તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ કોચની લાઈફ:‘સેક્સ કોચિંગ આપવું સરળ નથી, સંબંધીઓએ અળગી રાખી તો દુનિયાએ અવેલેબલ સમજી’

મીના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્સ્યુઆલિટી કોચ પલ્લવી બર્નવાલે તેમના કડવા-મીઠા અનુભવ શૅર કર્યા

‘હું પલ્લવી બર્નવાલ સેક્સ્યુઆલિટી કોચ છું. સેક્સ કોચ.. ! હું જ્યારે પણ કોઈને મારા વિશે કહું છું કે લોકો મારું કામ જુએ છે તો તેમનું પ્રથમ રિએક્શન આવું જ હોય છે. ઘણા એવા મહાનુભાવો છે જે મારું ઇન્ટ્રોડક્શન સાંભળીને ઉપરથી તો ઇન્ટેલેક્ચયુઅલ સ્માઈલ આપશે, પણ અંદરથી શરીરની ભૂખ કૂદકા મારતી હશે. આ ભૂખ સૂટ-બૂટની ટાઈમાંથી ઉતરે ત્યારે પેનિસના ફોટોની સાથે મારા વ્હોટ્સએપ પર દેખાય છે.

આ તો પ્રોફેશનલ લાઈફનો અનુભવ છે, પરંતુ મારા પરિવારમાં ખબર પડી કે મારે સેક્સ કોચ બનવું છે ત્યારે કોઈએ મને સપોર્ટ ના કર્યો. તે લોકોને આજે પણ હું ‘ખરાબ’ કામ કરતી છોકરી લાગું છું. અહીં સેક્સ વેલનેસ વિશે વાત કરવી ખરાબ વાત છે. હું દિલ્હીમાં એક સારી કોર્પોરેટ જોબ કરતી હતી, પરંતુ 24 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા ત્યારે સમજાયું કે અભ્યાસે મને એક્સલ પર કામ કરતા, PPT બનાવતા અને પબ્લિકમાં બોલતા તો શીખવાડી દીધું પણ રિલેશનશિપ નિભાવવા બાબતે કોઈ સ્કૂલ કે પછી ઇન્સ્ટિટ્યુટમાં શીખવાડવામાં આવતું નથી. મેં બાળપણથી મારા પેરેન્ટ્સને ઝઘડતા જોયા છે. તેમને લીધે હું ટ્રોમામાં પણ ગઈ. બાળપણથી તેમની મેરેજ લાઈફ જોઈ, મોટી થઈને હું મારા લગ્ન જ બચાવી ના શકી. કારણકે લગ્ન પછી ખબર પડી કે પિતૃસત્તા નામનો એક રાક્ષસ હોય છે અને તે સારી જિંદગીઓ બરબાદ કરે છે.

પરિવાર સંભાળવાની બધી જવાબદારી મારા પર હતી, હું એકતરફી જવાબદારી સંભાળી ના શકી. એટલું જ નહીં કોઈ મહિલા તેમની બ્રા કે પેન્ટી કેમ છુપાવીને સૂકવે છે, પીરિયડ્સ કેમ આવે છે? છોકરીઓના બ્રેસ્ટ કેમ વધે છે. આ બધા મારા બાળપણના પ્રશ્નો હતા. મોટી થઇ તો મિત્રોની રિલેશનશિપના પ્રશ્નો સાંભળ્યા. સેક્સ વિશે જાણવા બધા માગે છે, પરંતુ કોઈનેવાત કરવી નથી. આ બધી ઘટનાઓ અને અનુભવને જોઈ મેં સેક્સ કોચ બનવાનો નિર્ણય કર્યો.

પલ્લવી બર્નવાલ
પલ્લવી બર્નવાલ

સેક્સ કોચ બન્યા પહેલાં 27 વર્ષે મારા છૂટાછેડા થયાં. એક તો સેક્સ કોચ ઉપરથી ડિવોર્સી. મારી પર બે ટેગ લાગેલા છે. દુનિયા વિચારે છે કે, સિંગલ મહિલા કે ડિવોર્સી મહિલાઓ અવેલેબલ હોય છે. હદ તો એ દિવસે થઇ ગઈ જ્યારે હું 2016માં એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતી હતી, ત્યાં મેરિટલ સ્ટેટસ ‘સેપરેટેડ’ રાખ્યું હતું. તે કંપનીના મેનેજરને ખબર પડી ગઈ. એક દિવસ તેણે સામે આવીને મને કહી દીધું, તારા લગ્નના એક વર્ષમાં બાળક આવી ગયું, શું તું લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતી? ઈચ્છા તો થઇ એના ચહેરા પર છૂટું ચપ્પલ ફેંકવાની કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ કરવાની, પણ પછી યાદ આવ્યું કે આટલા લાંબા કેસમાં કોણ પડે? આથી મેં ઇગ્નોર કર્યું. ક્યાંય સેક્સ્યુઅલ રિસ્પેક્ટ ના મળી.

છૂટાછેડા પછી હું એક રિલેશનશિપમાં આવી. આ દરમિયાન અનપ્રોટેક્ટેડ સેક્સ થયું અને પછી મેં ઇમર્જન્સી પિલ્સ ખાધી. આ પિલ્સ ખાધા પછી મને પીરિયડ્સની તકલીફો શરૂ થઈ ગઈ. ડૉક્ટર પાસે ગઈ ત્યારે ખબર પડી કે આ પિલ્સ તો બહુ હેવી હોય છે અને તે રિ પ્રોડક્ટિવ સિસ્ટમ માટે ઘણી નુકસાનકારક હોય છે. ત્યારે આ પિલ્સ પર રિસર્ચ કર્યું અને ખબર પડી કે સેક્સ જ એક મોટી સમસ્યા છે. લોકોને આના વિશે યોગ્ય જાણકારી નથી, આથી પ્રોબ્લેમમાં ફસાય છે.

2018માં સેક્સ્યુઆલિટી કોચ બનવા માટે મેં અભ્યાસ કર્યો. બહુ દુઃખદ વાત છે કે,ભારતમાં સૌથી વધારે પોર્ન જોવામાં આવે છે, પરંતુ સેક્સોલોજી ઉપરાંત ભણવામાં અન્ય કોઈ વિષય સામેલ નથી. સેક્સોલોજી બીમારીઓ સાથે જોડાયેલું છે અને સેક્સ એજ્યુકેશન વેલ્યુ એજ્યુકેશન સાથે જોડાયેલું છે. સેક્સ કોઈ બીમારી નથી.

મારા કામ વિશે લોકોને જણાવવા માટે મેં સોશિયલ મીડિયા પર સેક્સ સાથે જોડાયેલા નાના-નાના વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. આ વીડિયો પર સૌથી વધારે રિએક્શન પુરુષોનું આવ્યું કારણકે તેમનું માનવું હતું કે કોઈ છોકરી સેક્સ વિશે બોલતી હોય તો તેની સાથે કઈ પણ કરી શકાય છે. હું સોશિયલ મીડિયા પર સેક્સ એજ્યુકેશન આપું છું અને લોકો મને પેનિસના ફોટો મોકલે છે. ઘણી પોસ્ટમાં પુરુષોને માત્ર સેક્સ શબ્દ જ દેખાય છે, બીજું કઈ નહિ. એક પોસ્ટ જોયા પછી અનવોન્ટેડ અટેંશન, અનવોન્ટેડ મેસેજ અને સેક્સ્યુઅલ એડવાન્ટેજના મેસેજ આવે છે. ઘણા ઓછા લોકો મારા કામના વખાણ કરે છે.

સેક્સ એજ્યુકેશન પરની પોસ્ટને પુરુષો સેક્સ માટેનું આમંત્રણ સમજે છે. આવું ખાલી મારા સાથે થયું છે એવું નથી, પણ સેક્સ મુદ્દા પર કામ કરી રહેલી મહિલાઓને આવા ખરાબ અનુભવ થાય છે.

હવે લોકો કહે છે કે, તું સેક્સ કોચ છે, કાલે તારો દીકરો મોટો થશે તો તારા વિશે શું વિચારશે? પરંતુ હું કોઈ ખોટું કામ નથી કરી રહી. મારુ કામ પ્રામાણિકતાથી કરું છું અને મારો દીકરો મોટો થશે તો તે મારા રૂમની આટલી બધી ટ્રોફી, સર્ટિફિકેટ અને ફીચર જોશે. આ બધું જોઈને તેના મનમાં એક પણ પ્રશ્ન નહીં થાય.’