તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Self Proclaimed ‘Most Stylish Man In Africa’ Adapts To Covid 19 Pandemic Meet James Maina

કેન્યાના જેમ્સનો કોવિડ લુક:લોકોના ટોણા સાંભળી ફેશન સેન્સ બદલનારા જેમ્સ પાસે હવે 160 સૂટ, 200 જોડી ફૂટવેર અને 300 ટોપી છે, હાલ તેમનો કોવિડ લુક ધૂમ મચાવી રહ્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમ્સ ગરીબ હોવાથી એકનાએક કપડાં પહેરતાં હતા, તેમની ગરીબીનો લોકો મજાક ઉડાવતા હતા
  • હવે જેમ્સ પાસે 160 સૂટ, 200 જોડી ફૂટવેર અને 300 ટોપી છે
  • જેમ્સની સ્ટાઈલ જોઈને લોકો તેમને કપડાં ગિફ્ટ કરે છે
  • તેમના એક ડ્રેસની કિંમત 7 હજાર રૂપિયાથી લઈને 57 હજાર રૂપિયા છે
  • તેઓ મેચિંગ ફૂટવેર, ટોપી, વોચ, ચશ્માં અને માસ્ક પહેરે છે

સ્ટાઈલિશ રહેવાનું કોને પસંદ નથી હોતું, પરંતુ જો તમારી સ્ટાઈલ ચર્ચાનો વિષય બની જાય તો! કેન્યાના નૈરોબીમાં રહેતા જેમ્સ હાલ પોતાના કોવિડ લુકને લઈ ઘણા વાઈરલ થઈ રહ્યા છે. જેમ્સ પાતોને આફિકાના સૌથી સ્ટાઈલિશ મેન માને છે. તેમની પાસે 160 સૂટ, 200 જોડી ફૂટવેર અને 300 ટોપીઓ છે. હાલ તેમના કોવિડ લુકમાં તેઓ મેચિંગ ટોપી, સૂટ, મોબાઈલ કવર સાથે મેચિંગ માસ્કમાં નજરે પડે છે.

એક સમયે પહેરવા માટે એક જ શર્ટ હતો
હાલ 59 વર્ષીય જેમ્સ જ્યારે નૈરોબી આવ્યા હતા ત્યારે તેમની પાસે એક શર્ટ જ હતો, લોકો તેમનો મજાક ઉડાવતા હતા અને ફેશન સેન્સને લઈ ટોણો મારતાં હતા. જેમ્સના પિતા ફ્રીડમ ફાઈટર હોવાથી શહેરના તમામ લોકો જેમ્સને ઓળખતા હતા. લોકોના ટોણાથી કંટાળીને જેમ્સે ફેશન સેન્સ ડેવલપ કરી. હવે જેમ્સની સ્ટાઈલની લોકો વાહવાહી કરી રહ્યા છે. જેમ્સ જ્યાં પણ પહોંચે ત્યાં લોકોનું ધ્યાન ખેંચે છે.

12 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી હતી
જેમ્સના ઘરમાં આર્થિત સ્થિતિ નબળી હોવાથી તેમણે 12 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી હતી. હાલ જેમ્સ ખાસ દરજી પાસે પોતાના કપડાં સિવડાવે છે. જેમ્સની ડિમાન્ડને આધાસે દરજી અવનવા કપડાં સિવે છે.

1 ડ્રેસની કિંમત 7 હજારથી લઈને 57 હજાર રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમ્સને અતરંગી નવી નવી સ્ટાઈલના કપડાં પહેરવાનો ઘણો શોખ છે. તેઓ ક્યારેક ચર્ચના સભ્યોના કપડાં માંગીને પહેરે છે. તેમના ફેશન સેન્સને જોઈ દુનિયાભરના લોકો તેમને યુનિત ડ્રેસ ગિફ્ટ આપે છે. તેમના એક ડ્રેસની કિંમત 7 હજાર રૂપિયાથી લઈને 57 હજાર રૂપિયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો