સો. મીડિયા પર વાઈરલ:વૈજ્ઞાનિકોએ જ્વાળામુખીના ગરમ લાવા પર હોટડોગ ગ્રિલ કરીને ખાધું

એક વર્ષ પહેલા
  • વૈજ્ઞાનિકોને ભૂખ લાગી હોવાથી તેઓ પોતાની સાથે લાવેલા બન અને ચિકન સોસેજને ગરમ લાવા પર જ ગ્રીલ કર્યું.
  • જ્વાળામુખી પર તેને ગ્રિલ કરવાની વૈજ્ઞાનિકોએ નવી રીત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે

આઈસલેન્ડમાં 6000 વર્ષ શાંત રહ્યા બાદ એક જ્વાળામુખી ફાટ્યો. તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. તે સિવાય કેટલાક વૈજ્ઞાનિકોની ટીમ પણ અહીં હાજર છે, જે લાવા અને જ્વાળામુખી પર રિસર્ચ કરી રહી છે. જે જ્વાળામુખી ફાટવાના કારણ શોધી રહી છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને ભૂખ લાગી. તેઓ પોતાની સાથે બન અને ચિકન સોસેજ લાવ્યા હતા. સોસેજને ગરમ લાવા પર જ ગ્રિલ કર્યો. તેને હોટડોગ બનમાં લગાવ્યો અને ટોમેટો સોસની સાથે ખાવા લાગ્યા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
હવે વૈજ્ઞાનિકોની આ ટીમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ હોટડોગ બનાવવા માટે જે રેસિપી અપનાવી છે, તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હંમેશાં હોટડોગના સ્ટફિંગ માટે સોસેજને ગ્રિલ કરવામાં આવે છે પરંતુ જ્વાળામુખી પર તેને ગ્રિલ કરવાની વૈજ્ઞાનિકોએ નવી રીત શોધી કાઢી.

આઈસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા માઉન્ટ ફેગ્રેડલ્સફઝલમાં પહેલો વિસ્ફોટ ચાર દિવસ પહેલા થયો હતો. ત્યારથી સતત આ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવી રહ્યો છે. આ જ્વાળામુખી રેકઝાવિકથી શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર છે. માઉન્ટ ફેગ્રેડલ્સફઝલની જ્વાળામુખી ફાટવાના કારણે 1640 ફૂટ ઉંચા લાવાની આકૃતિ બની ગઈ છે. આ જ્વાળામુખીને છેલ્લા 4 દિવસમાં 1 કરોડ વર્ગ ફૂટ લાવા બહાર આવ્યો છે. ઘણી વખત તો લાવાના ફૂવારા 300 ફૂટની ઉંચાઈ સુધી જાય છે.

આઈસલેન્ડ યુનિવર્સિટીના જિયોફિઝિસ્ટ પ્રોફેસર મેગ્નસ તુમી ગડમુંડસ્સને જણાવ્યું કે, આ જ્વાળામુખી અત્યારે ફાટી રહ્યો છે. થઈ શકે છે કે, તે એક દિવસમાં બંધ થઈ જાય અથવા એક મહિના સુધી આવી રીતે ફાટતો રહે. વર્ષ 2010 બાદ આઈસલેન્ડમાં આ પ્રકારની પહેલી ઘટના છે.

2019થી ભૂકંપની ગતિવિધિ અચાનક બંધ ગઈ
વર્ષ 2014થી લઈને અત્યાર સુધી આઈસલેન્ડમાં દર વર્ષે 1000થી 3000 ભૂકંપ આવ્યા છે. પરંતુ ડિસેમ્બર 2019થી ભૂકંપની ગતિવિધિ અચાનક બંધ ગઈ છે. તેનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. માત્ર ગત સપ્તાહમાં જ આઈસલેન્ડમાં 18 હજાર ભૂકંપ આવ્યા છે. જેમાંથી રવિવારે 3000 ભૂકંપ આવ્યા. તેમાં 400 ભૂકંપ તે વિસ્તારમાં આવ્યા છે જ્યાં માઉન્ટ ફેગ્રેડલ્સફઝલમાં વિસ્ફોટ થઈ રહ્યો છે.