તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sethuraman Of Tamilnadu Has Not Lived A Single Day In 48 Years Of Marriage, Without Wife

પ્રેમ હોય તો આવો:તમિલનાડુના બિઝનેસમેન લગ્નનાં 48 વર્ષમાં એક પણ દિવસ પત્ની વગર રહ્યા નથી, પત્નીનું મૃત્યુ થતા તેની યાદમાં મૂર્તિ બનાવી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમિલનાડુના એક બિઝનેસમેને તેમની મૃત પત્નીની યાદમાં હંમેશાં સાથે રહે તેવી મૂર્તિ બનાવી છે. સોશિયલ મીડિયા પર આ મૂર્તિના લોકો વખાણ કરી રહ્યા છે.

આ બિઝનેસમેનનું નામ સેથુરમન છે તેઓ મદુરાઈ શહેરમાં રહે છે. થોડા દિવસ પહેલાં તેમની પત્ની પિછઈમનિમ્મલે દુનિયાને અલવિદા કહ્યું. પત્નીને ગયા તેને 1 મહિનો પણ નથી થયો ત્યાં સેથુરમને સ્કલ્પચર બનાવ્યું છે.

આ મૂર્તિની મદદથી સેથુરમનના જીવનમાંથી એકલાપણું દૂર થશે. ખુરશી પર બેઠેલી તેમની પત્નીની મૂર્તિને મૃત્યુ પછી થતી દરેક વિધિ સાથે ઘરે લાવવામાં આવી હતી.

સેથુરમન કહ્યું કે, મારા લગ્નને 48 વર્ષ થઇ ગયા. આટલા વર્ષોમાં હું એક પણ દિવસ મારી પત્ની વગર રહ્યો નથી. તેના મૃત્યુ પછી જીવવું અધરું હતું. આથી તેની મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો અને પૂરા સન્માન સાથે ઘરમાં સ્થાપિત કરી.

સેથુરમનને આ રીતે મૂર્તિ બનાવવાની પ્રેરણા કર્ણાટકની એક વ્યક્તિએ બનાવેલી મૂર્તિમાંથી મળી. સેથુરમનને ઘણા મૂર્તિકારે ના પાડી પણ અંતે એક વ્યક્તિ તૈયાર થઇ ગયો. એક મહિનાથી ઓછા સમયમાં મૂર્તિને બનાવી. તેને બનાવવમાં ફાઈબર ગ્લાસ અને રબરનો ઉપયોગ કર્યો છે. મદુરાઈના એક પેન્ટરે ફિનિશિંગ ટચ આપ્યું છે.

સેથુરમને હેલ્થ ઇન્સ્પેક્ટરના રૂપે કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ પત્નીના કહેવા પર નોકરી છોડી દીધી અને મદુરાઈમાં પોતાની બ્લડ બેંક શરુ કરી. સેથુરમને કહ્યું કે, ‘જીદંગીમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી ત્યારે મારી પત્નીએ હંમેશાં મારો સાથ આપ્યો હતો.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો