તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાય પ્લાસ્ટિક પચાવી શકે છે:ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિકોએ ગાયના પેટમાં એવા બેક્ટેરિયાનો સમૂહ શોધી કાઢ્યો જે 3 પ્રકારના પ્લાસ્ટિકને પચાવવાની તાકાત રાખે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રિયાની યુનિવર્સિટી ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ લાઈફ સાયન્સિસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો
  • લેબમાં કરેલાં રિસર્ચ પ્રમાણે, ગાયના પેટમાં રહેલા બેક્ટેરિયા 3 પ્રકારના પ્લાસ્ટિક પચાવી શકે છે

ગાય પ્લાસ્ટિક પચાવી શકે છે જી હા, વૈજ્ઞાનિકોએ ગાયના પેટમાં એવા બેક્ટેરિયાના સમૂહની ઓળખ કરી છે જે પ્લાસ્ટિક પચાવી શકે છે. આ બેક્ટેરિયા પેટમાં પહોંચતા પ્લાસ્ટિકને ટુકડાઓમાં તોડી તેને પચાવી લે છે. આ દાવો ઓસ્ટ્રિયાની યુનિવર્સિટી ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ લાઈફ સાયન્સિસના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગાયના રૂમેન રેટિકુલમમાં એવા બેક્ટેરિયાઓનો સમૂહ જોવા મળે છે જે ભોજન પચાવવાનું કામ કરે છે. રૂમેન રેટિકુલમ ગાયના પાચનતંત્રનો એક ભાગ હોય છે.

આ પ્રકારના પ્લાસ્ટિક પચાવવાની તાકાત ધરાવે છે બેક્ટેરિયા
સંશોધનકર્તાઓએ 3 પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. પ્રથમ પોલિથિલીન ટેરાપ્થેલેટ હતું. આ એક સિન્થેટિક પોલીમર છે જેનો ઉપયોગ પેકેજિંગ અને ટેક્સ્ટાઈલ ઈન્ડ્સ્ટ્રીમાં કરવામાં આવે છે.

બીજું પોલીબ્યુટિલીન એડિપેટ ટેરેપ્થેલેટ. તેનો ઉપયોગ પ્લાસ્ટિક બેગ બનાવવામાં કરવામાં આવે છે અને ત્રીજું પોલીથિલીન ફ્યુરાનોએટ હતું.

આ બેક્ટેરિયા અનેક એન્ઝાયમ્સનો પ્રયોગ કરે છે
વૈજ્ઞાનિકોએ સ્લોટરહાઉસમાંથી રુમેનનું લિક્વિડ લઈ 3 પ્રકારના પ્લાસ્ટિક પર પ્રયોગ કરી એ સમજવાનો પ્રયાસ કર્યો કે, કેટલી હદે લિક્વિડમાં રહેલા બેક્ટેરિયા પ્લાસ્ટિકને ઓગાળી શકે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, આ બેક્ટેરિયા ત્રણેય પ્રકારના પ્લાસ્ટિકને તોડવા માટે સમર્થ હતા.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગાયના પેટમાં રહેલા જીવાણુ ખાસ પ્રકારના એન્ઝાયમ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે તે પ્લાસ્ટિક તોડવા માટે અસરકારક છે.

વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ હજુ લેબમાં નાના પાયે કર્યું છે. તેમનું માનવું છે કે હવે મોટા પાયે રિસર્ચ કરવામાં આવશે જેથી એ માલુમ કરી શકાય કે આ જીવાણુ કેટલા ઈકોફ્રેન્ડલી છે.