માણસની લંબાઈ વધવામાં મોડું અને ઓછી ઉંમરમાં જુવાન થવાનાં કારણ પર અત્યાર સુધી સસ્પેન્સ હતું. જોકે હવે તેનો જવાબ આંતરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. આમ થવા પાછળનું કારણ મગજમાં રહેલું ખાસ રિસેપ્ટર અર્થાત જનીન છે. આ રિસેપ્ટર લંબાઈ અને સેક્સ્યુઅલ મેચ્યોરિટી કન્ટ્રોલ કરતાં હોર્મોન કન્ટ્રોલ કરે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડનની ક્વીનમેરી યુનિવર્સિટી, બ્રિસ્ટલ યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી અને વંડરબિલ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ રિસર્ચ કર્યું છે.
માણસના વિકાસ માટે રિસેપ્ટર જવાબદાર સંશોધકોનું કહેવું છે કે, મગજના હાઈપોથેલેમિક ન્યુરોન્સવાળા ભાગમાં MC3R (મિલેનોકોર્ટિન-3 રિસેપ્ટર) હોય છે. તે શરીરની લંબાઈ અને સેક્સ્યુઅલ મેચ્યોરિટી કન્ટ્રોલ કરે છે. જ્યારે આ રિસેપ્ટર યોગ્ય રીતે કામ નથી કરતા ત્યારે માણસની લંબાઈ વધતી નથી અને લોકો ઠીંગણા રહી જાય છે.
વૈજ્ઞાનિકોએ આ રીતે રિસેપ્ટર ઓળખી કાઢ્યા
આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે રિસર્ચમાં 5 લાખ લોકોને સામેલ કર્યા. તેમનાં પર કરવામાં આવેલાં રિસર્ચમાં જાણવા મળ્યું કે હજારો લોકોના MC3R જનીનમાં ફેરફાર થયો. તેમાંથી 812 મહિલાઓ હતી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક સર સ્ટીફન ઓ રહિલી જણાવે છે કે, મગજ પોતાના સુધી પહોંચતા પોષક તત્વોના આધારે માણસની લંબાઈ અને સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ નક્કી કરે છે. રિસર્ચના પરિણામ એ બાળકો માટે અસરકારક સાબિત થશે જેઓ ઠીંગણા રહી જાય છે.
આ ફાયદો થશે
સંશોધકોનું માનવું છે કે, રિસર્ચનાં પરિણામ ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. પરિણામને આધારે એવી દવા બનાવવામાં આવશે જે રિસેપ્ટરની કાર્યક્ષમતાને વેગ આપે.
ઈંગ્લેન્ડની મહિલાઓ ઠીંગણી
સંશોધકોના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પુરુષોની સરેરાશ લંબાઈ 5 ફૂટ 9 ઈંચ છે. તો ઈંગ્લેન્ડમાં મહિલાઓની સરેરાશ લંબાઈ 5 ફૂટ 3 ઈંચ છે. અમેરિકાની મહિલાઓની લંબાઈ સરેરાશ 5 ફૂટ 4 ઈંચ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.