તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Scientists Create Chemicalless Lenses To Reduce Color Blindness, Now It Will Be Easier For Patients To Distinguish Between Red And Green

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રયાસ:કલર બ્લાઇન્ડનેસ ઘટાડવા વૈજ્ઞાનિકોએ કેમિકલલેસ લેન્સ બનાવ્યાં, હવે દર્દીઓને લાલ અને લીલા રંગમાં તફાવત કરવામાં સરળતા રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાતના વૈજ્ઞાનિકોએ મળીને લેન્સ તૈયાર કર્યાં
  • દાવો - લેન્સમાં આવતાં ગોલ્ડ નેનોપાર્ટિકલ્સ લાલ-લીલો રંગ ઓળખવામાં મદદ કરશે

સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ કલર બ્લાઇન્ડનેવાળા દર્દીઓ માટે કોન્ટેક્ટ લેન્સ બનાવ્યાં છે. કલર બ્લાઇન્ડલેસના દર્દીઓ લાલ અને લીલા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. નવા લેન્સ દર્દીને લાલ અને લીલા વચ્ચેનો તફાવત કરવામાં ઘણી હદ સુધી મદદ કરશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેન્સમાં ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લાલ અને લીલો રંગ ઓળખવામાં મદદ કરે છે.

ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે
અબુધાબીની ખલીફા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયર અહેમદ સાલિહ કહે છે કે, કલર બ્લાઇન્ડનેસવાળા દર્દીઓ લાલ-ગ્લાસના ચશ્મા પહેરે છે. જેથી, તેમને કલર થોડા અંશે સ્વચ્છ દેખાય. આ રોગની કોઈ સારવાર ન હોવાને કારણે આ લેન્સ અસરકારક સાબિત થઈ શકે છે. તેને સરળતાથી આંખમાં પહેરી શકાય છે.

કલર બ્લાઇન્ડનેસ એટલે શું?
કલર બ્લાઇન્ડનેસવાળા દર્દીઓમાં આ સમસ્યા જન્મજાત છે. જે પેઢી દર પેઢી પરિવારના સભ્યોને થઈ શકે છે. તેના કિસ્સા 8% પુરુષોમાં અને 0.5% કેસ મહિલાઓમાં જોવા મળે છે. હજી સુધી આ રોગની કોઈ સારવાર શોધી શકાઈ નથી.

લેન્સમાં નુકસાન ન પહોંચાડનારા કેમિકલ્સ
ACS નેનો જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, આંખોને નુકસાન પહોંચાડતા કોઈપણ કેમિકલનો ઉપયોગ આ લેન્સમાં કરવામાં આવ્યો નથી. તેમાં મિક્સ ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નોનટોક્સિક છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો