તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Shahnaz Hussain Explains How To Get Rid Of Dandruff Easily,Applying Paste Of Neem Leaves Will Also Benefit

એક્સપર્ટ ટિપ્સ:ડેન્ડ્રફ દૂર કરવાની સરળ રીતે જણાવી રહ્યા છે શહેનાઝ હુસૈન, વાળમાં લીમડાના પાંદડાની પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ડ્રફથી બચવા માટે ત્વતા પર રૂથી નોન ઓઈલી હર્બલ હેર ટોનિક લગાવવું ફાયદાકારક છે
  • ડેન્ડ્રફને રોકવા માટે સપ્તાહમાં એક વખત મહેંદી લગાવવાથી પણ ફાયદો છે

આપણા માથાની ત્વચામાં થતો ડેન્ડ્રફ સામાન્ય સમસ્યા છે. તેનાથી બચવા માટે ત્વતા પર રૂથી નોન ઓઈલી હર્બલ હેર ટોનિક લગાવવું ફાયદાકારક છે. તેને લગાવવા માટે વાળને મૂળથી અલગ કરો અને માથાની ત્વચા પર લગાવો. સામાન્ય ડેન્ડ્રફને રોકવા માટે અને તેનાથી બચવા માટે હોટ ઓઈલ થેરપી એક ઉપયોગી ઘરેલુ ઉપચાર છે. તે માથાની ત્વચાની શુષ્કતાથી પણ છૂટકારો અપાવે છે અને ત્વચાના છિદ્રોને બંધ થવાથી રોકે છે.

ઓલિવ ઓઈલ અથવા નારિયેળ તેલ ગરમ કરો અને રૂની મદદથી માથાની ત્વચા પર લગાવો. માથામાં ડેન્ડ્રફ થવાને કારણે થયેલા પોપડાને દૂર કરવા માટે ધીમેથી ઘસો. ત્યારબાદ ગરમ પાણીમાં ટૂવાલ પલાળીને અને નીચોવીને માથા પર પાઘડીની જેમ વીંટાળી લો. તેને પાંચ મિનિટ સુધી રાખો. તેને પાંચ મિનિટ સુધી રાખો અને આ પ્રોસેસ ત્રણથી ચાર વખત કરવી. તેનાથી તમારા વાળ અને મૂળમાંથી તેલ સારી રીતે શોષાઈ જશે.

વાળમાં તેલને સારી લગાવીને રહેવા દો. બીજા દિવસે સવારે એક લીંબુનો રસ માથાની ત્વચા પર લગાવો અને અડધા કલાક બાદ વાળને ધોઈ લો. આવું સપ્તાહમાં એક કે બે વખત કરો. ડેન્ડ્રફ થવા પર વાળને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વખત ધોવા જોઈએ. ઓછામાં ઓછા શેમ્પૂનો ઉપયોગ કરીને પાણીથી વાળને સારી રીતે ધોઈ લો. તેના માટે હળવા હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો. એક મગ પાણીમાં બે મોટી સફરજન સીડર મિક્સ કરો અને શેમ્પૂ કર્યા બાદ રિન્સની જેમ વાળમાં લગાવો. અહીં જણાવેલા અન્ય ઉપાયો પણ તમને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે.

મેથીના દાણા
એક ચમચી મેથીના દાણાને અધકચરા પીસી લો અને બે કપ ઠંડા પાણીમાં પલાળી દો. તેને આખી રાત પલાળી રાખો. હવે ગરણી વડે ગાળી લો અને શેમ્પૂ કર્યા બાદ છેલ્લે પાણીને વાળમાં નાખો.

લીમડાનાં પાંદડા
ચારથી પાંચ કપ ગરમ પાણીમાં બે મુઠ્ઠી લીમડાના પાંદડા નાખો. તેને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે સવારે ગાળી લો અને છેલ્લે વાળમાં તેનો ઉપયોગ કરો. તે ખંજવાળથી રાહત આપે છે અને માથાની ત્વચાને સ્વસ્થ અને સંક્રમણથી મુક્ત રાખે છે. પલાળેલા લીમડાના પાંદડાની પેસ્ટ બનાવી લો અને વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ અડધો કલાક બાદ પાણીથી ધોઈ લો.

મહેંદી પાઉડર
ડેન્ડ્રફને રોકવા માટે સપ્તાહમાં એક વખત મહેંદી લગાવવાથી પણ ફાયદો છે. મહેંદી પાઉડરમાં ચાર ચમચી લીંબુનો રસ અને કોફી, 2 કાચા ઈંડા, એક ચમચી મેથીના દાણાનો પાઉડર અને પર્યાપ્ત માત્રામાં ચાનું પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ઉપયોગ કરવામાં આવેલી ચાની ભૂક્કીને ફરીથી પર્યાપ્ત પાણીમાં ઉકાળી લો, ઠંડી કરીને ગાળીને ચાનું પાણી બનાવો. મહેંદીને વાળમાં લગાવીને એક કલાક બાદ ધોઈ લો. જો તમે ઈંડાનો ઉપયોગ કરવા નથી માગતા તો ચાનું પાણી વધારે નાખો. તે ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે અને ચમકદાર બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...