોડું આશ્ચર્ય થશે, પરંતુ શાઈઝા કહે છે, કે તેને આ બધાથી કશો જ ફરક પડતો નથી. તેણે પોતાનાં વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂછો સાથેની પોતાની એક ફોટો પોસ્ટ કરી હતી અને કેપ્શન લખ્યું હતું કે તેને તેની મૂછો ખૂબ જ પસંદ છે. ઘણા લોકો પૂછે છે, ‘તમારી પાસે મૂછો શા માટે છે?’ ‘મને તે ગમે છે’ એ હંમેશાં મારો જવાબ હોય છે.
આઈબ્રો ઠીક કરાવવા માટે જાય છે, પરંતુ મૂછો એમ જ રાખે છે
ઘણી સ્ત્રીઓની જેમ તેનાં નાક નીચે પહેલાં આછા વાળ હતાં. શાઈઝા ઘણીવાર તેના ભમરના વાળને ઠીક કરાવવા માટે જાય છે, પરંતુ તે કહે છે કે તેણે ક્યારેય તેના ઉપલા હોઠ ઉપરના વાળને દૂર કરવાનું વિચાર્યું ન હતું, પરંતુ લગભગ 5 વર્ષ પહેલાં અચાનક તેનાં વાળ જાડી મૂછોમાં ફેરવાઈ ગયા હતાં. શાઈઝાને તેનાથી કઈ જ ફરક પડતો નથી. તેણે તેને મૂછો તરીકે રાખવાનું નક્કી કર્યું.
કેટલાક લોકોએ શાઈઝાને મૂછો હટાવવાની સલાહ પણ આપી પણ તેમણે ના પાડી દીધી. તેણી કહે છે કે,‘મને એવું નથી લાગતું કે મારાં ચહેરાં પર મૂછ કે બીજુ કંઈપણ હોવાથી મારી સુંદરતા પર કોઈપણ પ્રભાવ પડશે.’ શાઈઝાએ એક દાયકાથી વધુ સમયમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પહેલાં તેણે તેનાં બ્રેસ્ટ(સ્તન)માં રહેલી એક ગાંઠ દૂર કરાવી. પાંચ વર્ષ પહેલાં એણે હિસ્ટરક્ટૉમીની સર્જરી કરાવી હતી.
દીકરીમાં લાવવા માગે છે પોતાના જેવું એટિટ્યૂડ
જ્યારે શાઈઝાનાં લગ્ન થયા ત્યારે તે તમિલનાડુ જતી રહી જ્યાં તેને એક અલગ જ પ્રકારની સ્વતંત્રતાનો અહેસાસ થયો. શાઈઝા કહે છે કે, નવી જગ્યાએ મને કોઈ ઓળખશે નહીં કે ના તો મારાં પર કોઈ કમેન્ટ કરશે નહીં. હું રાતના સમયે પણ આરામથી બહારથી નીકળી શકતી હતી. હવે હું મારી દીકરીમાં પણ મારા જેવો એટિટ્યૂડ લાવવાનો પ્રયાસ કરી રહી છું.
યુકેમાં પંજાબી મહિલાએ ચહેરા પર દાઢી અને મૂછો રાખી
શાઈઝા પહેલાં હરનામ પોતાની રીતે વિદેશમાં રહેનારી મહિલા તરીકે ફેમસ થઈ ચૂકી છે. હરનામ કૌર ભારતીય મૂળની મહિલા છે અને ઇંગ્લેન્ડમાં રહે છે. હરનામ તેની દાઢી મૂછોથી જરાપણ ઓકવર્ડ અનુભવતી નથી.
11 વર્ષની ઉંમરમાં જ ચહેરા પર વાળ ઉગવા લાગ્યા હતા
જ્યારે તે શાળામાં ભણતી હતી ત્યારે 11 વર્ષની ઉંમરે તેના શરીર પર વાળ બહાર આવવા લાગ્યા હતાં. તેના ચહેરાં પર દાઢી-મૂછો નીકળવા લાગી પછી ધીમે-ધીમે વાળ છાતી સુધી ફેલાઈ ગયા. આ બધું જોઈને હરનામ અને તેની ફેમીલી પરેશાન થઈ ગઈ હતી. તે સમજી શક્યા નહીં કે આ બધું અચાનક કેવી રીતે થવાનું શરૂ થયું? હરનામના મિત્રોએ તેનાથી અંતર બનાવી લીધું હતું. બાદમાં ડૉક્ટરને મળ્યા બાદ ખબર પડી કે હરનામ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ બીમારીમાં શરીરમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સના કારણે હોર્મોનલ ચેન્જિસ થાય છે. આ કારણે કેટલીક વાર મહિલાઓનાં શરીર પરનાં વાળ પણ ઝડપથી વધવા લાગે છે. હરનામને બાળપણથી જ આ બીમારી થઈ હતી.
મોડેલિંગની દુનિયામાં કમાયેલા નામ
શરૂઆતમાં તો તે પોતાના વધતા વાળથી ખૂબ જ પરેશાન હતી, પરંતુ પાછળથી તેણે પોતાનાં આ વાળ સાથે મોડેલિંગ કરવાનું નક્કી કર્યું. 27 વર્ષીય હરનામ હવે શીખ લાગી રહી છે. કોઈ તેમને જોશે અને કહેશે કે હરનામ શીખ છે. આજે હરનામને મોટી સંખ્યામાં લોકો ઓળખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.