તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Seeing So Much Cash At Once, The Thief Had A Heart Attack, Then He Was Treated With The Same Money

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો અનોખો કેસ:એક સાથે આટલી બધી રોકડ રકમ જોઈ ચોરને હાર્ટ એટેક આવ્યો, પછી તે જ પૈસાથી સારવાર કરાવી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૌશાદ અને એજાઝની ચોરીના કેસમાં પોલીસે બુધવારે ધરપકડ કરી - Divya Bhaskar
નૌશાદ અને એજાઝની ચોરીના કેસમાં પોલીસે બુધવારે ધરપકડ કરી
  • ઉત્તર પ્રદેશના બિજનોરમાં ચોરીનો લગતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • ચોરી કરતી વખતે અપેક્ષા કરતા વધારે પૈસા મળતા ચોર પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને તેને હાર્ટ અટેક આવી ગયો.

ઉત્તર પ્રદેશના બિજનોરમાં ચોરીનો લગતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચોરને જ્યારે ચોરી કરતી વખતે અપેક્ષા કરતા વધારે પૈસા મળ્યા તો તે પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને એટલો ખુશ થઈ ગયો કે તેને હાર્ટ અટેક આવી ગયો. બંને ચોર નૌશાદ અને એજાઝે રકમને સમાનરૂપે વહેંચી દીધી. પરંતુ થોડા દિવસ બાદ એજાઝને હાર્ટ એટેક આવ્યો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને સારવારમાં મોટી રકમ ખર્ચવી પડી હતી.

મોટાભાગની રકમ સારવારમાં ખર્ચ થઈ ગઈ
હાર્ટ અટેક આવ્યો હોવાથી ચોરીના પૈસાની મોટાભાગની રકમ ચોરના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ. બાદમાં તેના હાથમાં કંઈ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બિજનોર કોતવાલી દેહાત વિસ્તારમાં થયેલી ચોરીની બાબતમાં 2 ચોરમાંથી 1ની ધરપકડ કરવામાં આવી હતી.

આ રીતે કેસનો ખુલાસો થયો
ચોરે પૂછપરછ દરમિયાન બિજનોર પોલીસની સમક્ષ સમગ્ર વાત જણાવી કે ચોરીની આટલી મોટી રકમ કેવી રીતે તેમના માટે મુસીબત બની ગઈ. ઉલટાનું તેમને આટલી મોટી રકમ મળ્યા બાદ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોરના હાથે આટલી મોટી રકમ લાગી હતી
બિજનોરના એસપી ધર્મ વીર સિંહના જણાવ્યા પ્રમાણે, 16 અને 17 ફેબ્રુઆરીની રાત્રે 2 ચોર નવાબ હૈદર નામની વ્યક્તિના પબ્લિક સર્વિસ સેન્ટરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં ચોરી કરી. ચોરોએ કેન્દ્રમાંથી 7 લાખની રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સની ચોરી કરી હતી. ત્યારબાદ હૈદરે ફરિયાદ નોંધાવી કે તેના કેન્દ્રમાંથી 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ બુધવારે પોલીસને નગીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલીપુરથી 2 આરોપીઓ નૌશાદ અને એજાઝની ધરપકડ કરી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો