• Gujarati News
  • Lifestyle
  • See 3 Funny Memes A Day And Relieve The Stress Of Corona Epidemic, Advises American Scientists

રિસર્ચ:દિવસમાં 3 ફની મીમ્સ જુઓ અને કોરોના મહામારીનો તણાવ દૂર કરો, અમેરિકાના વૈજ્ઞાનિકોની સલાહ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં આ દાવો કર્યો

તમે રૂટિનને સાઈડ પ્લીઝ કહી સોશિયલ મીડિયા પર મીમ્સ જોઈ થોડી મિનિટ માટે ખુશ થાઓ છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમારી આ આદત ભલે તમારે પેરેન્ટ્સને ટાઈમ વેસ્ટ લાગતી હોય પરંતુ તમારી આ આદત તમારી મેન્ટલ હેલ્થ સુધારે છે. કોરોનાકાળમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ સંતુલન બગડ્યું છે. તેના તણાવથી દૂર રહેવા માટે મીમ્સ તમને ફાયદો પહોંચાડશે. અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં આ દાવો કર્યો છે.

સંશોધક જેસિકા ગિલનું કહેવું છે કે સોશિયલ મીડિયા અથવા ઈન્ટરનેટ પર 3 મીમ્સ જોઈ તમે તણાવ દૂર કરી શકો છો. જેસિકાએ અમેરિકાના 800 લોકો પર રિસર્ચ કર્યા બાદ આ દાવો કર્યો છે. રિસર્ચમાં સામેલ લોકોને મીમ્સ બતાવી તેમની મેન્ટલ હેલ્થ ચકાસવામાં આવી હતી. મીમ્સ જોયા બાદ તેઓ ખુશ જણાયા હતા.

કોરોનાએ મગજ પર ખરાબ છાપ છોડી
સંશોધકોનું કહેવું છે કે કોવિડે માણસના મગજ પર અસર કરી છે. તેને કારણે લોકોમાં તણાવ અને બેચેની જેવી સમસ્યા વધી છે. રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકોએ તસવીરો સાથે કેપ્શનવાળા મીમ્સ જોયા તેઓ મહામારીની સ્થિતિનો શાંત મને સામનો કરવા સમર્થ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર દરેક વસ્તુ નુક્સાન નથી કરતી
સંશોધકોનું કહેવું છે કે તેમનાં રિસર્ચમાં સાબિત થયું કે સોશિયલ મીડિયા પર દરેક કન્ટેન્ટ મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર નથી કરતી. લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે તે વાત વધારે મહત્ત્વની છે.

કોરોનાકાળમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન હાઈ
સાયકોલોજિસ્ટ ડૉ. અનામિકા પાપડીવાલ જણાવે છે કે, કોરોનાકાળમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ ઘણા કારણોસર વધ્યા છે. કોઈને સંક્રમણનો ડર છે તો કોઈની નોકરી છીનવાઈ ગઈ છે. કોઈ ઘરના મેમ્બર પોઝિટિવ થવાથી તણાવમાં છે. કેટલાક લોકો ઘરમાંને ઘરમાં પૂરાઈ રહેવાથી તણાવમાં છે.

માનસિક રીતે હેલ્ધી રહેવાની 4 રીત
1. મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરવાનું બંધ ન કરો

પરિવાર, મિત્રો, કલીગ અને સંબંધીઓની સાથે અંતર ન રાખવું. કોલિંગ, મેસેજ, કોન્ફરન્સિંગની મદદથી તેમની સાથે કનેક્ટ રહો. ડૉ. અમાનિકાના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે લોકો સાથે વાત કરીએ છીએ તો મનમાં નકારાત્મક વિચાર ઓછા આવે છે. તણાવ અને ડિપ્રેશનના કેસ એકલતા અનુભવવાને કારણે સામે આવે છે.

2. પોતાની જાતને વ્યસ્ત રાખો
સ્ટ્રેસ દૂર કરવાની સૌથી સારી રીત છે, મનગમતું કામ શોધીને તેમાં વ્યસ્ત રહો. રીડિંગ, રાઈટિંગ, ગાર્ડનિંગ, ડાન્સિંગ, વર્કઆઉટ આવી કોઈ પણ હોબી તમે વિકસાવી શકો. ઘરે હો ત્યારે તમારી સ્કિલ્સને ઓળખો જેથી મગજમાં નેગેટિવ વિચારો ન આવે.

3. મ્યુઝિક સાંભળી મન મોજીલું રાખો
મ્યુઝિક ઉદાસ મનમાં એનર્જી ભરવાનું કામ કરે છે. તે રિસર્ચમાં પણ સાબિત થયું છે. જ્યારે પણ તણાવ અથવા ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હો ત્યારે વચ્ચે વચ્ચે મ્યુઝિક સાંભળો. તે મનમાં એવા હોર્મોનને રિલીઝ કરવામાં મદદ કરે છે જે તમને ખુશ રાખે છે.

4. દરેક સમયે ઘરમાં ન પુરાયેલા રહો
તણાવમાં હો ત્યારે ઘરમાં પુરાયેલા ન રહો. બહાર નીકળી પડો, ફરવા જાઓ. મિત્રોની સાથે આઉટિંગ પ્લાન કરો. આમ કરવાથી મનની ઉદાસી દૂર થશે. બને ત્યાં સુધી તમારી જાતને જેટલી વ્યસ્ત રાખશો એટલું સારું છે.

અન્ય સમાચારો પણ છે...