5 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ બેરુતમાં બપોરના સમયે થયેલા વિસ્ફોટથી રાજધાનીના ઘણા ભાગો હચમચી મચી ગયા છે અને શહેરના ઘણા વિસ્તારમાં ઘુમાડાના ગોટા જોવા મળ્યા. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની બારીઓ તૂટી ગઇ. આ વિસ્ફોટનો અવાજ 150 કિમી દૂર સુધી સંભળાયો હતો.
આ વિસ્ફોટથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલા દર્દીઓ અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે. આવા સમયમાં ફોટોગ્રાફર બિલાલ મેરી જેવિશએ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરની નર્સના આ ફોટો લીધા છે.
આ મહિલાએ બ્લૂ ડ્રેસ પહેર્યો છે અને તેના ગળામાં માસ્ક લટકતું જોવા મળી રહ્યું છે. ફોટોમાં તે ત્રણ બાળકોને પોતાના ગળે લગાવીને ફોન પર વાતચીત કરતી જોવા મળી રહી છે. બિલાલ મેરીના જણાવ્યા પ્રમાણે, હું છેલ્લા 16 વર્ષથી ઘણી મોટી ઘટનાઓ મારા કેમેરામાં કેદ કરી કરી છું.
પરંતુ આ પ્રકારની તસવીર મેં ક્યારે પણ નથી લીધી જે હૃદયને સ્પર્શી જાય. આ નર્સની આસપાસ અનેક દર્દીઓની લાશ પડી છે. અહીં ફોન પર વાત કરવી પણ સરળ નહોતી. આવી સ્થિતિમાં તેણે પોતાની ફરજ નિભાવી અને ત્રણ નવા બોર્ન બેબીને છાતીથી લગાડીને રાખ્યા.
આવા સંજોગોમાં પણ, પોતાના જીવની પરવા કર્યા વગર હોસ્પિટના ડોક્ટરો અને નર્સ લોકોની સેવામાં રોકાયેલા છે. ''અલ અરેબિયા ઇંગ્લિશ"ને આપેલા ઇન્ટરવ્યુમાં હોસ્પિટસના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, અમે બધા દર્દીઓને ઈમર્જન્સી બિલ્ડિંગમાં શિફ્ટ કરી રહ્યા છીએ.
ત્યાંથી તેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે કેમ કે, અમારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે છે. આવી સ્થિતિમાં અમે બીજું શું કરી શકીએ? ''આ હોસ્પિટલના મોટાભાગના દર્દીને બારી અને દરવાજા કાચ તૂટી જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.