તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Saima Ubaid Became The First Woman Power Lifter Of Kashmir, She Wants To Prove That Women Have The Power To Fulfill Their Dreams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ પ્રેરણા બન્યો:સાઈમા ઉબૈદ કાશ્મીરની પ્રથમ મહિલા પાવર લિફ્ટર બની, તે ઈચ્છે છે કે મહિલાઓ કોઈ પણ સંજોગે તેમનું સપનું પૂરું કરે

21 દિવસ પહેલા

સાઈમા ઉબૈદ કાશ્મીરની પ્રથમ મહિલા છે જેણે પાવર લિફ્ટિંગમાં પોતાનું કરિયર બનાવી ઓળખ બનાવી છે. ગયા વર્ષે કાશ્મીરમાં પાવર લિફ્ટિંગ બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. તેમાં સાઈમાએ 255 કિલોનું વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાઈમાનો પતિ ઉબૈઝ હાફિઝ એક પાવર લિફ્ટર છે. તેણે જ પોતાની પત્નીને પાવર લિફ્ટિંગની ટ્રેનિંગ આપી.

સાઈમા તે દરેક મહિલાઓ માટે એક ઉદાહરણ બનવા માગે છે જેઓ સમાજના દબાણને લીધે પોતાના સપના પૂરા કરી શકતી નથી. સાઈમાએ કહ્યું, લગ્ન અને બાળકો થયા પછી પણ મેં સ્પોર્ટ્સ ચાલુ રાખ્યું. મહિલાઓ કોઈ પણ સંજોગે તેમના સપના પૂરા કરી શકે છે. જો તમે કોઈ લગનની સાથે કામ કરો તો દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકે તેમ નથી.

ઉબૈઝનું માનવું છે કે, મેં સાઈમાને માત્ર સાચો રસ્તો બતાવ્યો, પરંતુ તે રસ્તા પર તે પોતાની મહેનતથી આગળ વધી છે. સાઈમાએ શ્રીનગરની ગવર્મેન્ટ કોલેજમાંથી હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. હાલ તે મહિલાઓને પાવર લિફ્ટિંગની ટ્રેનિગ આપી રહી છે અને કરિયરમાં આગળ વધવા રાત-દિવસ મહેનત કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો