તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Select A Vertical Garden To Create A Terrace Garden On The Balcony Or Roof Of The House, Plan The Flooring According To The Theme And Weather

ગાર્ડન આઈડિયાઝ:ઘરની બાલ્કની કે પછી છત પર ટેરેસ ગાર્ડન બનાવવા વર્ટિકલ ગાર્ડન સિલેક્ટ કરો, થીમ અને હવામાન પ્રમાણે ફલોરિંગ પ્લાન કરવું

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેરેસ ગાર્ડનમાં તમે શાંતિથી બેસી શકો છો, વાંચી શકો છો અને ફરી શકો છો - Divya Bhaskar
ટેરેસ ગાર્ડનમાં તમે શાંતિથી બેસી શકો છો, વાંચી શકો છો અને ફરી શકો છો
  • બોલ્ડ ફર્નીચર, ટેબલ ટોપ અને મ્યુઝિક સિસ્ટમ રાખીને તમે ટેરેસ ગાર્ડનને લાઉન્જમાં ફેરવી શકો છો
  • જગ્યા નાની હોય તો, વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય છે

કોરોના મહામારીને લીધે લોકો સમય ઘરમાં જ પસાર કરી રહ્યા છે. મોટાભાગના લોકો ઘરે રહીને કંટાળી ગયા છે. તેવામાં જો ઘરની સામે જગ્યા ના હોય તો બાલ્કની કે પછી છત પર ટેરેસ ગાર્ડન બનાવી શકાય છે.

1.લાંબા વૃક્ષ-છોડ સિલેક્ટ કરો: કોર્નર પર બામ્બુ પ્લાન્ટ મૂકી શકો છો, દીવાલ પર શ્રબ્સ મૂકી શકાય છે. આ રીતે રૂફ ટોપ પર હરિયાળી લાવી શકાય છે. અહીં તમે શાંતિથી બેસી શકો છો, વાંચી શકો છો અને ફરી શકો છો.

2. અલગ-અલગ પ્રકારના છોડ: ટેરેસ ગાર્ડનમાં અલગ-અલગ પ્રકારના ઊંચા વૃક્ષો વાવી શકાય છે. ફૂલ, નાના વૃક્ષો, ગ્રાઉન્ડ કવર અને શ્રબ્સ ગાર્ડનને રસ્ટિક ટચ આપે છે.

3. લીઝર લાઉન્જ: બોલ્ડ ફર્નીચર, ટેબલ ટોપ અને મ્યુઝિક સિસ્ટમ રાખીને તમે ટેરેસ ગાર્ડનને લાઉન્જમાં ફેરવી શકો છો. અહીં તમે તમારો લીઝર ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

4. વર્ટિકલ ગાર્ડન: જગ્યા નાની હોય તો, વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય છે. તેમાં ઘણા પ્રયોગ પણ કરી શકો છો, જેમ કે DIY પ્લાન્ટ હોલ્ડર બનાવી શકો છો કે લેટ્યુસ પ્લાન્ટર બનાવી શકો છો.

5. રૂફ ટોપ લૉન: સિન્થેટિક ગ્રાસ અને ટેબલ ખુરશીનો ઉપયોગ કરીને રૂફ ટોપ લૉન બનાવી શકાય છે. તેમાં વચ્ચે કે આજુબાજુ નાના કુંડા પણ મૂકી શકાય છે.

6.સ્ટેચ્યુ અને ફાઉન્ટેન: ફાઉન્ટેન માત્ર આઉટડોર સુધી જ સીમિત નથી. તેમાં રૂફ ટોપ ગાર્ડન સામેલ કરી શકાય છે. ટેરેસ ગાર્ડન લુક માટે વચ્ચે મિનિએચર સ્ટેચ્યુ સાથે એક સ્ક્વેર વોટર બોડી મૂકી શકાય છે.

7. ફ્લોરિંગ: ટેરેસ ગાર્ડન માટે યોગ્ય ફ્લોરિંગ સિલેક્શન ઘણું જરૂરી છે. ગાર્ડનની થીમ અને હવામાન પ્રમાણે ફલોરિંગનું પ્લાનિંગ કરવું જોઈએ.

8. લાઈટિંગ: સાંજે છોડ-વૃક્ષોમાં લાઈટ ચમકવી જોઈએ. આ માટે નાની LED કે પછી લાઈટ ચેનનો ઉપયોગ કરી શકાય છે. ટેરેસ ગાર્ડનનું સુંદરતા વધારવા માટે એન્ટ્રન્સ પર ક્લાસિક ટોલ લેમ્પ્સ મૂકી શકાય છે. લેમ્પની જોડે નાના કોપર સ્ટેચ્યુ પણ મૂકી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...