• Home
  • Lifestyle
  • Health
  • Scientists have created a new device, now within half an hour it will know that the cause of the infection in the body is bacteria

ડિવાઇસ / વૈજ્ઞાનિકોએ નવી ડિવાઇસ બનાવી, હવે અડધો કલાકની અંદર ખબર પડી જશે કે શરીરમાં ચેપનું કારણ બેક્ટેરિયા છે કે નહીં

Scientists have created a new device, now within half an hour it will know that the cause of the infection in the body is bacteria

divyabhaskar.com

May 12, 2019, 04:51 PM IST

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે જ્યારે કોઈ ચેપ લાગ્યો હોય ત્યારે ડોક્ટર એન્ટિબાયોટીક્સ આપે છે. શરીરમાં ખરેખર થયું શું છે તે શોધવામાં ત્રણથી પાંચ દિવસ લાગી જાય છે. તેથી ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આવે ત્યાં સુધી દર્દીએ એન્ટિબાયોટિક્સ જ ખાવી પડે છે. એવામાં જો ચેપનું કારણ બેક્ટેરિયા નથી તો દર્દી ઓવર પ્રિસ્ક્રિપ્શનનો શિકાર બને છે. કારણ વગર એન્ટિબાયોટિકનો વપરાશ શરીરને નુકસાન પહોંચાડે છે.


હવે વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો ઉકેલ શોધવા તરફ એક મોટું પગલું લીધું છે. તેમણે એક એવી ડિવાઇસ બનાવી છે જેની મદદથી થોડી જ મિનિટમાં ખબર પડી જશે કે ચેપનું કારણ બેક્ટેરિયા છે કે નહીં.


અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ઉપકરણ વિકસાવ્યું છે. આ ડિવાઇસ વિશે નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અભ્યાસ સાથે સંકળાયેલ પ્રોફેસર પાક કિન વોંગે જણાવ્યું કે, 'અત્યારે અમે ઘણીવાર બેક્ટેરિયાનો ચેપ ન હોય તો પણ દર્દીને એન્ટિબાયટિક્સ આપી દઇએ છીએ. તેને ઓવર પ્રિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. અમે ઘણા સમયથી આ દિશામાં સંશોધનનો પ્રયાસ કરી રહ્યા હતા કે શું આવું શક્ય છે કે થોડી જ મિનિટોમાં ખબર પડી જાય કે ચેપનું કારણ બેક્ટેરિયા છે કે નહીં? આ ડિવાઇસના સંશોધન બાદ અડધો કલાકની અંદર એ શોધવું સરળ બનશે કે સેમ્પલમાં બેક્ટેરિયા છે કે નહીં. આનાથી એ નક્કી કરવું સરળ બનશે કે દર્દીને કઈ દવાની જરૂર છે.'


અત્યારે આ પ્રકારની તપાસમાં ત્રણથી પાંચ દિવસ લાગે છે. પ્રોફેસર વોંગે વધુ માહિતી આપતાં કહ્યું કે તેમની ટીમે આ ડિવાઇસ માટે પેટન્ટનો દાવો કર્યો છે. આગામી દિવસોમાં આ ડિવાઇસ એવી રીતે બનાવવામાં આવશે જેથી તેનો ઉપયોગ હોસ્પિટલોમાં સરળતાથી થઈ શકે. તેમણે આ ઉપકરણને આગામી 3 વર્ષમાં લોન્ચ કરવાની આશા રાખી છે.


ડિવાઇસ આ રીતે કામ કરે છે
આ ઉપકરણમાં માઇક્રો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી તે એક જ બેક્ટેરિયા સેલને અલગ કરવાની ક્ષમતા ધરાવે છે, જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સરળતાથી તપાસી શકાય છે. આની મદદથી એ પણ જાણી શકશે કે બેક્ટેરિયાનું કદ ગોળ છે, લાકડી જેવું સીધું છે કે પછી વક્ર છે. જોકે, પ્રોફેસર વોંગે કહ્યું કે આ ડિવાઇસથી ફક્ત આ બેક્ટેરિયા હોવાનું તપાસી શકાશે. પરંતુ બેક્ટેરિયાનો પ્રકાર શોધી શકાશે નહીં. હવે વૈજ્ઞાનિકો આ દિશામાં કામ કરી રહ્યા છે, જેથી બેક્ટેરિયાનો પ્રકાર પણ શોધી શકાય.

X
Scientists have created a new device, now within half an hour it will know that the cause of the infection in the body is bacteria
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી