તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Sanjana, A 29 Year Old Indian American Bride, Wore A Pantsuit As A Wedding Dress, Believing It To Be Proof Of Her Powerful

હટકે દુલ્હન:29 વર્ષીય ઇન્ડિયન અમેરિકન સંજનાએ લગ્નમાં પેન્ટસૂટ પહેર્યો, આ કપડાંમાં તેને પાવરફુલ હોવાનો અનુભવ થાય છે

8 મહિનો પહેલા

લગ્નની વાત આવે તો તરત જ સુંદર સાડી કે ચણ્યાચોલીમાં તૈયાર થયેલી દુલ્હન નજર સામે આવી જાય, પરંતુ 29 વર્ષની આન્ત્રપ્રિન્યોર સંજનાનાં વેડિંગ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે દિલ્હીના ધ્રુવ મહાજન સાથે લગ્ન કરતી વખતે સૂટ-પેન્ટ પહેર્યું હતું. બંને એક વર્ષથી અમેરિકામાં સાથે રહે છે. તેમણે 20 ડિસેમ્બરે દિલ્હીમાં લગ્ન કર્યા પણ તેમના ફોટોઝ હજુ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. દુલ્હન સંજનાએ કહ્યું કે, મહામારીને કારણે મેં જે પ્રકારે લગ્નનું પ્લાનિંગ કર્યું હતું, તે થઇ ના શક્યું.

સંજનાએ પોતાના મેરેજમાં સાડી કે ચણ્યાચોલી નહિ પણ પાઉડર બ્લૂ રંગનો પેન્ટશૂટ પહેર્યો હતો. તેની સાથે મેચિંગ દુપટ્ટો ઓઢીને લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે તેણે સિમ્પલ જ્વેલરી અને લાઈટ મેકઅપ કર્યો હતો. આ કપલે તેમના લગ્ન અમેરિકા અને દિલ્હી એમ બંને જગ્યાએ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ મહામારીને લીધે આ શક્ય ના થયું.

સંજનાનો વેડિંગ ડ્રેસ સોશિયલ મીડિયા પર લોકોને ઘણો ગમી રહ્યો છે. ઘણા ફેશન ડિઝાઈનર્સ અને બોલિવૂડ સેલિબ્રિટીએ તેના લુકના વખાણ કર્યા. તેણે આ સૂટ ઇટાલીના એક બ્યુટિક પાસેથી ખરીદ્યો હતો, તેણે કહ્યું કે, આ પેન્ટ સૂટ ઇટાલિયન ડિઝાઈનરે 1990માં બનાવ્યો હતો. તેને અત્યારના સમયે જોયો ત્યારે મને નવાઈ લાગી હતી. હું આ ડ્રેસ ખરીદીને ઘણી ખુશ છું કારણ કે તેનાથી પાવરફુલ હોવાનો અનુભવ થાય છે.

સંજના અને ધ્રુવના લગ્નમાં માત્ર 11 લોકો સામેલ થયા હતા. મેરેજ ફંક્શન ધ્રુવના ઘરે રાખવામાં આવ્યું હતું. ધ્રુવે કહ્યું કે, સંજનાએ શું પહેર્યું છે મને એ વાતથી કોઈ ફરક પડતો નથી કારણકે મને ખબર છે તે જે પણ પહેરશે તેમાં સુંદર જ લાગશે.

અન્ય સમાચારો પણ છે...