શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન જો તમને સુસ્તી અને થાકનો અહેસાસ થાય છે તો ગભરાશો નહીં. આ સામાન્ય વાત છે. વાસ્તવમાં, શિયાળામાં મોટા ભાગે કામ કરવાનો ઉત્સાહ ઘટવા લાગે છે. રાત્રે ઊંઘ નથી આવતી તેમજ સવારમાં મોડે સુધી ઊંઘીએ છીએ.
વાસ્તવમાં, તે સિઝનલ ડિપ્રેશનનું કારણ હોય છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 10% લોકો તેનાથી પ્રભાવિત છે. વર્મોટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની કેલી રોહને જણાવ્યું કે શિયાળામાં દિવસ ટૂંકા અને ઠંડી હોવાથી સિઝનલ ડિપ્રેશનનાં લક્ષણો વધે છે. એક અન્ય રિસર્ચ અનુસાર શરીરમાં રાતના સમયે મેલાટોનિન હોર્મોન્સ બને છે. તેનાથી ઊંઘવામાં મદદ મળે છે. સવારના સમયે આ હોર્મોન્સનું સ્તર ઘટવા લાગે છે.
શિયાળામાં અનેક લોકોમાં મેલાટોનિન મોડેથી બનવાનું શરૂ થાય છે અને સવારે મોડે સુધી બનતું રહે છે. જેનાથી સવારે ઊઠવામાં આળસ આવે છે અને થાક લાગે છે. તેનાથી અનિદ્રા, થાકનું ચક્ર શરૂ થાય છે જે ડિપ્રેશનને વધારે છે. મોટા ભાગે શિયાળાની શરૂઆતમાં તે થાય છે જેને સિઝનલ ડિપ્રેશન કહે છે. જે હવામાન બદલાતા પ્રભાવ દેખાડે છે. જોકે કેટલાક લોકોમાં ગરમી દરમિયાન પણ સિઝનલ ડિપ્રેશનના લક્ષણ દેખાય છે.
લાંબા સમય સુધી લક્ષણ દેખાય તો ગંભીરતાથી લો
સિઝનલ ડિપ્રેશનના મોટા ભાગના પીડિતોમાં ઑક્ટોબરથી નવેમ્બરની વચ્ચે લક્ષણ દેખાય છે. તેનાથી બચવા માટે સવારે ઊઠતા જ સૂર્યપ્રકાશમાં ફરવું જરૂરી છે. સાઇકલિંગ અને રમવાથી ફાયદો થાય છે. પરંતુ કેટલાક લોકોને વ્યક્તિગત કારણોથી પણ આવું થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.