તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાયન્સ ફોર સેવિંગ:40 વર્ષ જૂના DNA સેમ્પલથી જંગલી ઘોડાની વિલુપ્ત પ્રજાતિ ફરી વિકસિત કરવામાં આવી, તેનું નામ કર્ટ રાખ્યું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1975માં જન્મેલા આ પ્રજાતિના ઘોડાનું વર્ષ 1980માં DNA સેમ્પલ લેવામાં આવ્યું હતું
  • સરોગસીની મદદથી આ સેમ્પલથી નવા ઘોડાનો જન્મ થયો, દુનિયાભરમાં આ પ્રજાતિના 2 હજારથી ઓછા ઘોડા છે

વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત 40 વર્ષ જૂના DNAથી પ્રજેવાલ્સકી પ્રજાતિનો ઘોડો તૈયાર કર્યો છે. તેનું નામ કર્ટ રાખવામાં આવ્યું છે. આ જંગલી ઘોડાની છેલ્લી પ્રજાતિ છે. કર્ટનો જન્મ સરોગસી ટેક્નિકની મદદથી 6 ઓગસ્ટે ટેક્સાસના ટિમ્બર ક્રિક વેટરનરીમાં થયો છે. પ્રજેવાલ્સકી વિલુપ્તિના આરે રહેલી પ્રજાતિ છે. કર્ટના પૂર્વજ કૂપરોવૉઈસનું DNA સેમ્પલ વર્ષ 1980માં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું.

1969માં જંગલોમાં આ પ્રજાતિ જોવા મળતી હતી
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કર્ટ તેની પ્રજાતિના વિકાસમાં મદદ કરશે અને તેની જિનેટિક ડાયવર્સિટીને વેગ મળશે. આશરે 40 વર્ષ પહેલાં આ પ્રજાતિના ઘોડા પ્રાણીસંગ્રહાલય અને વાઈલ્ડ લાઈફ પાર્કમાં જોવા મળતા હતા. દુનિયાભરમાં આ પ્રજાતિના 2 હજારથી પણ ઓછા ઘોડા છે. આ પ્રજાતિના ઘોડાને જંગલોમાં છેલ્લે વર્ષ 1969માં જોવાયા હતા.

કર્ટના પૂર્વજનો બ્રિટનમાં જન્મ થયો અને અમેરિકામાં ઉછેર થયો
કર્ટના જન્મ માટે સેનડિઆગો ઝૂ ગ્લોબલે રિવાઈવ એન્ડ રિસ્ટોર સંસ્થા સાથે મળી પ્રયોગ કર્યો. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, કર્ટના પૂર્વજનો જન્મ 1975માં બ્રિટનમાં થયો હતો. ત્યારબાદ 1978માં અમેરિકામાં તેનું ટ્રાન્સફર થયું હતું. વર્ષ 1998માં તેનાં મૃત્યુ પહેલાં DNA સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેને સેનડિઆગો ઝૂ ગ્લોબલ ફ્રોઝન ઝૂમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું.

કર્ટ તેની સરોગેટ માતા સાથે
કર્ટ તેની સરોગેટ માતા સાથે

ક્લોનિંગ પદ્ધતિથી પ્રજાતિ વિકસાવી
રિવાઈલ એન્ડ રિસ્ટોર સંસ્થાના ડાયરેક્ટર રેયાન ફેલાન જણાવે છે કે, જે એડવાન્સ રિપ્રોડક્ટિવ ટેક્નિક ક્લોનિંગથી કર્ટનો જન્મ થયો છે તેની મદદથી વિલુપ્તિના આરે રહેલી પ્રજાતિઓને બચાવી શકાય છે. તેમના સૌથી નજીકના પૂર્વજની મદદથી પ્રજાતિ વિકસાવી શકાય છે.

પોતાની પ્રજાતિ બચાવવાની જવાબદારી કર્ટ પર
ચીફ સાયન્સ ઓફિસર શૉન વાલ્કરના જણાવ્યા અનુસાર, કર્ટ સ્વસ્થ છે અને તેની સરોગેટ મધરથી દૂધ મળી રહે છે. જ્યારે કર્ટ મોટો થશે ત્યારે તેને સેનડિઆગો ઝૂ સફારીમાં મોકલવામાં આવશે. તેને બ્રિડિંગ પ્રોગ્રામમાં સામેલ કરી આ પ્રજાતિના અન્ય ઘોડાનો જન્મ કરાવી શકાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો