• Gujarati News
  • Lifestyle
  • Samantha Ramsdale's Mouth Was Big And People Used To Tease Her As A Child Saying 'Bigg Boss Mouth', This Feature Set A Guinness World Record.

અમેરિકા:સામંથા રેમ્સડેલનું મોઢું મોટું હોવાથી બાળપણમાં લોકો ‘બિગ બોસ માઉથ’ કહીને ચીઢવતા હતા, આ ખાસિયતને લીધે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

6 મહિનો પહેલા
  • સામંથા સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે
  • તે પોતાના મોઢામાં આરામથી આખું સફરજન મૂકી શકે છે

અમેરિકાના કનેક્ટિકટની રહેવાસી સામંથા રેમ્સડેલનું મોઢું સામાન્ય માણસો કરતાં અનેક ગણું મોટું છે અને તે આરામથી એક સફરજન મૂકી દે તેટલું પહોળું થાય છે. પોતાની આ જ ખૂબીથી તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સામંથાએ પોતાના મોઢાની સાઈઝનો એક વીડિયો બનાવીને ટિકટોક પર પોસ્ટ કર્યો હતો. તેનો આ વીડિયો ખૂબ વાઈરલ થયો અને સામંથાને દુનિયાની સૌથી વધારે માઉથ ગેપ ધરાવતી મહિલાઓનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં મદદ મળી. તેનું મોઢું 2.56 ઇંચ જેટલું ખૂલે છે. તે પોતાના આ હટકે મોઢાના ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે.

સામંથાની સ્માઈલ બધા કરતાં અલગ
તે પોતાના એક ફોલોઅર્સની સલાહ પર ડેન્ટિસ્ટ પાસે ગઈ. એ પછી તેણે સૌથી વધારે માઉથ ગેપનો રેકોર્ડ બનાવ્યો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ એજ્યુકેટરની હાજરીમાં ડૉ. એલ્કે ચુંગે ડિજિટલ કેલિપ્ટરની મદદથી સામંથાના મોઢાની લંબાઈ અને પહોળાઈ માપી જેથી મેક્સિમમ સ્ટ્રેચિંગ ખબર પડે. સામંથાને ઘણી નાની ઉંમરે ખબર પડી ગઈ હતી તેનું મોઢું મોટું છે. તેની મોટી સ્માઈલ પણ અન્ય સ્માઈલ કરતાં અલગ દેખાતી. જો કે, તેના પરિવારમાં કોઈને આટલું મોટું મોઢું નથી.

સામંથાએ કહ્યું, મારા મોટા મોઢાને લીધે બાળપણમાં બીજા બાળકો મારી મજાક ઉડાવતા હતા અને મને બિગ બોસ માઉથ કહીને ચીડવતા હતા. નવાઈની વાત છે કે, આ વાતને લીધે મેં વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો. હું લાર્જ ફ્રેંચ ફ્રાઈઝ પણ આરામથી મોઢામાં રાખી શકું છું.

અન્ય સમાચારો પણ છે...