અમેરિકાની હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકાની એક હોસ્પિટલમાં કામ કરતી 11 સ્ટાફ એક સાથે પ્રેગ્નેન્ટ થયા હતા, જેમાં 10 નર્સ અને 1 ડોક્ટરનો સમાવેશ થયો છે. એક સાથે 11 મેડિકલ સ્ટાફ પૈકી 2 નર્સની ડિલિવરી ડેટ પણ એક સરખી છે.
આ બધી મહિલાઓ જુલાઈથી નવેમ્બર વચ્ચે બાળકોને જન્મ આપશે. એક સાથે 11 મેડિકલ સ્ટાફની મહિલાઓ પ્રેગ્નન્ટ હોય લોકોમાં એવી પણ વાતો થઇ રહી છે કે નક્કી કંઈક પાણીમાં છે. પરંતુ આ બધા મેડિકલ સ્ટાફ અલગ-અલગ પાણીની બોટલ લઈને આવતા હતા.
એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે બધી મહિલાઓ
અહીં જે 10 નર્સ અને 1 ડોક્ટર પ્રેગ્નન્ટ છે તે ઓબ્સ્ટેટ્રિક્સ, લેબર ડિલિવરી વિભાગમાં કામ કરે છે. હોસ્પિટલના ગાયનેકોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેઓ બધા સાથે મળીને કામ કરે છે. એટલા માટે આ સમાચાર સામે આવ્યા બાદ બધા જ ઉત્સાહિત છે.
2019માં 9 નર્સ એકસાથે થઇ હતી પ્રેગ્નન્ટ
આ પહેલીવાર નથી જ્યારે નર્સિંગ સ્ટાફના કેટલાક સભ્યો એક જ સમયે ગર્ભવતી થયા હોય. આ પહેલા પણ 2019માં મેઈન મેડિકલ સેન્ટરમાં લેબર એન્ડ ડિલિવરી યુનિટમાં કામ કરતી 9 નર્સો એક સાથે પ્રેગ્નન્ટ થઈ હતી. આ દરમિયાન બધી નર્સોએ એકબીજાની ડિલિવરી માટે રહેવા જવા માટે આયોજન કર્યું હતું.
2018માં 8 નર્સ એકસાથે થઇ હતી પ્રેગ્નન્ટ
2018માં આવો જ એક મામલો સામે આવ્યો હતો જ્યારે એન્ડરસન હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં કામ કરતી આઠ મહિલાઓ એક જ સમયે પ્રેગ્નન્ટ થઈ હતી. જે પૈકી 7 નર્સોએ બાળકોને જન્મ આપ્યા બાદ ફરી એકવાર બાળકો સાથે પોઝ આપ્યો હતો.
બધાં બાળકો સ્વસ્થ છે
કેટલીક નર્સો કહે છે કે, તેમના માટે આ એક અનોખો અનુભવ રહ્યો છે. આ એવું થઈ રહ્યું છે કે જાણે આપણા બધા વચ્ચે પહેલેથી જ સંબંધ છે. સાથે મળીને કામ કરવું પછી એકબીજાને ટેકો આપવો અને એક સાથે પ્રેગ્નન્સીમાંથી પસાર થવું એ બધું એક અલગ જ અનુભવ કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.