તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Scotland Becomes The First Country To Free Period Products, Member Of Parliament Monica Lennon Has Been Campaigning For The Last 5 Years To End Periodicity

મહિલાઓ માટે નિર્ણય:સ્કોટલેન્ડ તમામ પીરિયડ્સ પ્રોડક્ટ ફ્રી કરનારો દુનિયાનો પ્રથમ દેશ, મોનિકા લેનન છેલ્લા 5 વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે

8 મહિનો પહેલા

સ્કોટલેન્ડ મહિલાઓ માટે પીરિયડ્સની દરેક પ્રોડક્ટ ફ્રીમાં આપનારો પ્રથમ દેશ બની ગયો છે. સ્કોટિશ સંસદે દેશમાં પીરિયડ્સ પ્રોડક્ટ ફ્રી પ્રોવિઝન સ્કોટલેન્ડ બિલ પસાર કર્યું છે. આ કાયદા હેઠળ સ્થાનિક પ્રશાસને પીરિયડ્સ પ્રોડક્ટ્સ ફ્રીમાં આપવાની રહેશે. જો કે, વર્ષ 2018થી દરેક જાહેર જગ્યાએ ફ્રી સેનેટરી પેડ આપવામાં આવી રહ્યા છે.

આ બિલ સંસદ મેમ્બર મોનિકા લેનને રજૂ કર્યું હતું. તેઓ 2016થી પીરિયડ્સ પોવર્ટી દૂર કરવા આખા દેશમાં અભિયાન ચલાવી રહ્યા હતા. લેનને કહ્યું કે, આ નિર્ણય દેશની છોકરીઓ અને મહિલાઓનું જીવન બદલી દેશે. હવે દરેકને સન્માન મળશે. જાહેરમાં પીરિયડ્સ વિશે ચર્ચા થઇ રહી છે. આ એક મોટો ચેન્જ છે. આ વિષય વિશે લોકો ખૂલીને બોલી રહ્યા છે.

આ કાયદા હેઠળ પીરિયડ્સ સંબંધિત પ્રોડક્ટ્સ જાહેર કેન્દ્રો, યુવા ક્લબો, શૌચાલયો અને ફાર્મસીમાં રાખવામાં આવશે. દેશની દરેક યુવતીઓ અને મહિલાઓને સેનેટરી પેડ્સ ફ્રીમાં મળશે.

અન્ય સમાચારો પણ છે...