ફિલ્મ 'જનહિત મેં જારી'ના ટીઝર લોન્ચ પછી એક્ટ્રેસ નુસરત ભરૂચાને ટ્રોલ કરવામાં આવી. ફિલ્મમાં નુસરત ભરૂચા કોન્ડોમ વેચનારી મહિલાની ભૂમિકા નિભાવી રહી છે.
નુસરત સામે શું વાંધો પડ્યો?
10 જૂનના રોજ રિલીઝ થનારી નુસરત ભરૂચાની આ ફિલ્મમાં તેનો રોલ સેલ્સ ગર્લનો છે. તેમાં તે કોન્ડોમ વેચતી અને તેના વિશે લોકોને જાગૃત કરતી બતાવવામાં આવી છે. આ ફિલ્મનાં પાત્રો વતી જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેના આ કામ (ફિલ્મ) પર ટ્રોલર્સે વાંધો ઉઠાવ્યો છે. આ રોલ માટે નુસરતને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. કોન્ટ્રાસેપ્શન વિશે જાગૃતિ વધવા છતાં આજે પણ સમાજમાં આ પ્રકારના શબ્દને વર્જિત માનવામાં આવે છે.
કોન્ડોમ આજે પણ વર્જિત
કોન્ડોમ ખરીદવા વિશે 19 વર્ષની યુવતી કવિતા જણાવે છે કે જ્યારે દુકાનદાર સેનેટરી પેડને બ્લેક પોલિથિન અથવા પેપરમાં લપેટીને આપે છે તો આવી સ્થિતિમાં તો હું તેની પાસેથી કોન્ડોમ કેવી રીતે ખરીદું? વર્ષ 2021માં કોન્ડોમોલોજી રિપોર્ટમાં કવિતાએ જણાવ્યું કે, જો તે કોન્ડોમ ખરીદશે, તો તેના પરિવાર અને ઓળખીતા લોકોને તેના વિશે ખબર પડી જશે. રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું કે, પશ્ચિમી દેશોમાં સરળતાથી સુપરમાર્કેટમાંથી કોન્ડોમનું પેક ખરીદી શકાય છે. ભારતમાં 100માંથી 78 લોકો કેમિસ્ટની પાસેથી કોન્ડોમ ખરીદે છે.
કોન્ડોમ શબ્દનો ઉપયોગ કરવામાં કપલને સંકોચ આ શબ્દને માત્ર સમાજમાં વર્જિત તરીકે જોવામાં આવી રહ્યો છે એવું નથી, સ્ટડીમાં જાણવા મળ્યું કે, આજે પણ મોટી સંખ્યામાં મહિલાઓ એવું વિચારે છે કે કોન્ડોમનો ઉપયોગ પાર્ટનરની જવાબદારી છે. એટલે સુધી તે પોતાના પાર્ટનરને કોન્ડોમનો ઉપયોગ કરવા માટે પણ કહી શકતી નથી.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4ની સરખામણીમાં NFHS-5માં મહિલાઓમાં ગર્ભનિરોધક તરીકે કોન્ડોમ વિશે જાગૃતા વધી. NFHS-4માં તે 5.6% હતી, જે NFHS-5માં વધીને 9.5% થઈ ગઈ. જો કે, હજી પણ આ દિશામાં ઘણી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. ક્લાઉડનાઈન હોસ્પિટલની સિનિયર કન્સલ્ટન્ટ રિતુ સેઠી પણ સ્વીકારે છે કે આજે પણ સમાજમાં ગર્ભનિરોધક વિશે ઘણી રૂઢિઓ છે. કોન્ડોમ હોય કે કોન્ટ્રાસેપ્શન તેના વિશે આજે પણ લોકો ખૂલીને વાત નથી કરતા.
ડૉ. રિતુ જણાવે છે કે, મહિલાઓ લેડી ડૉક્ટર સાથે વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે. ઘણી વખત જ્યારે હું મહિલા દર્દીને કોન્ટ્રાસેપ્શન વિશે જણાવતી હોઉ છું તો તે પોતાના પાર્ટનરને એવું કહે છે કે તે તેના વિશે એકલી ચર્ચા કરવા માગે છે કેમ કે તે પોતના પતિની સામે ખચકાટ અનુભવે છે. ફેબ્રુઆરી 2021માં, કોન્ડોમ અલાયન્સે ‘કૌન ડમ્બ હૈ’ ઝુંબેશ શરૂ કરી. આ અભિયાનનો હેતુ યુવાનોને કોન્ડોમના ઉપયોગ અંગે જાગૃત કરવાનો હતો.
મહિલાઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી
લીડિંગ કોન્ડોમ કંપની ‘ડ્યુરેક્સ’ તરફથી ભારતમાં હાથ ધરવામાં આવેલા ગ્લોબલ સેક્સ સર્વેમાં જાણવા મળ્યું કે, 100માંથી 46 લોકો કોન્ડમનો ઉપયોગ એસટીઆઈ/એસટીડી (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ) અને પ્રેગ્નન્સી, બંનેથી બચવા માટે કરે છે. તેમજ 100માંથી 37 લોકો તેનો ઉપયોગ માત્ર ને માત્ર પ્રેગ્નન્સીથી બચવા માટે જ કરે છે. 100માં 13 કોન્ડોમનો ઉપયોગ માત્ર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી બચવા માટે કરે છે.
ડૉ. રિતુ સેઠી જણાવે છે કે ગર્ભનિરોધક વિશે ઓછી જાણકારીના કારણે અનિચ્છનીય ગર્ભ, અનિચ્છનીય ગર્ભપાત અને ખોટી રીતે થતા ગર્ભપાતની સમસ્યા જોવા મળે છે. તેની મહિલાઓના સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. દર્દીએ તેના ડૉક્ટર અને જીવનસાથી સાથે ખૂલીને વાત કરવી જોઈએ, તેનાથી સેપ્ટિક એબોર્શનના કેસમાં ઘટાડો થશે. ભારતમાં અનસેફ એબોર્શનનું પ્રમાણ ઘણું વધારે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.