• Gujarati News
  • Lifestyle
  • Scientists Have Developed An 'antibacterial Bandage' From Fruit Waste, Which Keeps The Wound Cool And Heals Quickly.

વેસ્ટમાંથી બેસ્ટ:ફળોના કચરામાંથી વૈજ્ઞાનિકોએ 'એન્ટિબેક્ટેરિયલ બેન્ડેજ' તૈયાર કર્યો, તેનાથી જલ્દી રૂઝ આવી જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગાપોરની નાનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સંશોધકોએ આ બેન્ડેજ તૈયાર કર્યો
  • 'ડ્યુરિયન' ફળના વેસ્ટમાંથી તૈયાર થતો આ બેન્ડેજ સસ્તો છે

ફળોનું વેસ્ટેજ ઓછું કરવા માટે અને ઘા જલ્દી ભરાઈ જાય તેના માટે વૈજ્ઞાનિકોએ ફળોના કચરાંમાંથી 'એન્ટિબેક્ટેરિયલ બેન્ડેજ' તૈયાર કર્યો છે. તેને સિંગાપોરની નાનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યો છે. તેને 'ડ્યુરિયન' ફળના વેસ્ટમાંથી તૈયાર કરાયો છે.

સંશોધક પ્રોફેસર વિલિયમ ચેન જણાવે છે કે, સિંગાપોરમાં દર વર્ષે સવા કરોડ ડ્યુરિયન ફળ ખવાય છે. આ ફળનાં પલ્પનું જ લોકો સેવન કરે છે. તેના બી અને છોતરાં કચરાંમાં નાખવામાં આવે છે. આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અને વહેલી તકે ઈજાની સારવાર કરી શકાય તેના માટે વૈજ્ઞાનિકોએ ડ્યુરિયન ફળમાંથી બેન્ડેજ તૈયાર કર્યો.

આ રીતે બને છે ઈકોફ્રેન્ડલી 'એન્ટિબેક્ટેરિયલ બેન્ડેજ'
નાનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સંશોધકોએ ડ્યુરિયન ફળના છોતરાં અલગ કરી તેને સૂકવ્યા. ત્યારબાદ તેને પીસી સેલ્યુલોઝ પાવડર તૈયાર કર્યો. આ પાવડરમાં ગ્લિસરોલ ઉમેરી એન્ટિબેક્ટેરિયલ પટ્ટી બનાવવામાં આવી. આ પટ્ટીઓ કાપી તેની બેન્ડેજ બનાવવામાં આવી.

સાદી બેન્ડેજ કરતાં વધુ આરામદાયક
સંશોધકોનું કહેવું છે કે, આ બેન્ડેજ એક સોફ્ટ હાઈડ્રોજેલ લાગે છે. તે ઘા રુઝાવતી અન્ય પટ્ટીઓ કરતાં વધુ આરામદાયક છે. તે ઘા ઠંડો અને સોફ્ટ રાખે છે. તેથી ઘા જલ્દી ભરાઈ જાય છે.

આ બેન્ડેજ સસ્તી
સંશોધકોનું કહેવું છે કે, ફળોના કચરામાંથી તૈયાર થતી બેન્ડેજ સસ્તી પડે છે. તેથી દર્દી માટે તે સારો અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે.

સિંગાપોરમાં ડ્યુરિયન ફળ વેચનારા ટાન ઈંગ ચુઆનનું કહેવું છે કે, આ સિઝનમાં તે આશરે 18 હજાર કિલો ફળ વેચે છે. સરેરાશ દરરોજ 30 પેટી વેચવામાં આવે છે. તેનો એક મોટો ભાગ ફેંકી દેવામાં આવે છે. સંશોધકોનું કહેવું છે કે, આ બચેલો ભાગ અલગ અલગ ઘાની સારવારમાં કામ લાગે છે.

ડ્યુરિયન દેખાવમાં ફણસ જેવું લાગે છે
ડ્યુરિયન દેખાવમાં ફણસ જેવું લાગે છે

ડ્યુરિયન ફળ
ફણસ જેવું લાગતું ડ્યુરિયન ફળ ખાસ પ્રકારના સ્વાદ અને પોષક તત્વો માટે જાણીતું છે. આ ફળ મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં જોવા મળે છે. સાઉથ એશિયામાં તેને 'કિંગ્સ ઓફ ફ્રુટ્સ' કહેવાય છે. તેમાં વિટામિન C, ફોલિક એસિડ, વિટામિન-B, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...