• Gujarati News
  • Lifestyle
  • Served Time In Prison, Paternal Grandfather Was President Of Cuba, Married 15 Years, Divorced At 20

મુસોલિનીનાં શાસનકાળમાં તેની મજાક ઊડાવતી લેખિકા:જેલવાસ ભોગવ્યો, પિતા-દાદા હતા ક્યૂબાનાં પ્રેસિડન્ટ, 15 વર્ષે લગ્ન કર્યા, 20 વર્ષની ઉંમરે તલાક આપ્યો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈટાલિયન લેખિકા અલ્બા ડી સેસ્પેડેસની બુક ‘ફોરબિડન નોટબુક’નું અંગ્રેજી ટ્રાન્સલેશન માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. અલ્બાનો જન્મ 1911માં રોમમાં થયો. તે એક શિક્ષિત અને શક્તિશાળી પરિવારમાંથી આવે છે. તેના દાદા કાર્લોસ મેન્યુઅલ ડે સેસ્પેડેસ ડેલ કેસ્ટિલો ક્યૂબાનાં ક્રાંતિકારી હીરો અને પહેલા પ્રેસિડન્ટ હતા. તેઓને તેમના દેશમાં રાષ્ટ્રપિતાની પદવી આપવામાં આવી હતી. બીજી તરફ અલ્બાનાં પિતા પણ રાઈટર, પોલિટિશિયન, ડિપ્લોમેટ અને ક્યૂબાનાં પ્રેસિડન્ટ રહ્યા.

તલાક પછી લખવાનું શરુ કર્યું
અલ્બાનાં લગ્ન ફક્ત 15 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. 16 વર્ષની ઉંમરમાં તેનું એક બાળક પણ હતું અને જ્યારે તે 20 વર્ષની થઈ ત્યારે તેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી અલ્બાએ પોતાની ઓળખ બનાવવાની શરુ કરી. પહેલા તેઓએ એક પત્રકારનાં રુપમાં ત્યારબાદ એક ઉપન્યાસકાર તરીકે અને પછી સ્ક્રિન રાઈટર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી. વર્ષ 1948માં તેઓએ એક સાહિત્યિક મેગેઝિન ‘Mercurio’ની શરુઆત કરી, જેમાં અર્નિસ્ટ હેમિંગ્વે અને તેમની સમકાલિન લેખિકા નતાલિયા ગિન્ઝબર્ગ સહિત અનેક લેખકોનાં લેખ છપાયા હતા. આ જ મેગેઝિન માટે વર્ષ 1950માં તે એક ખૂબ જ લોકપ્રિય એડવાઈઝ કોલમ લખતી હતી.

પોતાના લેખનાં કારણે જેલ પણ જઈ ચૂકી છે
અલ્બાની ‘ફોરબિડન નોટબુક’ મૂળ સ્વરુપે વર્ષ 1952માં પબ્લિશ થઈ હતી. તેમાં રોજિંદા જીવન અને તેમાંથી મુક્ત થવાની ઈચ્છા પર પણ વાત કરી છે. અલ્બાની પહેલી બે નોવેલ ‘Nessuno Torna Indietro’ (1938) અને ‘La Fuga’ (1940) પર ઈટાલિયન સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. અલ્બા પોતાની પહેલી નોવેલથી ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી. આ સાથે જ વર્ષ 1935 અને 1943માં ફાસીવાદનો વિરોધ અને મજાક ઊડાવવા માટે અલ્બા ડી સેસ્પેડેસને બે વાર જેલ મોકલવામાં આવી હતી. અલ્બાની બુક્સ ઈટલીમાં બેસ્ટસેલર રહી ચૂકી છે.

‘ફોરબિડન નોટબુક’ની સ્ટોરી શું છે?
બુક વર્ષ 1950માં રોમમાં રહેતી 43 વર્ષની વેલેરિયા કોસાટી વિશે છે. જે મિશેલ નામના વ્યક્તિની પત્ની અને બે પુખ્ત વયનાં બાળકો મિરેલા અને રિકાર્ડોની માતા છે. રવિવારની એક સવારે તે પોતાના પતિ માટે સિગારેટ ખરીદવા માટે તમ્બાકુનું વેચાણ કરનાર વ્યક્તિ પાસે જાય છે, જ્યા તે બારી પાસે કાળા રંગની નોટબુક્સનો ઢગલો જુએ છે. જ્યારે તે દુકાનદાર પાસે એક બુકની માગણી કરે છે ત્યારે દુકાનદાર કહે છે કે, તે ‘ફોરબિડન’ છે. તે તેને બુક માટે વિનંતી કરે છે અને પછી દુકાનદાર તેને તે બુક આપી દે છે. આ સાથે જ સલાહ આપે છે કે, તે આ નોટબુકને પોતાના કોટની નીચે છુપાવીને લઈ જાય, જેથી તેને કોઈ ગાર્ડ જોઈ ન શકે. પછી વેલેરિયા તેને ઘરે લઈ જાય છે અને પોતાના રોજિંદા જીવનને તેમાં લખવાનું શરુ કરી દે છે.

અનેક દાયકાઓ સુધી આ બુક આઉટ ઓફ પ્રિન્ટ રહી
એક સમયે અલ્બાની ગણતરી ઈટલીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ટ્રાન્સલેટ કરનારા લેખકોમાં થવા લાગી. અલ્બા મહિલાઓના જીવન પર લખતી હતી. તેની બુક ‘ફોરબિડન નોટબુક’ની વાર્તા વેલેરિયો કસાટી નામની એક મહિલા વિશે છે. જે પોતાના રોજિંદા જીવનની વાતો પોતાની ડાયરીમાં લખે છે. અનેક દાયકાઓ સુધી આ બુક ‘આઉટ ઓફ પ્રિન્ટ’ રહી.