• Gujarati News
  • Lifestyle
  • Scottish Cyclist Rides A 230 foot high Windmill Blade To Draw The World's Attention To Climate Change

સ્ટંટ ફોર ક્લાઈમેટ ચેન્જ:સ્કોટલેન્ડના સાઇક્લિસ્ટે ક્લાઈમેટ ચેન્જ બાબતે દુનિયાનું ધ્યાન ખેંચવા 230 ફૂટ ઊંચી પવનચક્કીની બ્લેડ પર સાઇકલ ચલાવી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુલ ટાઈમ રાઇડિંગ કરવા માટે ડેનીએ પોતાની મેકેનિકની જોબ છોડી દીધી
  • ડેનીએ કહ્યું, અત્યાર સુધીની લાઈફમાં આ મારો બેસ્ટ સ્ટંટ હતો.

31 ઓક્ટોબરથી ‘યુનાઈટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ 2021’ શરૂ થવાની છે. ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. દુનિયાભરમાં દર વર્ષે પૃથ્વીને જળવાયું પરિવર્તનથી બચાવવા માટેના પ્રદર્શનો થાય છે, ઘણા લોકો પોતાના ટેલેન્ટથી કઈકે હટકે કરીને પ્રકૃતિને બચાવવાનો સંદેશ આપે છે. સ્કોટલેન્ડમાં રહેતા ફેમસ સાઇક્લિસ્ટ 35 વર્ષીય ડેનિયલ મૅકએસ્કિલે જીવન જોખમે પવનચક્કીની બ્લેડ પર સાઇક્લિંગ કર્યું હતું. તેણે ક્લાઈમેટ ચેન્જ બાબતે ઊંઘતી દુનિયાનું ધ્યાન ખેંચવા આ જોખમી સ્ટંટ કર્યો. જો કે, તમે ડેનીની યુટ્યુબ ચેનલ જોશો તો તેમાં બીજા ઘણા સાહસિક સ્ટંટ જોવા મળશે.

4 લાખથી વધારે લોકોએ વીડિયો જોયો
230 ફૂટ ઊંચી પવનચક્કીની બ્લેડ પર સાઇકલ ચલાવવી એ કોઈ સરળ કામ નહોતું. ડેનીએ માત્ર બ્લેડ પર જ નહીં પણ ઇંગ્લેન્ડમાં ગ્લોસ્ટેશેરમાં આવેલા એલવેસ્ટ્ન વિન્ડ પાર્કમાં બધી જગ્યાએ સાઇકલ ચલાવીને આખું વિન્ડ ફાર્મ બતાવ્યું હતું. યુટ્યુબ પર આ વીડિયો 4 લાખથી વધારે લોકોએ જોયો.

લાઇફનો બેસ્ટ સ્ટંટ
બ્લેડ પર સ્ટંટ પૂરો થયા પછી તેણે બંને હાથે સાઇકલ ઉપાડીને જીત સેલિબ્રેટ કરી હતી. ડેનીએ કહ્યું, તે જગ્યા ઘણી ઊંચાઈએ હતી પણ ત્યાં જઈને તેવું ના લાગ્યું. મેં આ સ્ટંટ યુનાઈટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ 2021’ માટે કર્યો. આપણે સૌએ રિન્યૂએબલ એનર્જીનું મહત્ત્વ સમજવાની જરૂર છે. અત્યાર સુધીની લાઈફમાં આ મારો બેસ્ટ સ્ટંટ હતો.

પેશન ફોલો કરવા મેકેનિકની નોકરી છોડી
ઘણા વર્ષોથી ડેની સાઇક્લિંગ કરીને નવી જગ્યાઓ એક્સપ્લોર કરે છે અને આ જગ્યાના વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરે છે. ડેનીના 4 લાખથી પણ વધારે સબ્સક્રાઈબર્સ છે. ફુલ ટાઈમ રાઇડિંગ કરવા માટે ડેનીએ પોતાની મેકેનિકની જોબ છોડી દીધી હતી. ડેની વિન્ટર હિલ, વી ડે આઉટ, ઇમેજિનેટ જેવા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ ચૂક્યો છે.

ભવિષ્યની પેઢી માટે વિચારવાની જરૂર
ડેનીએ કહ્યું, કોરોના મહામારી પછી આપણા બધાની લાઈફસ્ટાઈલમાં ઘણા બધા ચેન્જ આવ્યા છે. હાલના મોટાભાગના ઊર્જાસ્ત્રોતનો જથ્થો પૂરો થવાના આરે છે. તેના ઓપ્શનમાં આપણે રિન્યૂએબલ એનર્જીના વપરાશ પર ભાર મૂકીને પૃથ્વી પર પ્રદૂષણ ઓછું કરવા પ્રત્યત્નો કરવા જોઈએ. મને આશા છે કે, આપણે ભવિષ્યની પેઢી માટે કઇક પોઝિટિવ ચેન્જ લઈને શોધીશું.

સ્ટંટનો યુટ્યુબ પર વીડિયો:

અન્ય સમાચારો પણ છે...