• Gujarati News
  • Lifestyle
  • Salman's Girlfriend Yulia Blames Putin, Priyanka Says Innocent People Are Living In Fear, Lady Gaga Says The World Doesn't Laugh

રશિયા-યુક્રેન યુદ્ધ:સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ પુતિનને ગુનેગાર ગણાવ્યો, પ્રિયંકાએ કહ્યું- નિર્દોષ લોકો ડરમાં જીવી રહ્યા છે, લેડી ગાગાએ કહ્યું- આ દુનિયા હસવા નથી દેતી

9 મહિનો પહેલા
  • પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું કે યુક્રેનમાં માસુમ અને નિર્દોષ લોકો ડરી ડરીને જીવવા માટે મબજૂર છે

યુક્રેન પર રશિયાના હુમલા પછી દુનિયાભરના દેશો તેની ટીકા કરી રહ્યા છે. આ યુદ્ધ પર હોલિવૂડથી લઈને બોલિવૂડના સ્ટાર્સ પણ પોતાનો અભિપ્રાય આપવામાં પાછળ નથી. ઘણી અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા દ્વારા રશિયા-યુક્રેનના સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. હોલિવૂડ સુપરસ્ટાર એન્જેલિના જોલી, લેડી ગાગા, પ્રિયંકા ચોપરા, રિચા ચડ્ઢા, યુલિયા વંતુરથી લઈને તમામ હસ્તિઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણો યુક્રેન-રશિયા વૉર વિશે કોણે શું કહ્યું?

યુક્રેનિયો માટે એન્જેલિના જોલી ચિંતિત
હોલિવૂડ સુપરસ્ટાર એન્જેલિના જોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને યુક્રેનના લોકો માટે ચિંતા વ્યક્ત કરી. યુક્રેની રેફ્યુજી સેન્ટરનો વીડિયો શેર કરીને યુનાઈટેડ નેશન હાઈ કમિશનર ફોર રેફ્યુજી તેમની સતત મદદ કરી રહ્યા છે. તેણે લખ્યું- 48 કલાકથી પણ ઓછા સમયમાં 50 હજારથી વધુ લોકો યુક્રેન છોડીને મોલ્દોવા જતા રહ્યા છે.

યુદ્ધની પરિસ્થિતિ પર પ્રિયંકા ચોપરાએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને યુક્રેનવાસીઓ માટે દુઃખ વ્યક્ત કર્યું અને મદદની અપીલ કરી. પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું કે યુક્રેનમાં માસુમ અને નિર્દોષ લોકો ડરી ડરીને જીવવા માટે મબજૂર છે. રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતિનની જાહેરાત પછી યુક્રેન અને રશિયાની વચ્ચેનું યુદ્ધ મોર્ડન જમાનાની ડરામણી સ્થિતિ જણાવી રહી છે.

યુક્રેનના લોકો માટે પ્રાર્થના કરી રહી છે લેડી ગાગા
હોલિવૂડ અભિનેત્રી- ગાયિકા લેડી ગાગાએ SAG એવોર્ડ્સ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના પીડિતો માટે સમર્થન વ્યક્ત કર્યું. તેણે કહ્યું- દુનિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે. એન્ટરટેનર બનવું એ મારા માટે એક લહાવો છે, પરંતુ દુનિયા આપણને હસવા માટે પૂરતો સમય નથી આપતી. હું યુક્રેન માટે પ્રાર્થના કરી રહી છું.

હોલિવૂડ એક્ટ્રેસે વીડિયો શેર કરીને કવિતા સંભળાવી
હોલિવૂડ અભિનેત્રી એના લિન મેકાર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી. એનાએ વીડિયોમાં જાતે લખેલી એક કવિતા સંભળાવી. તેમાં તે કહી રહી છે- પ્રિય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, મને દુઃખ છે કે હું તમારી માતા નથી. એનાના આ વીડિયોની કેટલાક લોકોએ ટીકા કરી છે તો કેટલાક લોકોએ વખાણ પણ કર્યા છે. તેના પર એક યુઝરે મજાકમાં લખ્યું કે તમારી આ કવિતાથી રશિયા જરૂરથી યુક્રેન સાથે યુદ્ધ બંધ કરી દેશે.

યુક્રેનમાં પસાર કરેલો સમય યાદ કર્યો
29 વર્ષીય સિંગર માઈલી સાયરસે 'નથિંગ બ્રેક્સ લાઈફ એ હાર્ટ'ના શૂટિંગ દરમિયાન યુક્રેનમાં પસાર કરેલા સમયને યાદ કર્યો. માઈલીએ ટ્વીટમાં લખ્યું, "હું યુક્રેનમાં તે દરેક વ્યક્તિની સાથે ઊભી છું જે આ યુદ્ધથી પ્રભાવિત છે અને ગ્લોબલ કમ્યુનિટીની સાથે છું જે આ હિંસાને તાત્કાલિક અંત લાવવા માટે વિંનતી કરી રહ્યા છે."

યુક્રેનના સપોર્ટમાં સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પણ આવી
સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ સિંગર યુલિયા વંતુરે પણ યુદ્ધમાં યુક્રેનનો સપોર્ટ કર્યો છે. રોમાનિયાની રહેવાસી યુલિયાએ રશિયાના રાષ્ટ્રપતિની ટીકા કરી. ણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને વ્લાદિમીર પુતિનને ગુનેગાર અને સરમુખત્યાર ગણાવ્યા. યુલિયાએ ઘણા ફોટો અને વીડિયો શેર કરીને યુક્રેની લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. તેણે તસવીરને કેપ્શન આપતા લખ્યું, 'પુતિન જેવો એક ઠગ, સરમુખત્યાર અને યુદ્ધ અપરાધી રશિયાનું પ્રતિનિધિત્વ નથી કરતો. રશિયાના લોકોને દોષ ન આપો.'

યુલિયા વંતુરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી.
યુલિયા વંતુરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી.

યુક્રેનમાં બગડતી પરિસ્થિતિથી અંગે ઋટા ચડ્ઢા ચિંતિતિ
ઋચા ચડ્ઢા બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે જે વાસ્તવિક જીંદગી હોય કે પછી ફિલ્મ સામાજીક મુદ્દા સાથે જોડાયેલી રહે છે. તેણે હાલમાં જ યુક્રેન સંકટ પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરી.

ઋચાએ એક પોસ્ટ શેર કરી, જેમાં રશિયન સિવિલિયનના હાથમાં એક નોટ છે. તેમાં 'આઈ એમ રશિયન એન્ડ સોરી ફોટ ધેટ'ની નોટ લખેલી છે. ઋચાએ પોતાની આ ટ્વીટ દ્વારા બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...