• Gujarati News
  • Lifestyle
  • Shahnaz Hussain Talks About The Benefits Of Cooling Face Packs And Scrubs Beneficial For The Skin, Lemon And Sugar Will Remove Sun Tanning

સુંદરતા વધારવાની નેચરલ રીત:શહેનાઝ હુસૈન સ્કિન માટે ફાયદાકારક કુલિંગ ફેસ પેક અને સ્ક્રબના ફાયદા વિશે જણાવી રહ્યા છે, લીંબુ અને ખાંડથી સન ટેનિંગ દૂર થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોનસૂનમાં જ્યારે ત્વચાની સંભાળની વાત આવે છે તો ઘરમાં સરળતાથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને હર્બલ પેક તૈયાર કરી શકાય છે. જેમ કે, ગુલાબજળ એક સારું સ્કિન ટોનિક છે. એક વાટકીમાં ઠંડું ગુલાબજળ લો અને તેમાં કોટન પેડ્સ પલાળી રાખો. સ્કિનને ટોન કરવા, બ્લડ સર્ક્યુલેશન સુધારવા અને સ્કિનને ચમકદાર બનાવવા માટે આ ઠંડા ગુલાબજળના પેડથી ચહેરો સાફ કરવો. ઠંડક અને તાજગી મહેસૂસ કરવા માટે આ પેડથી દિવસમાં ઘણી વખત સ્કિનને સાફ કરો. આર્યુવેદના અનુસાર, ઘણી કડવી વસ્તુઓ સ્કિનને ઠંડક આપે છે જેમ કે કારેલા અને લીમડાના પાંદડા.

સ્કિનની સંભાળ રાખવા માટે તમે ગ્રીન ટી અથવા કાકડીના રસ જેવી નેચરલ વસ્તુઓથી આઈસ ક્યુબ્સ પણ બનાવી શકો છો. તેના માટે ગ્રીન ટી બનાવો. તેને આઈસ ટ્રેમાં નાખીને ફ્રિજરમાં રાખી દો. કાકડીના રસને આઈસ ટ્રેમાં નાખીને જામવા દો. આંખોની નીચે કાળા કુંડાળાને ઓછા કરવા માટે આ ક્યુબ્સને આંખોની આસપાસ થોડી સેકન્ડ માટે લગાવો. કાકડીના રસથી બનેલા આઈસ ક્યુબ્સ લગાવવાથી સ્કિનના પોર્સ બંધ થઈ જાય છે અને ઓઈલનું સીક્રિશન ઓછું થઈ જાય છે. એલોવેરાના આઈસ ક્યુબ્સ બનાવીને ચહેરા પર લગાવી શકાય છે. તેને તડકામાં નીકળતા પહેલા અને સન બર્ન બાદ લગાવવાથી સ્કિનને આરામ મળે છે. દેશના જાણીતા બ્યુટિશિયન શહેનાઝ હુસૈના પાસેથી જાણો કૂલિંગ પેક અને સ્ક્રબ વિશેઃ

  1. કાકડીના રસ અને તરબૂચને બે ચમચી પાઉડર દૂધ અને એક ઈંડાના સફેદ ભાગની સાથે મિક્સ કરો. ચહેરા અને ગરદન પર લગાવો અને અડધા કલાક બાદ પાણીથી ધોઈ લો.
  2. ગ્રીન ટીનો પાઉડર બનાવી લો અને તેમાં દહીં અને થોડી એલોવેરા જેલ મિક્સ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો અને થોડી મિનિટ માટે રાખો. ધીમેથી સ્ક્રબ કરો અને પાણીથી ધોઈ લો.
  3. એક ચમચી મુલતાની માટીને ગુલાબ જળમાં મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને સૂકાઈ જાય ત્યારે ધોઈ લો. મુલતાની માટી ઠંડક આપે છે અને ઓઈલ ઓછું કરે છે.
  4. લીંબુનો રસ અને ખાંડથી સારું સ્ક્રબ બનાવી શકાય છે. તેને પહેલા હાથ પર અજમાવો. સ્ક્રબ કરતા પહેલા લીંબુના રસમાં ખાંડ મિક્સ કરો. સ્કિન પર ધીમે ધીમે રબ કરો અને પાણીથી ધોઈ લો. તે ઠંડક આપે છે. તેનાથી ટેનિંગ દૂર થાય છે.
  5. સ્કિનને ટોન કરવા માટે કાકડીના રસમાં ગુલાબજળને સમાન માત્રામાં મિક્સ કરીને લગાવો. તેને 20 મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લો.
  6. સ્કિનને ચમકદાર બનાવવા માટે નારિયેળ પાણી અથવા નારિયેળના દૂધનો ઉપયોગ કરવો. તેનાથી ટેનિંગ દૂર થાય છે અને સ્કિનની શાઈનિંગ વધે છે. તેને સ્કિન પર લગાવીને 20થી 30 મિનિટ માટે રાખી મૂકો. પછી સાદા પાણીથી ધોઈ લો.