તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sarah Robbins, 52, Wearing The Same Dress For 100 Days, Conveying The Message Of Being Happy In A Limited Means And Living A Life Of Simplicity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

100 ડે ચેલેન્જ:52 વર્ષીય સારા રોબિન્સે 100 દિવસ સુધી એકનો એક ડ્રેસ પહેર્યો, લોકોને સાદગીભર્યું જીવન અને સીમિત સાધનોમાં ખુશ રહેવાનો મેસેજ આપ્યો

12 દિવસ પહેલા

સારા રોબિન્સે બ્રાંડ વૂલના કપડાં પહેરીને 100 ડે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું. આ ચેલેન્જમાં ભાગ લેતા લોકોને 100 દિવસ સુધી એક જ ડ્રેસ પહેરવો પડે છે. જો કે, આ ડ્રેસ ધોઈ શકીએ છીએ. બ્રાંડની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, આ ચેલેન્જનો હેતુ સીમિત વસ્તુઓમાં ખુશ રહેવા પ્રેરિત કરવાનો છે.

સારાએ આ ચેલેન્જ સ્વીકારી પ્રથમ દિવસે જ ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસનો ફોટો પોસ્ટ કરવાનો શરુ કર્યો હતો. ત્રણ મહિનાથી વધારે સમય સુધી તેણે કાળા રંગના મેરીનો ઊનમાંથી બનેલો ડ્રેસ પહેર્યો. આ ડ્રેસ તેણે ચર્ચમાં પહેર્યો તો વોક દરમિયાન ક્રિસમસ પર પણ પહેર્યો. સુંદર ડ્રેસ પર સારાએ રંગીન જેકેટમ સ્કાર્ફ અને સ્કર્ટ પણ પહેર્યું. તેણે ડ્રેસથી પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ પણ દેખાડી.

આપણે બધાએ પણ અલગ-અલગ એસેસરિઝ સાથે એક જ ડ્રેસને કઈ રોતે ટીમઅપ કરી શકીએ છીએ તે શીખવા જેવું છે. ડ્રેસની સાથે વિન્ટેજ સ્વેટર પહેરીને લુકમાં ચાર ચાંદ પણ લગાવ્યા. એક યુઝરે લખ્યું, તમે આ ચેલેન્જને સારી રીતે પૂરું કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser