• Gujarati News
  • Lifestyle
  • Scientists Develop 'pellet' Implant To Prevent Cataracts, Reduce Calcium In The Eyes, Reduce Risk Of Surgery

આશાનું કિરણ:મોતિયો રોકવા માટે વૈજ્ઞાનિકોએ 'પેલેટ' ઈમ્પ્લાન્ટ ડેવલપ કર્યું, આંખોમાં તે કેલ્શિયમ ઘટાડી સર્જરીનું જોખમ ઓછું કરશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સે આ નવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું

મોતિયો રોકવા માટે વૈજ્ઞાનિકોએ એક 'પેલેટ' ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે. મોતિયો થયા પછી આ ઈમ્પ્લાન્ટ તેને રોકવા નથી દેતું અને સર્જરી વગર તે સારવારમાં મદદ કરે છે. આ ઈમ્પ્લાન્ટ આંખમાં કેલ્શિયમનું લેવલ વધતાં રોકે છે. આ ઈમ્પ્લાન્ટ કેટલું અસરકારક છે તે ચકાસવા માટે તેનું ક્લિનિકલ ટ્રાયલ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં તેનું હ્યુમન ટ્રાયલ શરૂ થયું છે.

વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટ ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. કારણ કે વૃદ્ધોમાં મોતિયો સામાન્ય બીમારી બનતી જઈ રહી છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે મોતિયાના 3.50 લાખ ઓપરેશન કરવામાં આવે છે. 65 વર્ષની ઉંમરમાં દર 3માંથી 1 વ્યક્તિની એક અથવા બંને આંખમાં મોતિયો થાય છે.

મોતિયાનું કારણ
આંખો પર સફેદ આવરણ બની જાય તે સ્થિતિનો મોતિયો થયો છે તેમ કહેવાય છે. આમ થવા પર વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે છે. દર્દીને હરવા ફરવામાં પણ સમસ્યા થાય છે. જો સમય પર તેની સારવાર ન થાય તો દર્દીની કાયમ માટે આંખો જતી રહે છે.

સામાન્ય રીતે મોતિયો વડીલોનો થાય છે. વધતી ઉંમરે ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવા પર તેનું વધારે જોખમ રહે છે.

વધતી ઉંમરે શરીરમાં એન્ટિઓક્સીડન્ટ્સની ઉણપ થાય છે. પરિણામે ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધવાથી કીકીના ટિશ્યૂ ડેમેજ થવા લાગે છે અને તેની આસપાસ કેલ્શિયમ જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં તમામ દર્દીને ધૂંધળું દેખાવા લાગે છે. તેની સારવાર તરીકે 30 મિનિટની સર્જરી કરવામાં આવે છે. સર્જરીમાં આંખમાં નાનો ચીરો પાડી જૂની કીકી હટાવી નવી કીકી લગાવવામાં આવે છે.

નવું ઈમ્પ્લાન્ટ કેવી રીતે કામ કરશે
અમેરિકાની ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સે નવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે. ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. કંપનીનો દાવો છે કે આ ઈમ્પ્લાન્ટની મદદથી સર્જરી રોકી શકાય છે. કંપનીનું કહેવું છે કે, એન્ટિઓક્સીડન્ટ્સ સહિતનું આ ઈમ્પ્લાન્ટ દર્દીની આંખમાં ઈન્જેક્ટ કરવામા આવે છે. આ ઈમ્પ્લાન્ટ ધીરે ધીરે એન્ટિઓક્સીડન્ટ્સ રિલીઝ કરે છે. આ કેમિકલ મોતિયાની અસર ઓછી કરે છે.

ગંભીર મોતિયો કન્ટ્રોલ કરે છે
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીએ પશુઓ પર આ ઈમ્પ્લાન્ટનો પ્રયોગ કર્યો. રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, આ ઈમ્પ્લાન્ટ ગંભીરથી ગંભીર મોતિયાની અસર ઘટે છે. તેની મદદથી આંખોમાં એન્ટિઓક્સીડન્ટ્સની માત્રા વધે છે. તે પહેલાંની સરખામણીએ કેલ્શિયમની માત્રા 2.5ગણી ઘટાડે છે.

ટ્રાયલ શરૂ થશે
આ ઈમ્પ્લાન્ટનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે. તેનું પ્રથમ હ્યુમન ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. ટ્રાયલમાં 65+ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...