રેલવે / વડોદરામાં બ્લોકને પગલે શનિ-રવિ 11 ટ્રેન રદ, 4 ટૂંકાવાઇ

Saturdays 11 trains canceled due to block in Vadodara, 4 shortened
X
Saturdays 11 trains canceled due to block in Vadodara, 4 shortened

 • વડોદરા સ્ટેશને સાત પ્લેટફોર્મ હોવા છતાં એક પણ ટ્રેન સેટ ન કરાતા મુસાફરોમાં રોષ 
 • ગરીબો અને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરે છે તેવી જ ટ્રેનો રદ 
 • 11 ટ્રેન રદ થતાં અંદાજે 25 હજાર મુસાફરો રઝળી પડશે

Divyabhaskar.com

May 25, 2019, 08:50 AM IST

ટ્રાવેલ ડેસ્ક.વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં-1 પર સીસીએપ્રોનનું સમારકામ હોવાને પગલે શનિવાર અને રવિવારે 11 ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેનને પીલોલ સહિત અન્ય સ્ટેશનો ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પેસેન્જર એસો.ના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ જણાંવ્યુ હતું કે, આ ટ્રેન બાજવાથી કે વડોદરાના અન્ય પ્લેટફોમ પરથી ઓપરેટ કરવી જોઇએ જેથી અપડાઉન કરનાર અને ગરીબ વર્ગને હેરાન થવુ ન પડે. 11 ટ્રેન રદ થતા અંદાજે રોજ 25 હજાર મુસાફરોને પરેશાની થશે. 

અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી સહિતની ટ્રેનો રદ

 • વડોદરા - અમદાવાદ ઇન્ટર્સિટી 
 •  અમદાવાદ-વડોદરા ઇન્ટર્સિટી 
 •  વડોદરા -કઠાણા પેસેન્જર (શનિ-રવિ ) 
 •  કઠાણા -વડોદરા પેસેન્જર (રવિ -સોમ ) 
 •  આણંદ-ભરૂચ મેમુ (શનિવારે) 
 •  ભરૂચ -આણંદ મેમુ ( રવિવારે ) 
 •  વડોદરા -છોટાઉદેપુર ડેમુ ( શનિ-રવિ ) 
 •  છોટાઉદેપુર -વડોદરા ( શનિ-રવિ) 
 •  આણંદ-વડોદરા મેમુ (રવિ-સોમ) 
 •  વડોદરા -સુરત મેમુ (રવિ -સોમ) 
 •  સુરત-વડોદરા મેમુ (શનિ-રવિ) 
2. આંશિક રદ ટ્રેનો
 • કોટા -વડોદરા પેસેન્જર પીલોલ પાસે 
 • વડોદરા -કોટા પેસેન્જર પીલોલ પાસે 
 • મુંબઇ -અમદાવાદ પેસેન્જર ભરૂચ અમદાવાદ વચ્ચે 
 • અમદાવાદ -મુંબઇ પેસેન્જર અમદાવાદ ભરૂચ વચ્ચે 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી