• Gujarati News
  • Lifestyle
  • Scientist And Entomologist Perran Ross Deliberately Feeds Himself To Thousands Of Mosquitoes In Quest To Find A Cure For Diseases

ક્રેઝીનેસ ફોર રિસર્ચ:ડેન્ગ્યુ પર રિસર્ચ કરવા માટે દરરોજ 5 હજાર મચ્છરોને પોતાના હાથ પર કરડાવે છે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પેરન, દાવો- આ મચ્છર ડેન્ગ્યુ રોકશે તેથી ફીડિંગ કરાવી તેમની સંખ્યા વધારે છે

એક વર્ષ પહેલા
  • વોલ્બાચિયા બેક્ટેરિયાથી સંક્રમિત આ માદા મચ્છરોમાં ડેન્ગ્યુનો વાઈરસ ઉત્પન્ન થતો નથી
  • બ્લડ ફીડિંગ કરાવી મચ્છરોની સંખ્યા વધારવામાં આવે છે તેથી તેમને બહાર છોડી ડેન્ગ્યુ રોકી શકાશે

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પેરન રૉસ ડેન્ગ્યુ પર રિસર્ચ કરી રહ્યા છે. પેરન ડેન્ગ્યુ વિરુદ્ધ રિસર્ચ કરવા માટે આશરે 5 હજાર મચ્છરોને તેમના હાથ પર કરડાવે છે. પેરનના જણાવ્યા પ્રમાણે, માણસોને કરડવા અને બીમારી ફેલાવાનું કામ માદા મચ્છર કરે છે. તેમને કન્ટ્રોલ કરી ડેન્ગ્યુ જેવી બીમારી રોકી શકાય છે.

ડેન્ગ્યુને રોકવા માટેની તૈયારી
પેરને મચ્છરોના ઈંડાંમાં વોલ્બાચિયા બેક્ટેરિયા ઈન્જેક્ટ કર્યા. તેઓ જણાવે છે કે, આ બેક્ટેરિયાથી સંક્રમિત માદા મચ્છરો ડેન્ગ્યુ ફેલાવા માટે સક્ષમ રહેતા નથી. ડેન્ગ્યુનો વાઈરસ પોતાની સંખ્યા વધારી શકતા નથી. તેથી આ મચ્છરોના કરડવા પર ડેન્ગ્યુ થતો નથી.

પ્રયોગશાળામાં પ્રજનન કરાવે છે
પેરન જણાવે છે કે બેક્ટેરિયાથી સંક્રમિત આ એડિઝ એજિપ્ટી માદા મચ્છરોનું લેબમાં પ્રજનન કરાવવામાં આવે છે. તેમની સંખ્યા વધારવામાં આવે છે. જ્યારે તેઓ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે, ત્યારે આ જ મચ્છરોથી તેઓ પોતાને કરડાવે છે. તેથી માલુમ કરી શકાય કે આ મચ્છરો ડેન્ગ્યુ રોકવા માટે સક્ષમ છે કે કેમ.

એક વારમાં 250 માદા મચ્છરો લોહી ચૂસે છે
પેરનના જણાવ્યા પ્રમાણે, એક વાારમાં 250 માદા મચ્છરોને લોહી પિવડાવે છે. ફીડિંગ કરાવ્યા બાદ તે મચ્છરોને અન્ય સમૂહમાં ટ્રાન્સફર કરી દે છે. 1થી 2 કલાકમાં હજારો મચ્છર હાથ પર બેસે છે.

ઈન્ડોનેશિયામાં પણ આવો એક પ્રયોગ થયો
ઈન્ડોનેશિયામાં ડેન્ગ્યુના કેસ ઘટાડવા માટે આ જ પ્રયોગ કરવામાં આવ્યો હતો. મચ્છરોમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ઈન્જેક્ટ કરવામાં આવ્યા હતા, જે ડેન્ગ્યુનો વાઈરસ ફેલાવતા અટકાવે છે. ત્યારબાદ આ મચ્છરોને બહાર છોડવામાં આવ્યા હતા. રિસર્ચમાં સામે આવ્યું કે, ડેન્ગ્યુના કેસમાં 77%નો ઘટાડો થયો.

ડેન્ગ્યુનો વાઈરસ સંક્રમણ બાદ તાવ અને શરીરમાં દુખાવાનું કારણ બને છે. WHOના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુનો વાઈરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરે છે અને 25 હજાર લોકો મૃત્યુ પામે છે.

વર્લ્ડ મસ્કિટો પ્રોગ્રામના ડાયરેક્ટર સ્કોટ ઓ'નિલ કહે છે કે, અમારી પાસે એ વાતનું પ્રમાણ છે કે વોલ્બાચિયા બેક્ટેરિયાથી ડેન્ગ્યુનો નાશ કરવાની રીત સૌથી સુરક્ષિત છે
વર્લ્ડ મસ્કિટો પ્રોગ્રામના ડાયરેક્ટર સ્કોટ ઓ'નિલ કહે છે કે, અમારી પાસે એ વાતનું પ્રમાણ છે કે વોલ્બાચિયા બેક્ટેરિયાથી ડેન્ગ્યુનો નાશ કરવાની રીત સૌથી સુરક્ષિત છે

50 વર્ષમાં ડેન્ગ્યુના 30 ગણા કેસ વધ્યા
WHOના જણાવ્યા પ્રમાણે, 50 વર્ષમાં ડેન્ગ્યુના 30 ગણા કેસ વધ્યા છે. તેને કન્ટ્રોલ કરવા માટે વોલ્બાચિયા બેક્ટેરિયાને પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાના મચ્છરોમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ પ્રયોગ 2018માં થયો હતો, પરંતુ સામાન્ય ક્ષેત્ર અને જ્યાં આ મચ્છરો છોડવામાં આવ્યા હતા તેની સરખામણી કરવામાં આવી નહોતી. તેથી પ્રયોગથી જોડાયેલા ડેટા સામે આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...