• Gujarati News
  • Lifestyle
  • Set Small Goals, Which Will Give You Satisfaction When Completed But Will Make Progress In The Long Run

પ્રોફેશનલને બદલે પર્સનલ લાઇફને મહત્ત્વ આપો:નાનાં લક્ષ્યો નક્કી કરો, જે પૂરાં થવાથી તમને ખુશી તો મળશે, સાથે લાંબા ગાળે પ્રગતિ થશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

લેખક : જૈમી દુચારમે
જો તમે 8 કલાકની નોકરીમાં 12-15 કલાક સુધી ઓફિસમાં વિતાવો છો અને પરિવાર, મિત્ર અને સંબંધીઓને સમય નથી આપી શકતા કે પછી તમારા શોખ પૂરા નથી કરી શકતા તો, સમજી જાઓ કે તમે અતિમહત્ત્વાકાંક્ષાનો ભોગ બન્યા છે. આ પ્રકારના લોકો ધંધામાં કે નોકરીમાં સફળતા માટે માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય બંને ગુમાવી બેસે છે

અમેરિકામાં આ વર્ષે ઓક્ટોબરમાં માનસિક સ્વાસ્થ્ય પર અમેરિકી સર્જન જર્નલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે મોટા ભાગના અમેરિકીઓને લાગે છે કે તેઓ પ્રોફેશનલ સફળતાની પાછળ ભાગવાથી પર્સનલ લાઇફને બગાડી રહ્યા છે. કોરોના મહામારી બાદ લોકોની કામ પ્રત્યેની વિચારસરણી બદલાઈ ગઈ છે. આ લોકો વિચારી રહ્યા છે કે મોટું લક્ષ્ય નક્કી કરીને એની પાછળ દોડવું અને તમારા પરિવારને પણ ભૂલી જવા કરતાં જીવનનાં નાનાં-નાનાં ધ્યેય નક્કી કરવાં વધુ સારાં, એને પ્રાપ્ત કરવાથી પણ આનંદ મળશે.

ક્લિનિકલ મનો વિજ્ઞાની રિચર્ડ રેયાન જણાવે છે, 'જ્યાં સુધી તે તમારા અંગત જીવનના અન્ય પાસાઓને અસર ન કરે ત્યાં સુધી કશુંક મેળવવાની મહત્ત્વાકાંક્ષા બરાબર છે. નોકરી કે ધંધો કરતા લોકો કોઈ હોદ્દો કે પદ મેળવવા માટે એટલી ભાગદોડ કરે છે કે જીવનમાં અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓને ભૂલી જાય છે. આ કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર પણ બને છે.

રસ જુઓ, મળનારો રિવોર્ડ નહીં
રિસર્ચ પરથી ખબર પડે છે કે કોઈ વસ્તુ માટે મળતું ઇનામ, જેવું કે રોકડ પુરસ્કારો આંતરિક પ્રેરણાને દૂર કરે છે, જેમ કે જો કોઈ એપ સાઇક્લિંગ માટે રિવોર્ડ આપી રહી હોય અને સાઈકલિંગ કરવું એ તમારો શોખ હોય તો ધીમે ધીમે તમારો રસ ઊડી જશે.

વિકાસની સાથે-સાથે શાંતિ પણ જરૂરી
ટીમ જજ કહે છે, 'જીવનમાં પ્રગતિ મહત્ત્વની છે. આગળ વધવાનો પ્રયત્ન કરતા રહેવું પણ જરૂરી છે. નવું નવું શીખો, પરંતુ કોઈ ચોક્કસ નોકરી અથવા પગાર અથવા સ્થળને બઢતી તરીકે ધ્યાનમાં લેવાની વિચારસરણીને બદલવાથી તમારો વિકાસ પણ થશે અને આરામ પણ થશે.'

પરિવાર અને સંબંધને મહત્ત્વ આપો
રેયાન જણાવે છે, પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઇફ પણ જરૂરી છે, તેથી પરિવારને પણ સમય આપો. જે પરિવારજનો તમારાથી દૂર રહે છે તેમને ફોન કરો અને જણાવો કે તમને તેની ચિંતા છે. પારિવારિક સંબંધ ખરાબ કરીને જેકાંઈ સફળતા મળે છે એ માત્ર માનસિક તનાવ જ આપે છે.

પ્રમોશન કે સેલરી માટે કામ કરતા હોવ તો ચેતજો
તો એક રિસર્ચ પરથી ખબર પડી છે કે તમારું કામ પૂરું કરવા પર ધ્યાન આપવાને બદલે એ વિચારો કે તમને શું મળશે, જેનાથી તમે વધારે ખુશ રહેશો. પ્રમોશન કે સેલરી વધારવા માટે પૂરાં કરવામાં આવેલાં કામથી પણ તમને ઘણીવાર સંતોષ નહીં મળે.

ધ્યાન કરો અને સુખી રહો
તો અલગ-અલગ શોધ પરથી ખબર પડી છે કે જે લોકો દરરોજ ધ્યાન કરે છે તેમનામાં વધુ સંતોષ હોય છે. આ લોકો સુકૂનની સાથે-સાથે આગળ વધે છે અને સુખી રહે છે.