• Gujarati News
  • Lifestyle
  • Scientists Have Developed Artificial Coffee In The Lab, Similar To The Original Coffee, To Prevent Deforestation Around The World.

કોફીની માગને પૂરી કરવા માટેની નવી રીત:વૈજ્ઞાનિકોએ લેબમાં આર્ટિફિશિયલ કોફી તૈયાર કરી, તે ઓરિજિનલ કોફી જેવી છે, તેનાથી સમગ્ર વિશ્વમાં વૃક્ષોની કાપણી રોકી શકાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિનલેન્ડના વીટીટી ટેક્નિકલ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ લેબમાં આ નવી કોફી વિકસિત કરી
  • અરેબિકાનાં પાંદડાંમાંથી કોફી બનાવાઈ, વિશ્વભરમાં કોફીનું 56% સુધી પ્રોડક્શન તેનાથી થાય છે

વિશ્વભરમાં કોફીની વધતી માગને પૂરી કરવા માટે વૈજ્ઞાનિકોએ લેબમાં આર્ટિફિશિયલ કોફી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તે સ્વાદ અને સુંગધમાં ઓરિજિનલ કોફી જેવી જ છે. આ કોફીને ફિનલેન્ડની વીટીટી ટેક્નિકલ રિસર્ચ સેન્ટરના લેબમાં વિકસિત કરવામાં આવી છે. ફિનલેન્ડ તે દેશોમાં સામેલ છે જ્યાં કોફીનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.

સેલ્યુલર એગ્રીકલ્ચરથી કોફી તૈયાર થઈ
લેબમાં કોફીને તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ તેના સૌથી ફેમસ છોડ અરેબિકા પસંદ કર્યો. અરેબિકાના કોષોના સેમ્પલ લેવામાં આવ્યા. કોષોને સેમ્પલમાંથી લેબમાં જીનેટિકલી એન્જિનિયર્ડ કોફી તૈયાર કરવામાં આવી.

કોષોમાંથી કોફી તૈયાર કરવાની આ રીતને સેલ્યુલર એગ્રીકલ્ચર કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો છોડના કોષોને એક્સટ્રેક્ટ કરીને તેને તૈયાર કરવામાં આવી છે. આવી જ રીતે વૈજ્ઞાનિકોએ લેબમાં કૃત્રિમ માંસ અને દૂધ તૈયાર કર્યું છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દુનિયાભરમાં કોફીનું 56 ટકા સુધી ઉત્પાદન અરેબિકા છોડની મદદથી થાય છે. તેથી લેબમાં કોફી તૈયાર કરવા માટે આ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવી કોફીની સુંગધ અને ટેસ્ટ ઓરિજિનલ જેવા
સંશોધક ડૉ. હીકો રિશરના જણાવ્યા પ્રમાણે, અમારી ટીમે આ કોફીની સુંગધ અને સ્વાદની તપાસ કરી. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી. તેની સુંગધ આશ્ચર્યચકિત કરે છે, તે એકદમ ઓરિજિનલ કોફી જેવી છે. નવી રીતે તૈયાર કોફીને પીવાનો અનુભવ શાનદાર રહ્યો છે.

કોફીના અરેબિકા પાંદડાઓને એક્સટ્રેક્ટ કરીને કોફી તૈયાર કરવામાં આવી.
કોફીના અરેબિકા પાંદડાઓને એક્સટ્રેક્ટ કરીને કોફી તૈયાર કરવામાં આવી.

કોષોમાંથી કોફી તૈયાર કરવાનો આઈડિયા 47 વર્ષ જૂનો
છોડના કોષોમાંથી કોફી તૈયાર કરી શકાય છે. તેનો આઈડિયા 1974માં પ્લાન્ટ સાયન્ટિસ્ટ પી એમ ટાઉન્સલેએ આપ્યો હતો. ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ 47 વર્ષ જૂના આઈડિયા પર કામ કર્યું અને લેબમાં કોફી તૈયાર કરી. ​​​​​​​

રિસર્ચના અનુસાર, લેબમાં કોફી તૈયાર કરવાની નવી રીત તેના પ્રોડક્શન માટે નવો વિકલ્પ સાબિત થશે.
રિસર્ચના અનુસાર, લેબમાં કોફી તૈયાર કરવાની નવી રીત તેના પ્રોડક્શન માટે નવો વિકલ્પ સાબિત થશે.

નવી રીતે છોડની કાપણી પર પ્રતિબંધ લગાવવામાં આવશે
રિસર્ચના અનુસાર, લેબમાં કોફી તૈયાર કરવાની નવી રીત તેના પ્રોડક્શન માટે નવો વિકલ્પ સાબિત થશે. વિશ્વભરમાં કોફીની માગ વધવાના કારણે તેના નવા છોડ લગાવવા માટે જૂના બીજા છોડને કાપવામાં આવી રહ્યા છે અને જમીનની માગ વધી રહી છે. કોફીની માગના કારણે ઝડપથી જંગલો કાપવામાં આવી રહ્યા છે જેનાથી પર્યાવરણ સંતુલન બગડી શકે છે. લેબમાં વધારે પ્રમાણમાં કોફી તૈયાર કરીને વનની કાપણી રોકી શકાશે.

સેલ્યુલર એગ્રીકલ્ચર ટેક્નિકથી તૈયાર કોફીનો સ્વાદ અને સુંગધ ઓરિજિનલ કોફી જેવો જ છે.
સેલ્યુલર એગ્રીકલ્ચર ટેક્નિકથી તૈયાર કોફીનો સ્વાદ અને સુંગધ ઓરિજિનલ કોફી જેવો જ છે.

2025 સુધી માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાનો દાવો
સંશોધનકર્તા રિશર કહે છે કે, આ નવી કોફીને મોટાપાયે માર્કેટમાં ઉપલબ્ધ કરાવવા માટે માત્ર 4 વર્ષનો સમય લાગશે. અપ્રૂવલ બાદ 2025 સુધી આ કોફી માર્કેટમાં ઉપલબ્ધ થઈ જશે. અમેરિકાના લોકો સુધી તેને પહોંચાડવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી જરૂરી રહેશે.