તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Schools Of Uttar Pradesh Will Set Up Sanskar Pathshala, Education Will Be Imparted To Children For Saving Sanskars For Free

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પહેલ:ઉત્તર પ્રદેશમાં 5 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર પાઠશાળા ચાલુ થશે, બાળકોને સંસ્કૃત શીખવાડવામાં આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સંસ્કાર પાઠશાળામાં ગામના 10 ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ ભણાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે
  • કોઈ સ્કૂલ કે આંગણવાડી નહિ પરંતુ મંદિર કે પંચાયતમાં બાળકોને ભણાવશે

બાળકોના વિચારમાં આવી રહેલા ચેન્જને જોઇને માતા-પિતાને ચિંતા થઈ રહી છે કે ક્યાંક બાળકો સંસ્કારોથી દૂર ના થઈ જાય. વડીલોનું સન્માન કરવું, તેમને નમસ્કાર કે ચરણસ્પર્શ કરવા એ ભારતીય સંસ્કારનો એક ભાગ છે. આ સંસ્કારોને સંભાળી રાખવા ઉત્તર પ્રદેશની સંસ્કાર પાઠશાળાએ એક નવી પહેલ શરુ કરી છે. લખનૌની સાથે ગ્રામ પંચાયતમાં પણ બાળકોને સંસ્કાર અમે સંસ્કૃતિનું શિક્ષણ આપવા માટે અલગથી સ્કૂલ ચાલુ કરવામાં આવશે. અંગ્રેજી અને સંસ્કૃત બોલતા શીખવાડવામાં આવશે. માતા-પિતા અને વડીલોને ચરણ સ્પર્શ અને ધરતીમાતાને પ્રણામ કરવા જેવા અન્ય સંસ્કારો પણ આપવામાં આવશે.

આ પહેલ હેઠળ 5 ધોરણ સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવશે. તેમને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણવાનો મોકો મળશે. સંસ્કૃતમાં શ્લોક શીખવાડવામાં આવશે. આ માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ સંસ્કાર પાઠશાળામાં ગામના 10 ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ ભણાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષણ માટે કોઈ સ્કૂલ કે આંગણવાડીની જરૂર નહિ પડે પરંતુ મંદિર કે પંચાયતમાં બાળકોને ભણાવી શકાશે. સંસ્કાર પાઠશાળા 2 કલાક સુધી ચાલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો