તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Every Day A Teacher Walks To School And His Staff Gives Him A Car As A GiftSchool Staff Chips In To Buy A Car For A Colleague Who Walked To School Everyday

મૂલ્યવાન ભેટ:રોજ સ્કૂલે ચાલીને આવતા ટીચરને તેના સ્ટાફે કાર ગિફટ કરી, ખુશીથી ઉછળતા શિક્ષકનો વીડિયો લાખો લોકોએ જોયો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેગ જ્હોન્સને કહ્યું, ‘મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આવી ગિફ્ટ મળશે’

દુનિયામાં સ્વાર્થી લોકોની ભરમાર છે તો સામે બીજાને મદદ કરીને આગળ વધતા લોકો પણ છે. અમેરિકામાં રોજ ચાલીને સ્કૂલે આવતા ટીચરને સ્ટાફે સરપ્રાઈઝ આપી. ગિફ્ટમાં કાર જોઈને શિક્ષક ખુશ થઇ ગયો હતો. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલી ક્લિપને અત્યાર સુધી લખો લોકોએ જોઈ છે.

ટ્રાવેલિંગ માટે રૂપિયા નહોતા
જ્યોર્જિયામાં આવેલી યુનિટી એલિમેન્ટ્રી સ્કૂલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેદ્ર બની છે. સ્કૂલના સ્ટાફે તેમના સહકર્મચારી ક્રેગ જ્હોન્સનની સ્ટ્રગલ લાઈફ જોઈ. આ ટીચરની પરિસ્થિતિ સામાન્ય હોવાને લીધે રોજ ચાલતો આવતો હતો. ટ્રાવેલિંગ માટે તેની પાસે રૂપિયા ના હોવાથી તે ચાલતો આવતો અને ઘરે પણ ચાલતો જતો હતો.

‘આ અત્યાર સુધીની બેસ્ટ ગિફ્ટ છે’
સ્કૂલ સ્ટાફે રૂપિયા ભેગા કરીને ક્રેગ માટે કાર ખરીદી અને તેને પાર્કિંગ એરિયામાં પાર્ક કરી. ક્રેગ આ સરપ્રાઈઝ જોઈને ખુશીથી ગાંડો થઇ ગયો હતો. તેણે કહ્યું, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આવી ગિફ્ટ મળશે. આ મારા માટે અત્યાર સુધીની બેસ્ટ ગિફ્ટ છે. વાઇરલ વીડિયોમાં ક્રેગની ખુશી જોઈ શકાય છે.

યુઝર્સે કમેન્ટનો ઢગલો કર્યોઆ વીડિયોને અત્યાર સુધી 17 લાખ લોકોએ જોયો છે. એક યુઝરે કમેન્ટ કરી કે, આવા સહકર્મચારી બધાને મળવા જોઈએ. અન્ય યુઝરે લખ્યું, આ ભગવાનની ગિફ્ટ છે. બીજા યુઝરે લખ્યું, શિક્ષકની ખુશી જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા.

અન્ય સમાચારો પણ છે...