• Gujarati News
  • Lifestyle
  • Secrets Were Hidden In Every Tattoo Of That Soldier, Shibani Dandekar Got A Wedding Date

ટેટૂ ખોલે છે બીમારીઓના દરવાજા:શિબાની દાંડેકરે મેરેજ ડેટનું ટેટૂ કરાવ્યું, નીડલ સાફ નહીં હોય તો સ્કિન ઇન્ફેક્શનની શક્યતા

નિશા સિંહા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીમાં વર્ષ 2010માં ટેટૂ ઈંક માટે નવા કાયદા બન્યા

શિબાની દાંડેકરે ફિલ્મમેકર ફરહાન ખાન સાથે લગ્ન કર્યા પછી મેરેજ ડેટનું ટેટૂ કરાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ટેટૂ મનના ભેદ ખોલે છે. એક અમેરિકન સૈનિકે કમર, પીઠ અને કોણીમાં કરાવેલા દરેક ટેટૂમાં કોઈને કોઈ સીક્રેટ છુપાયેલું હતું.

એક ટેટૂમાં અનેક સીક્રેટ
અમેરિકાની આર્મીમાં કામ કરી ચૂકેલો 31 વર્ષનો સૈનિક તેનાકામમાં ખૂબ હોંશિયાર હતો. ઇરાક અને અફઘાનિસ્તાનમાં નિયુક્તિ પછી તેને સાઈકિયાટ્રિસ્ટની જરૂર પડી. તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર થતો ગયો. સાઈકિયાટ્રિસ્ટને ખબર પડી કે, બાળપણથી લઈને અત્યાર સુધી તેણે અનેક દુઃખ જોયા. બાળપણમાં માતાએ મારપીટ કરી. દત્તક લેનારાએ ખરાબ વર્તન કર્યું. ટીનેજમાં ઘણીવાર આત્મહત્યા કરવાના પ્રયત્નો પણ કર્યા. એકવાર તો સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. તે ઇન્ટરમીટેન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર, બાઈપોલર ડિસઓર્ડર અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરમાંથી પસાર થઇ રહ્યો હતો.

યુદ્ધ પછી તે સાઈકિયાટ્રિસ્ટ સાથે ટ્રીટમેન્ટ કરાવી રહ્યો હતો ત્યારે તેના આખા શરીર પર ટેટૂ હતા. દરેક ટેટૂની એક સ્ટોરી હતી. તેના શરીર પર બંધક સ્ત્રી, ખોપરી અને જાદુગરના ટેટૂ હતા. દરેક ટેટૂની સ્ટોરી મેન્ટલ તકલીફો સાથે જોડાયેલી હતી.

50% યુવાનોને ટેટૂથી થતા નુકસાન વિશે ખબર જ નથી
'ધ જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એસ્થેટિક ડર્મેટોલોજી'માં પબ્લિશ રિપોર્ટ પ્રમાણે, 100 ટેટૂવાળા અને 111 વગરના ટેટૂવાળા યુવાનો પર ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો. સર્વે પ્રમાણે, 50% યુવાનોને ટેટૂથી થતા જોખમ વિશે કઈ જ ખબર હોતી નથી.

23%ને ટેટૂથી તકલીફ થઇ
અત્યાર સુધી ઘણા દેશમાં ટેટૂ ઈંક માટે ઘણા રૂલ્સ બનાવ્યા છે જેથી હેલ્થની તકલીફથી લોકોને બચાવી શકાય. ઘણા દેશમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી ટેટૂ સ્ટુડિયો પર નિયંત્રણ રાખવામાં આવે છે. આશરે 600 છોકરા-છોકરીઓ પર થયેલા રિસર્ચમાં ખબર પડી કે, ગેરકાયદેસર ચાલતા ટેટૂ સ્ટુડિયોમાં 23%ને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તકલીફ થઇ.

ઈંકથી થઇ શકે છે ઇન્ફેક્શન
ટેટૂ ઈંક માઈક્રોબેક્ટેરિયાથી દૂષિત થતા સ્કિન પર રેડનેસ, સોજા અને ખંજવાળ આવે છે. ઈંફ્કેશન પૂરું થતા આ ડાઘ સ્થાયી બની જાય છે. જર્મનીમાં વર્ષ 2010માં ટેટૂ ઈંક માટે નવા કાયદા બન્યા, પરંતુ હજુ પણ ટેટૂથી થતા હેલ્થ રિસ્ક ઓછા નથી.

સમજી-વિચારીને ટેટૂ કરાવો
​​​​​​​ગુરુગ્રામ સ્થિત આર્ટેમિસ હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગની હેડ ડૉ. મોનિકાએ કહ્યું, ટેટૂવાળાની નીડલ સાફ ના હોય તો સ્કિન ઈંફ્કેશન થઇ શકે છે. ઘણીવાર સૂર્યપ્રકાશથી પણ રિએક્શન થાય છે. આને ફોટો ડર્મટાઈટિસ કહેવાય છે. ઘણીવાર પર્પલ રેશ કે સોજા પણ આવી જાય છે.

ટેટૂ વિશે એક કહેવત છે, 'સ્ટોપ એન્ડ થિંક બીફોર યુ ઈંક'. યુવાનો ભાવનામાં વહીને ઉતાવળમાં ટેટૂ કરાવી લે છે, પરંતુ એ પછી તે દૂર કરતા મહિના લાગે છે. તેમાં સમય અને રૂપિયા એ બંને વેડફાય છે. ઘણીવાર આખું ટેટૂ નથી જતું માત્ર ડાઘ રહી જાય છે. આને 'ઘોસ્ટ ઇમેજ' કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...