• Gujarati News
  • Lifestyle
  • Sesame, Tulsi And Ghee Are Helpful In Removing The Lethargy And Laziness Of Winter, Include Them In The Plate Today.

મેજિકલ ફૂડ:શિયાળામાં આળસ દૂર કરવા માટે તુલસી, ઘી, મરી અને તલ ખાઓ, ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહેશે અને મેટાબોલિઝ્મ બેલેન્સ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલ આયર્ન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે
  • ગોળ શરીરમાં રક્તની અછત પૂરી કરે છે

ઠંડી આવતાની સાથે જ શરીર આળસુ બની જાય છે. આળસ આવવાને લીધે કામમાં મન લાગતું નથી. સાથે જ સીઝનમાં કસરત કરવાની ઈચ્છા પણ ઓછી થાય છે. આનાથી એક્સ્ટ્રા એનર્જી પ્રોડ્યુસ થતી નથી અને શરીરમાં ગરમી ઉત્પન્ન થતી નથી. ઠંડીમાં આળસને કોઈ દવા નહીં પણ ભોજનમાં ફેરફાર કરીને બદલી શકાય છે.

ડાયટ મંત્રાની ડાયટિશિયન ડૉ. કામિની કુમારીએ કહ્યું કે, શરીરનું તાપમાન ઓછું થવાની સાથે મેટાબોલિઝ્મ પણ સ્લો થવા લાગે છે. મેટાબોલિઝ્મ શરીરની હીટને બેલેન્સ રાખવામાં મદદગાર છે. અહીં અમે તમને આવા જ અમુક ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે તમને ઠંડીમાં પણ ગરમી આપશે.

કફ અને કોલ્ડથી દૂર રહેવા ઘી ખાઓ
ડાયટિશિયન કામિની કુમારે કહ્યું, ઘી ખાવાથી શરીર ગરમ રહે છે. ઘીમાં રહેલું ફેટ ગરમી આપે છે. સ્કિનની ચમક માટે પણ સારો સોર્સ છે. ગાયના દૂધમાંથી બનેલું ઘી સવારે એક ચમચી ખાવું. આ આપણી બોડીના મેટાબોલિઝ્મને બેલેન્સ રાખે છે.

ડ્રાયફ્રૂટ્સ એન્ડ નટ્સથી હીટ મળશે
ડ્રાયફ્રૂટ્સ એન્ડ નટ્સમાં વિટામિન અને મિનરલ હોય છે. તેનાથી સ્કિન સારી થાય છે. બદામ હીટ પ્રોડ્યુસ કરે છે. તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ હાર્ટ સ્વસ્થ રાખે છે.

આદુથી બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન થાય છે
આદુ એ કોઈ આજકાલ નહીં પણ આપણા દાદી-નાનીની જમાનાના ઘરેલુ નુસખા છે. આદુ એ એક પ્રકારની દવા છે. આદુ શરીરને ગરમ રાખે છે અને બ્લડ સર્ક્યુલેશન બેલેન્સ રાખે છે. કાચું આદુ ખાવાથી વધારે ફાયદો થાય છે. આદુ ખાવાથી કબજિયાતની તકલીફ થતી નથી.

અનેક રોગની દવા તુલસી
તુલસીનું ધાર્મિક અને સ્વાસ્થ્ય એન બંને મહત્ત્વ છે. મેડિસિનલ પ્રોપર્ટી ઈંફેક્શનથી દૂર રાખે છે. એન્ટિઓક્સિડન્ટને લીધે ઘણી બીમારીઓ દૂર રહે છે. મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે અને શરીર ગરમ રાખે છે.

એક્સ્ટ્રા ફેટ કટર માટે મરી વાપરો​​​​​​​
મરી, હળદર અને તજ શરીરને ગરમ રાખે છે. તજથી શરીરનું તાપમાન મેન્ટેન રહે છે. તેનાથી હીટ પ્રોડ્યુસ થાય છે અને શરીર ગરમ રહે છે. આ માત્ર સ્વાદ માટે જ નહીં પણ એક્સ્ટ્રા ફેટ કટર પણ છે. હળદરમાં રહેલા ગુણથી સોજા ઓછા થાય છે.

તલના લાડુ મેટાબોલિઝ્મ બેલેન્સ કરશે​​​​​​​
તલ આયર્ન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. લાડુ ખાઓ કે એકલા તલ બંનેના ફાયદા છે. તેમાં રહેલું નેચરલ ઓઇલ એક્સ્ટ્રા અમાઉન્ટ ફેટ ઓછું કરે છે. મેટાબોલિઝ્મ બેલેન્સ રાખે છે. તલ શરીરને ગરમી આપે છે.

વિટામિન સીથી ભરપૂર મરચું
ભારતીય ભોજનમાં મરચું તો હોય જ. આ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. બ્લડ સર્ક્યુલેશન અને પેટ બંને સારું રહે છે.

ગોળ આયર્નનો સારો સ્ત્રોત​​​​​​​
ગોળ શરીરમાં રક્તની અછત પૂરી કરે છે. બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે. ખાંડ જગ્યાએ ગોળ ખાવાથી શરીર ગરમ રહે છે.

ખાંડનો બેસ્ટ ઓપ્શન મધ
મધ એ ખાંડનો બેસ્ટ ઓપ્શન છે. નવસેકા પાણીમાં મિક કરીને પીવાથી કફ અને કોલ્ડથી બચી શકાશે. એન્ટિઓક્સિડન્ટ હોવાને લીધે હીટ પ્રોડ્યુસ કરે છે.

ઠંડીની સીઝનમાં શરીર સુસ્ત થઈ જાય છે અને સાથે જ સ્કિન ડ્રાય થઈ જાય છે. આ ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાથી મેટાબોલિઝ્મ અને ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહેશે અને શરીર ગરમ રહેશે.